17.04.2020 – ટૈરો રાશિફળ : 12 રાશિઓમાંથી શુક્રવાર કોના માટે છે લાભકારી જાણવા વાંચો રાશિફળ

ટૈરો રાશિફળ : 12 રાશિઓમાંથી શુક્રવાર કોના માટે છે લાભકારી જાણવા વાંચો રાશિફળ

મેષ – Strength

આજે તમને કોઈ બાબતમાં ચિંતા રહેશે. તમારા અંગત જીવનમાં કોઈ ગેરસમજ ઊભી થઈ શકે છે. જો કોઈના પ્રત્યે તમારા મનમાં કડવાશ છે તો તેને માફ કરો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે. વ્યર્થ ચિંતા કરશો નહીં તો પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

વૃષભ – Three of Pentacles

આજે તમારી ક્ષમતા સાબિત કરવાનો દિવસ છે બીજાને જરૂરી હોય તે માર્ગદર્શન આપો. આજે તમે કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો. જો તમે તમારા કામથી સંતુષ્ટ નથી તો પછી તે કામ તમને ખુશી આપે છે તે કરો. આજે જીવનનો માર્ગ અને લક્ષ્ય નક્કી કરો. તમારી પાસે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા છે. તમારી આ જવાબદારી પૂર્ણ કરો.

મિથુન – The Sun

આજે તમારા પરિવારનો કોઈ સભ્ય તમારી પાસે મદદ માંગી શકે છે. તમે તેને ખુલ્લા હૃદયથી મદદ કરજો. કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ શુભ છે. પરિસ્થિતિ અનુકૂળ રહેશે પરંતુ બેદરકારી દાખવશો નહીં. અન્યથા નુકસાન પણ થઈ શકે છે. આજે દાન-પુણ્ય કરો.

કર્ક- Six of Swords

દિવસ દરમિયાન તમારે ઘણું કરવાનું છે, જેના કારણે તમે આજે ખૂબ વ્યસ્ત રહેશો. કેટલાક કિસ્સાઓમાં તમને થોડો તણાવ પણ અનુભવાશે અને કામ કરવાનું મન નહીં થા. જો તમે તમારી પ્રાથમિકતાઓ સમજો અને સારી રીતે કાર્ય કરો તો સારું રહેશે. આજે ધ્યાન કામમાં કેન્દ્રિત રહેવું જરૂરી છે નહીં તો મન જ્યાં ત્યાં ભટકતું રહેશે અને તમે અશાંત રહેશો.

સિંહ – Judgement

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. જો કોઈ બાબતની ચિંતા હશે તો તેનું નિરાકરણ પણ આવી જશે. દિવસ તમારા પક્ષમાં રહેશે. તમારું ધ્યાન આજે કામમાં રહેશે. મનમાંથી કોઈપણ ભયને દૂર કરો. તમે ઇચ્છો છો તેવું પરિવર્તન તમારા જીવનમાં જલ્દી આવશે.

કન્યા – The Empress

દિવસ તમારા માટે સકારાત્મક રહેશે. સંબંધોમાં લાગણી વધશે. કરિયર સંબંધી બાબતોમાં તમે અન્ય કરતાં ઘણા આગળ વધશો. કોઈ નવા વ્યક્તિને મળવાની તક મળશે. જે ભવિષ્યમાં વધુ સારા સંબંધો તરફ દોરી જશે. આજે કામ પ્રત્યે બેદરકારી ન રાખો. કોઈ નજીકના વ્યક્તિ સાથે આજે કેટલાક મતભેદો થઈ શકે છે.

તુલા – Ten of Cups

તમારા સારા કાર્યો માટે પ્રોત્સાહન અને પુરસ્કાર મેળવવાનો આજનો દિવસ છે. લોકો તમારા શબ્દોમાં રહેલી ગંભીરતાને સમજશે અને પ્રશંસા કરશે. આ તમારા માટે ઉત્તમ સમય છે. આજે મનમાં કોઈ કડવાશ ન રાખવી. પૂજા પાઠ માટે થોડો સમય કાઢવો.

વૃશ્ચિક – Queen of Pentacles

આજે તમારું માન વધશે. વિદેશથી પણ તમને કોઈ સારા સમાચાર મળશે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા છે તો તેની સારવારથી ફાયદો થશે. સકારાત્મક વિચારસરણી રાખો. કાર્યમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ પૂર્ણ થશે. પરંતુ તમારા કાર્યમાં એટલા વ્યસ્ત ન રહેતા કે તમે જીવનના અન્ય મહત્વપૂર્ણ પાસાઓને અવગણો. તમારા અંગત જીવન અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

ધન – Five of Swords

આજે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે. જો કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ જલ્દીથી આવશે. કોઈપણ નકારાત્મક લાગણીને તમારા મનમાં પ્રવેશવા ન દો. કાર્યમાં પૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે. વ્યાપાર માટે આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે. તેનો સંપૂર્ણ લાભ લો.

મકર – The Chariot

આજે તમારી આજુબાજુની નકારાત્મક ઊર્જાથી પ્રભાવિત થશો નહીં. તમારા માટે પણ થોડો સમય કાઢો. આજનો દિવસ ફળદાયી સાબિત થઈ શકે છે. જીવનમાં ઉન્નતિ માટે તમને નવી તકો મળશે. તેમને અપનાવવામાં અચકાશો નહીં. તમારી ક્ષમતા પર શંકા ન કરો. વડીલોની સલાહને અવગણશો નહીં. પરંતુ તમારા પોતાના નિર્ણયો જાતે લેવાનો પ્રયાસ કરો.

કુંભ – The Devil

આજનો દિવસ તમારા માટે સારું સ્વાસ્થ્ય તેમજ કારકિર્દીમાં પ્રવૃત રહેવાનો દિવસ છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન કરવાની તક પણ મળશે, મનમાં ચિંતા રાખ્યા વિના આ તકનો પૂર્ણ લાભ લો. મુશ્કેલીમાંથી બહાર આવવા માટે આ શક્તિનો ઉપયોગ કરો. જોખમ લેવાથી સંકોચ ન કરો.

મીન – The Hermit

આજે તમારા જીવનની દિશા વિશે મનમાં થોડી મૂંઝવણ થઈ શકે છે. તમારામાં ઘણી ક્ષમતા હોવા છતાં તમે તમારી કુશળતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. જેના કારણે મનમાં અસંતોષની ભાવના છે. સપનાઓને પૂરા કરવા આગળ વધો. તમારી ઊર્જાને યોગ્ય દિશા આપો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ