શાહિદની પત્ની મીરાંને છે લગ્નના ઘરેણાં પહેરવાનો શોખ, તસવીરો જોઇને તમે બોલી ઉઠશો સાચી વાત!

જ્યારે મીરા રાજપૂત તેના લગ્નના ઘરેણાં પહેરી વારે વારે જોવા મળી હતી.

image source

જ્યારે લગ્નના ઘરેણાંની વાત આવે છે, ત્યારે મહિલાઓ ઘણીવાર આ ઘરેણાં તિજોરીમાં ખૂબ જ સારી રીતે સાચવીને મૂકી રાખે છે. જો કે મીરા રાજપૂત પાસેથી જુદા જુદા પ્રસંગોએ તે ઘરેણાં પહેરીને સુંદર કેવી રીતે દેખાઈ શકાય તે માટે પ્રેરણા લઈ શકાય.

લગ્ન માટે હંમેશાં ખાસ ઘરેણાં લેવામાં આવે છે, જેથી તે દુલ્હનના કપડાથી મેળ પણ ખાય અને તેની સુંદરતામાં પણ વધારો કરે. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ તેના લગ્ન માટે ખાસ ઘરેણાં પહેર્યાં હતાં. આ ઘરેણાં સાદા સોનાના દાગીના નહિ પણ કુંદન, મોતી અને પથ્થરના કામથી બનાવવામાં આવ્યાં હતાં. આ સ્ટાઇલિશ ઘરેણાં હજી પણ મીરા એ ખૂબ જ સારી રીતે સાચવીને રાખ્યા છે અને તે સમયે સમયે તેના પરંપરાગત લુક સાથે મેચ કરીને પહેરતી જોવા મળે છે.

image source

મીરા રાજપૂતે લગ્ન માટે જે નેકપીસ પહેર્યો હતો તેમાં નવ પ્રકારના રત્ન જડેલા હતાં. આ નવરત્ન હારની શૈલી ચોકર પેટર્ન પર મૂકવામાં આવી હતી. સ્ટોનને જોડવા માટે સોનાના ભાગ પર કુંદનનું કામ પણ કરવામાં આવ્યું હતું જેથી મધ્ય ભાગ ખાલી ન દેખાય. આ સાથે, તેમાં વધુ ભવ્ય દેખાવ આપવા પર્લ્સ પણ તેમાં ઉમેરવામાં આવ્યા હતા.

મીરાની ઈયરિંગ્સ પણ હાર સાથે મેચ કરતી હતી. તેમાં પણ નવરત્ન અને મોતી મૂકવામાં આવ્યા હતા. તેમજ, મીરાએ નાજુક માંગટીકા સાથે વાળમાં સાઇડ ઝુમ્મર પણ લગાવ્યું હતું, તેને પાસા પણ કહેવામાં આવે છે. આ બંને જ્વેલરીમાં કુંદન અને નાના કદના મોતીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

image source

હવે મીરા રાજપૂતના લગ્નના ઘરેણાંના રિપીટીશનની વાત કરીએ તો આ સ્ટાર પત્નીએ તહેવાર, સબંધીના લગ્ન જેવા ખાસ પ્રસંગોએ તેને પહેરીને ખૂબ વાહ વાહી જીતી લીધી છે.

આ બંને તસવીરોમાં મીરાએ આછા ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલો દેખાય છે, તેની સાથે લેવામાં આવેલા દુપટ્ટા પર ફૂલો અને પાંદડાઓની પ્રિન્ટ જોઇ શકાય છે. મીરાએ તેના આ લુક માટે નવી જ્વેલરી લેવાને બદલે તેના લગ્ન સમયની એરિંગ્સ પહેરી લીધી હતી. એ કહેવાની પણ જરૂર નથી કે તેની પસંદગી આ લુક સાથે એકદમ પરફેક્ટ બેસી રહી હતી.

image source

મીરાને પેસ્ટલ કલર ખૂબ જ ગમે છે. તેની પાસે જે પણ પરંપરાગત (ટ્રેડિશનલ) વસ્ત્રો છે તેમાં આ શેડનાં જ કપડાં વધારે જોવા મળે છે. મીરાએ એક સંબંધીના લગ્ન સમયે હાજરી આપી ત્યારે પણ આછા રંગનો જ ડ્રેસ પહેર્યો હતો. આ તસવીરોમાં તે હાથીદાંત કલરના લહેંગામાં જોવા મળી રહી હતી. આ પ્લેન રંગમાં ચમક ઉમેરવા માટે, મીરાએ તેના લગ્નનો ગળાનો હાર પહેર્યો હતો.

બીજા એક અન્ય પ્રસંગ માટે શ્રીમતી કપૂરે તેના ગુલાબી અને સફેદ ડ્રેસ સાથે ચોકર નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ પહેરી હતી. આ સાથે મીરાના લગ્ન સમયનું તેનું વાળનું ઝુમ્મર તેની સાથે સંપૂર્ણ મેચ કરી રહ્યો હતો. તે તેના લુકને એક રોયલ ફીલ પણ આપી રહ્યો હતો.

image source

જો તમારી પાસે પણ તમારા લગ્ન સમયના ઘરેણાં પડ્યા છે અને તે ફક્ત લોકરમાં જ રાખવામાં આવ્યા છે, તો પછી તમે પણ તે ઘરેણાંને આગામી સમયમાં મીરા રાજપૂત ની જેમ કોઈ તહેવાર અથવા લગ્ન કાર્યક્રમમાં પહેરો અને બધાની વચ્ચે છવાઈ જાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ