ખાદીના માસ્ક’ ઘરે જ બનાવી રહી છે આ કેન્દ્રીય મંત્રીની દીકરી, અને કરે છે લોકોને વિતરણ, PICS

દિલ્હી અને ઉત્તરાખંડમાં ખાદીના માસ્ક બનાવતી અને તેનું વિતરણ કરતી “સ્પર્શ ગંગા ટીમ” કોરોના વાયરસની જંગમાં હવે એક મહત્વપૂર્ણ શસ્ત્ર માસ્ક માનવામાં આવે છે. લગભગ દરેક રાજ્યોએ જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત બનાવ્યા છે.

image source

હવે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત છે. આવી સ્થિતિમાં, ફરીથી વાપરી શકાય તેવા માસ્કની ચર્ચા સોશિયલ મીડિયા પર વધી રહી છે. ઘણી હસ્તીઓએ તેમના માસ્ક બનાવતા વીડિયો પણ શેર કર્યા છે. સામાન્ય લોકો, જેમણે જોયું છે, તેઓએ તેમના ઘરોમાં ફરીથી વાપરી શકાય તેવા માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. આવું જ કંઇક હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયલની પુત્રી આરૂશી નિશાંકે માસ્ક ભારત અભિયાનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

ગંગા નદીની સફાઇ અને બચાવ માટેની પહેલ તરફ, સ્પર્શ ગંગાએ દિલ્હી અને હરિદ્વારમાં માસ્ક અને ખાદ્ય વિતરણનું કામ હાથમાં લીધું છે. સ્પાર્શ ગંગા ટીમના ૨૫૦થી વધુ સભ્યો ખાદીના માસ્ક વિતરણને માટે બનાવી રહ્યા છે. કેન્દ્રીય એચઆરડી પ્રધાન રમેશ પોખરીયલ ‘નિશાંક’ પણ માસ્ક વિતરણમાં સ્પાર્શ ગંગા ટીમમાં જોડાયા હતાં. હકીકતમાં, સ્પાર્શ ગંગાની શરૂઆત તેમના દ્વારા ૨૦૦૯માં કરવામાં આવી હતી. જેની સંભાળ હવે તેમની પુત્રી આરૂશી નિશાંક લઈ રહી છે.

કેન્દ્રીય સંસાધન પ્રધાન રમેશ પોખરીયલની પુત્રી આરૂશી નિશાંકે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ઘરે સીવણ મશીન લઈને બેઠેલી જોવા મળી હતી અને માસ્ક સીવી રહી હતી.

image source

ખાદીમાંથી વણાયેલા માસ્ક ધોવા યોગ્ય અને ફરીથી વાપરી શકાય તેવા છે, જેનો ઉપયોગ જનતા અને ફ્રન્ટલાઈન કામદારો માટે સરળ છે. તેમજ તે ઉધરસ અને છીંક દ્વારા કોઈ પણ પ્રકારનું ટ્રાન્સમિશન અટકાવે છે. “આ તે કાપડ છે જેને ગાંધીજીએ પ્રોત્સાહન આપ્યું હતું અને હવે આપણે તેનું મહત્વ સમજીએ છીએ કારણ કે તે રોગચાળો સામે લડવામાં પણ ખૂબ મદદગાર છે.

આજે યુવાનો પર્યાવરણ પ્રત્યે ખૂબ ચિંતિત છે. તેથી ખાદી કેમ મહત્વનું છે તે અમે તેમને શીખવી રહ્યા છીએ. ખાદીના એક મીટરના કાપડના ઉત્પાદનમાં મિલમાં ૫૬ લિટર પાણીની તુલનામાં માત્ર ૩ લિટર પાણીની જરૂર પડે છે. ભારતમાં દરેકની ફરજ છે કે તેઓ જે પણ રીતે કરી શકે તે રીતે એકબીજાને મદદ કરે.

image source

અમે હાલમાં દિલ્હી અને ઉત્તરાખંડમાં આશરે ૧૫૦૦૦ માસ્ક બનાવવાનું લક્ષ્યાંક બનાવ્યું છે. આ માસ્ક ઉત્પન્ન કરવાની અમારી ક્ષમતા પ્રમાણે સંખ્યામાં વધારો કરવામાં આવશે, સ્પર્શ ગંગા અભિયાનના પ્રમોટર આરૂશી નિશાંક જણાવે છે કે અત્યાર સુધીમાં દિલ્હીમાં ૨૦૦૦ અને હરિદ્વારમાં ૫૦૦૦ જેટલા માસ્ક વહેંચવામાં આવ્યા છે.

‘ગંગા નદી’ ની સુરક્ષા અને સફાઇ માટે સ્પર્શ ગંગા અભિયાન છે અને આરૂશી ૨૦૦૯ માં શરૂ થયેલા આ અભિયાનના સક્રિય પ્રમોટર છે. હાલમાં, ગંગા જાગૃતિને પ્રોત્સાહન આપવા હજારો લોકો આ અભિયાન સાથે જોડાયેલા છે. ભારત સરકારે પણ ‘ગંગા હીરોઝ’ તરીકે સ્પર્શ ગંગા અભિયાનના સ્વયંસેવકોને માન્યતા આપી હતી, એમ આરૂશી નિશાંકે જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ