મુંબઈ લોકલની ઘટનાથી આખા દેશમાં હાહાકાર, મહિલા સાથે દુષ્કર્મ કરીને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી

ભારતમાં અને વિશ્વમાં રેપના કેસોમાં દિવસે ને દિવસે નવા નવા વળાંકો સામે આવતા રહે છે. ત્યારે હાલમાં એક કેસ એવો સામે આવ્યો છે કે જે જોઈને તમારું કાળજું કંપી ઉઠશે. જો વાત કરીએ તો આ કેસ નવી મુંબઈનો છે. ત્યાં વાશી રેલવે સ્ટેશન નજીક પુલ ઉપર પાટા નજીક એક 25 વર્ષીય મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી. પોલીસને શંકા છે કે મહિલા સાથે દુષ્કર્મ કરીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી.

image source

જો વિગતે વાત કરીએ તો પોલીસે નોંધેલી એફઆઈઆર મુજબ આ મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. મહિલા સાથે દુષ્કર્મ કર્યા પછી ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાઈ કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે એક ટ્રેનના મોટરમેને મંગળવારે મહિલાને રેલવે સ્ટેશનના પુલ પાસે બેભાનાવસ્થામાં જોઇ હતી. મહિલાના શરીર પર ઇજાનાં નિશાન હતાં. તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

image source

આગળ વાત કરતાં આ કેસ વિશે તેમણે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન ખબર પડી કે આ મહિલા થાણે જિલ્લાના ટિટવાલામાં રહે છે અને મુંબઇમાં પવઈ ખાતે નોકરી કરે છે. તે અઠવાડિયામાં એક વાર તેના ઘરે જતી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, તે ગયા રવિવારે ઘરે આવી હતી અને પછીના દિવસે કામ પર પાછી જઈ રહી હતી. તેણે આગામી બે દિવસ સુધી તેના પરિવારનો સંપર્ક કર્યો નહીં. મંગળવારે તે ટ્રેક પર બેભાનાવસ્થામાં મળી હતી. મહિલાને શરૂઆતમાં વાશીની નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં (એનએમએમસી) દાખલ કરવામાં આવી હતી.

image source

જો આગળની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો પ્રાથમિક સારવાર બાદ તેને મુંબઇની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આવ્યા બાદ યુવતીએ જણાવ્યું કે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે મહિલાની સ્થિતિ જોઈને લાગે છે કે કોઈએ તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કલમ 3૦7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાને રેલવે ટ્રેક પર બેભાન અવસ્થામાં એક મોટરમેને પહેલા સ્ટેશન માસ્ટર અને ત્યારબાદ GRPને જાણ કરી હતી. ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી મહિલનાને ઈજા પહોંચી હતી. GRPના કર્મીઓએ મહિલાને મુંબઈ હોસ્પિટલમાં દાખલ કરી હતી.

image source

જો રેપના આંકડા વિશે વાત કરીએ તો વર્ષ 2019માં અત્યાર સુધી દાખલ થયેલા કેસના પ્રમાણે ભારતમાં સરેરાશ રોજના 87 રેપના કેસ સામે આવે છે. આ વર્ષની શરુઆતમાં 9 મહિનામાં મહિલાઓની વિરુદ્ધ કુલ 4,05, 861 ગુના દાખલ થયા છે. નેશનલ ક્રાઈમ રિકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ આ 2018ની સરખામણીએ 7 ટકા વધારે છે. ભારતમાં ગુના 2019નો રિપોર્ટ જણાવે છે મહિલાઓની વિરુદ્ધમાં ગત વર્ષની સરખામણીએ 7.3 ટકા વધારો નોંધાયો છે. વર્ષ 2019માં પ્રતિ 1 લાખ મહિલાની વસ્તી પર 62.4 ટકા કેસ રજિસ્ટર્ડ થયા છે. જે વર્ષ 2018માં 58.8 ટકા હતા.

image source

દેશભરમાં વર્ષ 2018માં મહિલાઓની વિરુદ્ધ ગુનાના કુલ 3,78, 236 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. NCRBના આંકડાના જણાવ્યાનુંસાર વર્ષ 2018માં દેશમાં રેપના કુલ 33356 કેસ દાખલ થયા છે. વર્ષ 2017માં આ સંખ્યા 32559 હતી. NCRBના આંકડા મુજબ ભારતીય દંડ સહિતા હેઠળ દાખલ આ કેસમાં મોટાભાગે પતિ અથવા સંબંધીઓ દ્વારા હિંસા )30.9 ટકા)ના મામલા છે. આ બાદ તેમની માન હાનીને લઈને હુમલાના (21.8 ટકા ) , મહિલાઓના અપહરણ(17.9ટકા) કેસ દાખલ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ