ઘરમાં બંઘ પડેલા AC અને ફ્રિજને 20 તારીખ પછી આ રીતે કરાવી દો રિપેર, જરા પણ મુંઝાશો નહિં મનમાં

કોરોના વાયરસ- લોકડાઉન 2.0માં તમારું ફ્રીજ બગડ્યું હોય તો ટેનશન ના લો આ તારીખ પછી રીપેર કરાવી શકશો.

દેશમાં જ્યારે લોકડાઉન જેવી પરિસ્થિતિ હોય ત્યારે જો કોઈપણ વસ્તુ બગડે તો ખુબજ હેરાન થવાનું આવે છે. હાલમાંજ ભારતમાં લોકડાઉન છે. પહેલા 21 દિવસનું લોકડાઉન હતું અને તે પૂરું થયુ એજ દિવસે બીજા લોકડાઉનની તારીખ જાહેર કરી દીધી. હવે આવા સમયે ઘણા લોકોની અમુક વસ્તુ ખરાબ થઈ હોય એ રીપેર ક્યાં અને કેવી રીતે કરવું તેની કોઈ માહિતી હોતી નથી. અને માહિતી હોય તો પણ લોકો બહાર નીકળી ના શકવાના કારણે રીપેર કરાવી શકતા નથી.

image source

આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે એક જાહેરાત કરી છે. તમારી કોઈ વસ્તુ ખરાબ થઈ હોય તો તમે તેને રીપેર કરવા વાળાને ઘરે બોલાવીને રીપેર કરવી શકો છો. પણ આના માટે તમારે હજુ 20 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. સરકાર 20 તારીખ પછી આવા રીપેરીંગ કામ કરતા લોકો માટે આંશિક છૂટ આપવા જઈ રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ રિવાઇઝ્ડ ગાઈડલાઇન અનુસાર, 20 એપ્રિલ બાદ કેટલીક ગતિવિધિઓને છૂટ મળશે પરંતુ તે પહેલા સંબંધિત રાજ્ય સરકારને આને લઇને જરૂરી વ્યવસ્થા કરવી પડશે કે હોટસ્પોટ વિસ્તારમાં આ પ્રકારની ગતિવિધિઓ ક્યારેય નહીં ચાલે.

image source

કેન્દ્ર સરકારે એક ગાઈડલાઈન બહાર પાડી છે અને એ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે અમુક વિસ્તાર પૂરતી કે જ્યાં કોરોનાના કેસ ઓછા છે ત્યાં નગરપાલિકા અથવા તો નગરનીગમની જાણકારી આપીને તમે શહેરથી બહારના ગામ મા સોશિયલ ડિસ્ટનસિંગની કાળજી રાખીને ઉધોગ પણ શરૂ કરી શકે છે. આ એકમોમાં ફૂડને લગતા એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાઈડલાઇનમાં જણાવાયું છે કે, ઇલેક્ટ્રિશન, પ્લંબર, કોમ્પ્યુટર અને તેનાથી જોડાયેલ વસ્તુ રિપેર કરનારા, મોટર મિકેનિક અને સુથાર-મિસ્ત્રી કે કારપેન્ટરની સેવા પર છૂટ રહેશે. આ સેવા તમને તમારા ઘરે જ મળી જશે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની સેવા ઉપબલ્ધ કરાવતા ફર્મોને આ છૂટ નથી મળી પરંતુ સેલ્ફ એમૉલાયડ પર્સનને છૂટ મળી છે.

image source

વાતાવરણમાં અચાનક પલટો આવતા ગુજરાત તથા દેશના અનેક રાજ્યોના તાપમાનમાં વધારો થયો છે. પરંતુ મોટા ભાગના લોકો તેમનું એસી નથી ચલાવી શકતા. કેટલાક લોકોના ઇન્વર્ટરની બેટરી સુકાઈ ગઇ છે, જેનાથી તે વધુ લોડ નથી લઇ શકતું. તેમણે અત્યાર સુધી એસીની સર્વિસ નથી કરાવી. સામાન્ય રીતે લોકો ગરમીની શરૂઆત થતા જ એસીની સર્વિસ કરાવી નાખે છે પરંતુ આ વખતે ગરમી શરૂ થતા જ લૉકડાઉન થઇ ગયું અને આ લંબાયું.

ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે નગરનિગમ અથવા નગરપાલિકાની બોર્ડર બહાર ચાલનારા ઉદ્યોગોને પણ આ કામ શરૂ કરવાની મંજૂરી અપાશે. આ વિસ્તારોમાં સ્થિત ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ આરામથી ચાલશે. આની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા વર્કરોને પણ કામ કરવાની છૂટ મળી ગઇ છે પરંતુ સલાહ આપવામાં આવી છે કે કામ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ