આ 5 કામ ક્યારે પણ ના કરવા જોઇએ સાંજના સમયે, નહિં તો…પાછળથી પસ્તાવુ ના હોય તો જાણી લો તમે પણ આજે

ઘરમાં થાય છે નકારાત્મક ઉર્જાનો સંચાર.:

સનાતન ધર્મમાં દરેક વસ્તુના નિયમ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી આપના ઘરમાં સુખ- શાંતિની સાથે જ સમૃધ્ધિ પણ આવે છે. હિંદુ શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો જણાવવામાં આવ્યા છે, જેને સાંજના સમયે કરવા જોઈએ નહી. જો આપ આ કાર્યો સાંજના સમયે કરો છો તો આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને આપના ઘરમાં કોઈને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે આપણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે, ક્યાં કાર્ય ક્યારે કરવાથી આપને ફાયદા મળે છે. આજે અમે આપને જણાવીશું કે, શાસ્ત્રોમાં ક્યાં કાર્યોને સાંજના સમયે કરવાની મનાઈ કરવામાં આવી છે.

image source

ઘરમાં લક્ષ્મી આવે છે.:

સાંજના સમયે આપે આપના ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરવા જોઈએ નહી. કેટલાક લોકોની એવી માન્યતા છે કે, સાંજનો સમય લક્ષ્મી દેવીના આગમનનો સમય હોય છે. એટલા માટે કહેવાય છે કે, સાંજના સમયે આપના ઘરના મુખ્ય પ્રવેશદ્વારને થોડોક ખોલીને રાખવું જોઈએ. માનવામાં આવે છે કે, આમ કરવાથી આપના ઘરમાં લક્ષ્મી દેવી આવે છે અને સમૃદ્ધ પણ થાય છે.

image source

માનસિક ચિંતા થાય છે.:

આપે આપના ઘરનું વાતાવરણ સાંજના સમયે હંમેશા હસતું અને ખુશીથી ભર્યું રાખવું જોઈએ. નહી કે ઉદાસ અને તણાવ ભર્યું વાતાવરણ આપના ઘર માટે અશુભ માનવામાં આવે છે. જો આપના ઘરમાં સાંજના સમયે ઉદાસીભર્યું વાતાવરણ કે પછી રોકકળ કે ઝઘડાનું વાતાવરણ રહે છે તો આપના ઘરમાં અલક્ષ્મીનું આગમન થાય છે, જેના પરિણામ સ્વરૂપે આપના ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય કથળવા લાગે છે અને માનસિક ચિતા, તકલીફો અને ધનની હાનિ પણ થવા લાગે છે.

image source

માનવામાં આવે છે અપરાધ.:

સાંજના સમયે તુલસીના છોડને સ્પર્શ કરવું શાસ્ત્રોમાં વર્જિત જણાવવામાં આવ્યું છે. કેમ કે, સાંજના સમયે તુલસી દેવી લીલા કરવા જાય છે. એટલા માટે આપે આપના ઘરમાં રાખવામાં આવેલ તુલસીના છોડને સાંજના સમયે સ્પર્શ કરવો અપરાધ માનવામાં આવ્યો છે. આપે સાંજના સમયે તુલસીના છોડની દીવાથી આરતી કરવી જોઈએ. આમ કરવાથી આપના ઘરમાં ક્યારેય પણ ધન સંકટની સંભાવના ખુબ જ ઘટી જાય છે.

image source

લાભના બદલે થાય છે હાનિ.:

એવું માનવામાં આવે છે કે, સુર્યાસ્ત પછી દેવી- દેવતાઓ આરામ કરવા ચાલ્યા જાય છે એટલા માટે આપે ક્યારેય પણ સાંજના સમયે શંખ વગાડવો જોઈએ નહી. જયારે આપ સુર્યાસ્તના સમયે પૂજા કરો છો તો આપે ધ્યાન રાખવું જોઈએ કે, શંખ વગાડવામાં આવે નહી. કેમ કે, સુર્યાસ્ત પછી દેવી- દેવતાઓનો આરામ કરવાનો સમય હોવાથી જો સાંજના સમયે શંખ વગાડવામાં આવે છે તો દેવી દેવતાઓના આરામમાં વિઘ્ન આવે છે. જેના લીધે સાંજના સમયે શંખ વગાડવાથી લાભ થવાને બદલે નુકસાન થાય છે.

image source

ઘરમાં બરકત નથી થતી.:

સાંજના સમયે આપે કોઇપણ વ્યક્તિને રૂપિયા-પૈસા ના તો ઉધાર આપવા જોઈએ અને ના તો કોઈની પાસેથી રૂપિયા લેવા જોઈએ. આમ કરવાથી આપના ઘરમાં સમૃધ્ધિ ક્યારેય પણ આવતી નથી. શક્ય હોય તો નાણાની લેવડ- દેવડ મોટાભાગે સવારના સમયે કે પછી દિવસ દરમિયાન કરી લેવી જોઈએ. સાંજના સમયે નાણાની લેવડ- દેવડ કરવીએ અશુભ માનવામાં આવે છે. એક માન્યતા એવી છે કે, સાંજના સમયે નાણા કોઈ અન્ય વ્યક્તિને આપવાએ લક્ષ્મીને વિદાઈ કરવા સમાન માનવામાં આવે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ