આજનું ટેરૌ રાશિફળ : મનમાં છુપાવેલી લાગણી વ્યક્ત કરો, નિર્ણય લેતા પહેલા વિચારવાનો દિવસ

ટેરૌ રાશિફળ : મનમાં છુપાવેલી લાગણી વ્યક્ત કરો, નિર્ણય લેતા પહેલા વિચારવાનો દિવસ

મેષ – The Hanged Man

આજનો દિવસ સારો રહેશે. કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ શુભ છે. તમારી સલાહ ઘણા લોકોને ઉપયોગી થશે. તેથી તમારી વાત કરવામાં અચકાશો નહીં. ખુલ્લા હૃદયથી અન્યની મદદ કરો. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સારો રહેશે. ઘણું શીખવા મળશે. જીદ્દી સ્વભાવથી દૂર રહો.

વૃષભ – The Emperor

આજના દિવસે તમારા માટે આર્થિક લાભ માટેની પરિસ્થિતિઓ સર્જાવા જઈ રહી છે. તમને કેટલીક ભાગીદારીની નવી ઓફર્સ પણ મળી શકે છે. ધંધામાં નવી તકો મળશે જે તમારા માટે લાભકારક સાબિત થઈ શકે છે. આત્મવિશ્વાસનો અભાવ ન થવા દો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લેવાનું રાખો. કાર્યમાં પ્રગતિ થવાની સંભાવના છે. આજે લાભની તક મળશે.

મિથુન – The Magician

આજે તમારે તમારી ક્ષમતા પર વિશ્વાસ કરવો પડશે. તમને તમારી મહેનતનું ફળ જલ્દી મળશે. જો તમને કોઈની વર્તણૂક અથવા વર્તનથી દુખ થાય છે તો તેના કારણે પોતાને દોષી ન માનો અને તે વ્યક્તિને માફ કરવાનો પ્રયાસ કરો. આજે ધન લાભ થશે. વ્યર્થ ચિંતાઓથી મળતી તક ગુમાવી દેશો. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તે તમને ચોક્કસ મળશે, તમારામાં યોગ્યતાનો અભાવ નથી, ફક્ત પ્રયત્નો જરૂરી છે.

કર્ક – Nine of Swords

આજે તમારો દિવસ સામાજિક પરીચય વધારવાનો અને પરિવાર સાથે પસાર કરવાનો હોઈ શકે છે. આજે લોકો મળવાનું ચાલુ રાખો. જેના કારણે કાર્યક્ષેત્ર અને અંગત જીવનમાં નવા દરવાજા ખુલશે. આ બધામાં તમારી જરૂરિયાતો પર ધ્યાન આપવાનું ભૂલશો નહીં. તમે પણ બીજા જેટલા મહત્વપૂર્ણ છો. તમારો અવાજ સાંભળવાની ખાતરી કરો. જો તમારા માટે કંઈક યોગ્ય નથી તો તેના પર વિશ્વાસ કરવાની જરૂર નથી.

સિંહ – Seven of Wands

આજે તમે તમારી જાતને થોડો બદલવાનો પ્રયત્ન કરો. તમારા શબ્દો અથવા વિચારોમાં જીદ્દી ન બનો, નહીં તો તમે તમારા સ્વભાવને લીધે તમારું નુકસાન કરી બેસશો. સંબંધોમાં પણ અન્યનો વલણ જોવાની કોશિશ કરો તો જ કોઈ પણ મુદ્દો ઉકેલાશે. તમારા વિચારો ખૂબ પ્રશંસનીય છે પરંતુ તેમને થોડા વ્યવહારિક બનાવવાની પણ જરૂર છે. આજે પ્રિય પાત્ર સાથે લડાઈ થઈ શકે છે.

કન્યા- Four of Pentacles

તમારા હકારાત્મક વલણના કારણે તમે દરેક પરિસ્થિતિને અનુકૂળ થઈ શકશો. મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજનો દિવસ સારો છે. કોઈ મહત્વપૂર્ણ સોદો તમારી તરફેણમાં હોઈ શકે છે. પરિવારના સભ્યો સાથે આનંદથી દિવસ પસાર થશે. આજે તમારા દૈનિક કાર્ય ઉપરાંત એવું કંઈક કરવાનું વિચારો જે તમારા અને તમારા નજીકના લોકો સિવાય, સામાજિક રૂપે તમને આગળ લાવે. સમાજ સેવાના કાર્યક્રમનો ભાગ બનો.

તુલા – Five of Coins

આજનો દિવસ તમારા માટે તમારી યોજનાઓને થોડી અટકાવી અને મહત્વના લોકોની મુલાકાત લેવાનો છે. આજે તમારે તમારી પ્રાથમિકતાઓને ફરીથી ગોઠવવાનો છે. તમારા વિચારો અને યોજનાઓનો અમલ મુકશો એટલે ટૂંક સમયમાં પરીણામ મળશે. જેના કારણે તમારી પ્રતિષ્ઠા પણ વધશે. કામમાં તમારું ધ્યાન ખૂબ જ સારું રહે છે. પરંતુ તેના કારણે તમારા પરિવાર અને વ્યક્તિગત જીવનની જવાબદારીઓને અવગણવી જોઈએ નહીં.

વૃશ્ચિક – Queen of Swords

આજનો દિવસ તમારા માટે થોડો અશાંતિપૂર્ણ બની શકે છે. યોજનાઓમાં અવરોધ આવતા મનમાં અસ્થિરતા આવી શકે છે. કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ તમારી મહેનતનું ફળ જલ્દી મળશે. તેથી નિરાશ ન થાઓ. તમારું કામમાં ધ્યાન ખૂબ જ સારું રહે છે. પરંતુ કામ સાથે પરિવાર સાથે થોડો સમય વિતાવવાનો આગ્રહ પણ રાખો.

ધન – The Moon

ભૂતકાળને પાછળ છોડી આગળ વધવાનો આજે દિવસ છે. જો કોઈ માટે મનમાં કડવાશ છે તો તેને માફ કરો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમારા કામ પણ સારી રીતે થશે. વ્યર્થ ચિંતા કરશો નહીં. જલ્દી જ પરિસ્થિતિઓ તમને અનુકૂળ થશે. પરિસ્થિતિ પ્રત્યે અલગતાની ભાવના રાખો તે તમને ફાયદો કરાવશે. નકારાત્મક વિચારસરણીમાંથી બહાર આવો.

મકર – The Lovers

આજનો દિવસ તમારા માટે નવા પડકારોથી ભરેલો હોઈ શકે છે. આજે તમારે કામકાજમાં કેટલાક અનિચ્છનીય વિક્ષેપોનો સામનો કરવો પડી શકે છે. જો તમને કોઈ બાબતની ચિંતા કરતા હોય તો તેને કોઈની સાથે શેર કરો. તેનાથી મન હળવું થશે અને ચિંતાનું સમાધાન મળશે. ભવિષ્યની ચિંતા કરશો નહીં બધું જ સમય સાથે હલ થશે. આજે તમારી શક્તિને યોગ્ય દિશામાં વાળો. સ્વાસ્થ્યની સારી સંભાળ રાખો.

કુંભ- The Empress

આજે તમારા માટે કેટલીક નવી તકો સાથે આગળ વધવાનો દિવસ છે. આજે કેટલાક લોકો માટે જૂની પરિસ્થિતિઓ મનમાં ઉદાસીનો અનુભવ કરાવશે. પરંતુ તે નવા જીવનની નિશાની પણ છે. આ પરિવર્તન અપનાવી ખુશ રહો. જે તમને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ નથી તેને તમારાથી દૂર કરો. આત્મનિર્ભરતા તરફ આગળ વધો.

મીન – Strength

આજનો દિવસ આર્થિક લાભ મેળવવાનો છે. આજે વ્યર્થ ચિંતાઓમાં તમારી શક્તિનો વ્યય કરવાને બદલે તેને સકારાત્મક કાર્યોમાં મૂકો. આજે કામ નિત સમયમર્યાદા પૂરા કરવાનો પ્રયત્ન કરો. મનમાં કોઈ દ્વિધા હોય તો નિર્ણયો ન લો, પરિસ્થિતિ અનુકૂળ થાય ત્યાં સુધી રાહ જુઓ. આજે વિદ્યાર્થીઓએ તેમના લક્ષ્યો સુધી પહોંચવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. જો તમને કોઈ પ્રત્યે લાગણી છે તો તે વ્યક્ત કરો.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ