17.04.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

17-4-2020

મેષ

તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. આજે આ રાશિ ના અમુક બેરોજગાર લોકો ને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે। તમને ખુશ રાખવા તમારા બાળકો તેમનાથા બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. આજે તમને તમારી સાસુ-સસરા તરફ થી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવા માં ઘણો સમય પસાર કરી શકો છો. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે.

લકી સંખ્યા: 1

વૃષભ

બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

લકી સંખ્યા: 9

મિથુન

ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશાં સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત તમને નર્વસ કરી મુકશે. ઘર ની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થયી શકે છે જેથી તમને માનસિક તાણ થયી શકે છે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. ખાલી સમય માં કોઈ પુસ્તક વાંચી શકો છો. જો કે તમારા ઘરના બાકી ના સભ્યો તમારી એકાગ્રતા ને ખલેલ પહોંચાડે છે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

લકી સંખ્યા: 7

કર્ક

તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મુકશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. મિત્રો સાથે સાંજ અત્યંત મનોરંજક તથા આનંદસભર રહેશે. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહ-કર્મચારીઓને નહીં ગમે-પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે- તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી- તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. ઘર ની બહાર જઇ ને, આજે તમારે ખુલ્લી હવા માં ફરવું ગમશે. આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

લકી સંખ્યા: 2

સિંહ

તમારૂં અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે. કંઈપણ કરતા પહેલા તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો. શક્ય હોય તો તમારો મૂડ બદલવા ક્યાક બહાર જતા રહો. તમારા માતૃપક્ષ થી આજ તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે. શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે. લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં- તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓ ને સલાહ આપવા માં આવે છે કે મિત્રતા ના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં. ભવિષ્ય માં પણ મિત્રો મળી શકે છે, પરંતુ અભ્યાસ કરવા નો આ શ્રેષ્ઠ સમય છે. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે.

લકી સંખ્યા: 9

કન્યા

ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. ઘર ની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થયી શકે છે જેથી તમને માનસિક તાણ થયી શકે છે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદ્દલ તેમના સહ-કર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે.

લકી સંખ્યા: 7

તુલા

તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. વેપારી જેટલું હોય પોતાના વેપાર થી સંકળાયેલી વાતો કોઈ ની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલી માં પડી શકો છો। સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે.

લકી સંખ્યા: 1

વૃશ્ચિક

એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. નાણાકીય પક્ષ મજબૂત થવા ની પુરી શક્યતા છે.જો તમે કોઈ વ્યક્તિ ને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવા ની પુરી શક્યતા છે. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. આજે કાર્યક્ષેત્ર માં અચાનક તમારા કામ ની ચકાસણી થયી શકે છે. જો આવા માં તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે. આ રાશિ ના વેપારીઓ આજે પોતાના વેપાર ને નવી દિશા આપવા માટે વિચારી શકે છે. પરિવાર ની જરૂરિયાતો ને પૂર્ણ કરતી વખતે, તમે ઘણીવાર તમારી જાત ને સમય આપવા નું ભૂલી જાઓ છો. પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો। આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સાંજ માણશો.

લકી સંખ્યા: 3

ધનુ

રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે. નોકરીપેશા લોકો ને આજે ધન ની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસો માં કરેલા ફિજૂલખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહિ હોય. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. તમારી સખત મહેનત તથા સમપર્પણ તમારા વિશે ઘણું બધું કહી જશે તથા તમને આત્મવિશ્વાસ તથા સહકાર જીતાડી આપશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

લકી સંખ્યા: 9

મકર

તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે. જે લોકો ઘણા સમય થી નાણાકીય મુશ્કેલી માં થી પસાર થયી રહ્યા હતા તેમને આજે ક્યાંક થી ધન પ્રાપ્ત થયી શકે છે જેથી જીવન માં ઘણી મુશ્કેલીઓ દૂર થયી જશે. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. આજ ના સમય માં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.

લકી સંખ્યા: 8

કુંભ

ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. આજ ના દિવસે ધન હાનિ થવા ની સંભાવના છે તેથી લેણદેણ ની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. બિનજરૂરી શંકા સંબંધો ને બગાડવા નું કામ કરે છે. તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ. જો તમને તેમના વિશે કોઈ શંકા છે, તો પછી તેમની સાથે બેસો અને સમાધાન શોધવા નો પ્રયાસ કરો. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે.

લકી સંખ્યા: 6

મીન

તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. આજે મિત્રો સાથે પાર્ટી માં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે। તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 4

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

એપ્રિલ 17, 2020 – મે 08, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 11 માં છે .

વરિષ્ઠો અથવા વગદાર કે જવાબદાર પદો પરના લોકો પાસેથી તમને પૂરેપૂરો સાથ-સહકાર મળશે. વ્યાવસાયિક રીતે આ સમયગાળામાં તમે સરસ પ્રગતિ સાધી શકશો ઘર તથા કારકિર્દીના મોરચે તમારે મહત્વની જવાબદારીઓ ઉપાડવાની થશે. કાર્યાલયીન ફરજ-મુસાફરી દરમિયાન તમે તમને સુસંગત હોય એવી વ્યક્તિના સંપર્કમાં આવો એવી શક્યતા છે. તમે મૂલ્યવાન ધાતુ, રત્નો તથા ઘરેણાં ખરીદશો. તમારા સંતાનોને તમારી જરૂર પડશે કેમ કે આ સમયગાળા દરમિયાન તેઓ વધુ પડતા સંવેદનશીલ બની શકે છે.

મે 08, 2020 – જુલાઈ 02, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 4 માં છે .

આ સમયગાળાની શરૂઆતમાં કારકિર્દીમાં અસ્થિરતા તથા દિશાવિહિનતા પ્રવર્તશે. આ સમય દરમિયાન તમારે નવા પ્રોજેક્ટ્સ તથા કારકિર્દીમાં કોઈ મોટા ફ્રેરફાર ટાળવા જઈએ. તમારા મિત્રો તથા સંબંધીઓને તમે પહોંચી વળી શકો એવો આ સમય નથી. બિનજરૂરી પરિસ્થિતિઓ ઊભી થશે, જે તમારા જીવનમાં તકરાર, મુશ્કેલીઓ ઊભી કરશે. ઝડપી નાણાં મેળવવા મટે અયોગ્ય માર્ગ અપનાવતા નહીં. કાર્ય તથા નોકરીને લગતી પરિસ્થિતિ સંતોષકારક નહીં હોય. અકસ્માતનો ખતરો છે. આ સમયગાળામાં કેટલીક પ્રતિકુળ પરિસ્થિતિઓ આવશે, તેમનો સામન કરવા માટે તમારો આત્મવિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ કરો. તમને ખાંસીની સમસ્યા થઈ શકે છે, દમને અથવા સંધિવાના દર્દની ફરિયાદ રહેશે.

જુલાઈ 02, 2020 – ઑગસ્ટ 19, 2020

ગુરુ તમારા ભાવ સંખ્યા 11 માં છે .

કોઈક રીતે, સમય અને ભાગ્ય તમારા તથા તમારી પ્રવૃત્તિઓ તરફ સ્પોટલાઈટ નાખશે. તમારા કામ માટે તમને શ્રેય તથા અન્ય સ્વીકૃતિ મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તમને મળે તે માટેનો આ સમય છે. કહેવાની જરૂર ખરી કે અંગત સંબંધોમાં ઉત્સાહ વધશે. બાળકો આનંદ લાવશે. પ્રવાસ અનિવાર્ય છે અને લોકો તમને મળવા તત્પર રહેશે. આ સમયગાળો તમને ધ્યાન કરવા તથા માનવ અસ્તિત્વ પાછળના સત્યો તથા વાસ્તવિક્તાઓ વિશે તપાસ કરવા પ્રેરશે, મોંઘી તથા વિરલ ચીજની ખરીદી કરશો. એકંદરે, આ સમયગાળો ઉચ્ચ ફળ આપનારો છે.

ઑગસ્ટ 19, 2020 – ઑક્ટોબર 16, 2020

શનિ તમારા ભાવ સંખ્યા 11 માં છે .

માનસિક તેમ જ શારીરિક રીતે તમે આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ સમયગાળો સારો છે. કારકિર્દીમાં પ્રયાસ કરજો કેમ કે સફળતાની ખાતરી છે. ભૌતિક ચીજોની પ્રાપ્તિ પણ જોવાય છે. આ સમયગાળામાં તમે જમીન અને મશીનરીની ખરીદી કરશો. તમારા ધંધા કે વેપારમાં નોંધપાત્ર લાભની ખાતરી છે. તમારા શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં. દૂરના સ્થળના લોકોના સંપર્કમાં આવશો. પ્રેમ જીવન માટે આ સમય ખૂબ જ સારો છે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે.

ઑક્ટોબર 16, 2020 – ડિસેમ્બર 07, 2020

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

ડિસેમ્બર 07, 2020 – ડિસેમ્બર 28, 2020

કેતુ તમારા ભાવ સંખ્યા 10 માં છે .

તમે તમારા ઉપરીઓ સાથે અરસપરસના સારા સંબંધ જાળવી શકશો, જે તમારી માટે લાંબા ગાળે સારા પુરવાર થશે. આ સમયગાળામાં પદનું નુકસાન જોઈ શકાય છે. તમારૂં મગજ નાવીન્યસભર અને રચનાત્મક પ્રવૃત્તિઓથી છલોછલ હશે, પણ પરિસ્થિતિના સારાં નરસાં પાસાં વિશે જાણ્યા વિના તેમને અમલમાં મુકવાના પ્રયાસો ન કરતા. તમારા ગૃહ જીવન તરફ તમારે વધારે વધારે ધ્યાન આપવું પડશે. મુસાફરીની શક્યતા છે અને આ બાબત તમારી માટે ફળદાયી પુરવાર થશે. તમારા પરિવારના સભ્યની તબિયતને નુકસાન થવાની શક્યતા છે, આથી તેમનું તથા તમારૂં બરાબર ધ્યાન રાખજો.

ડિસેમ્બર 28, 2020 – ફેબ્રુઆરી 27, 2021

શુક્ર તમારા ભાવ સંખ્યા 3 માં છે .

લોકો તમારી તરફ આશાભરી નજરે જોશે તથા તમારી સલાહ લેવા આવશે. સમસ્યાઓ એની મેળે ઉકેલાવાની શરૂઆત થશે. આ આખો સમયગાળો તમારી માટે મોટી શક્યતાઓ અને ઊર્જાના તબક્કાનો રહેશે. સમય તમારી માટે સદભાગ્ય, કૌશલ્ય અને હિંમત લાવશે. ઉપરીઓ પાસેથી ભૌતિક લાભ તથા સ્વીકૃતિ મળશે. આથી નવા કામ હાથ ધરવા માટે તથા નવા સ્થળે જવા માટે આ સારો સમય છે. તમે અનેક લોકો સાથે સંકળાશો તથા સંપર્કોનો ઉપયોગ લેવડ-દેવડ બંનેમાં કરી શકશો. આ સમયગાળો તમારા ભાઈભાંડુઓ માટે ખુશી તથા સફળતા લાવશે.

ફેબ્રુઆરી 27, 2021 – માર્ચ 17, 2021

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

માર્ચ 17, 2021 – એપ્રિલ 17, 2021

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 11 માં છે .

તમારી માટે આ આર્થિક સ્થિરતાનો ગાળો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી આશાઓ તથા મહત્વાકાંક્ષાઓ પર કામ કરી શકો છો અને તેને યોગ્ય આકાર આપી શકો છો. પ્રેમ તથા રોમાન્સ માટે અનુકુળ સમય છે. તમે નવી મિત્રતા વિકસાવશો, જે ફળદાયી અને મદદરૂપ સાબિત થશે. વિદ્વાનો તરફથી તમે માન તથા સન્માન મેળવશો અને વિરૂદ્ધ જાતિની વ્યક્તિઓ વચ્ચે પણ તમે ખાસ્સા લોકપ્રિય થશો. લાંબા અંતરના પ્રવાસોની શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ