રવિવાર ટૈરો રાશિફળ : 12માંથી 8 રાશિ માટે શાનદાર હશે રવિવાર, જાણો કઈ છે આ રાશિઓ

રવિવાર ટૈરો રાશિફળ : 12માંથી 8 રાશિ માટે શાનદાર હશે રવિવાર, જાણો કઈ છે આ રાશિઓ

મેષ – The Moon

આજે તમે માનસિક રીતે થોડો થાક અનુભવશો. સંજોગો તમારા માટે થોડા વિરોધી હોઈ શકે છે. પરંતુ તમારો આત્મવિશ્વાસ નબળો ન થવા દો. પરંતુ સાથે જ અતિ ઉત્સાહને નિયંત્રિત કરવો. કેટલાક કામ તમારી ઉતાવળના કારણે લંબાઈ શકે છે. આ માટે તમારે કામોને આયોજનબદ્ધ રીતે કરવાની જરૂર છે.

વૃષભ – Nine of Wands

આજે તમારે નકામી બાબતોથી દૂર રહેવાનો અને તમારા કાર્ય પર પોતાના ધ્યાનને કેન્દ્રિત રાખવાનો દિવસ છે. જ્યારે તમે એક દિશામાં આગળ વધશો ત્યારે સકારાત્મક પરિસ્થિતિઓ આપમેળે તમારી સામે આવશે. સમય તેની ક્રિયા કરશે. તમારા પ્રયત્નોને ઓછા થવા ન દો. તમારી સામે કેટલીક નવી તકો આવી શકે છે. કોઈપણ અનપેક્ષિત ફેરફારો માટે તમારી જાતને તૈયાર રાખો.

મિથુન – Knight of Pentacles

તમારા માટે નવી શક્તિ અને ઉત્સાહથી ભરાઈ જવાનો આજનો દિવસ છે. આ તમારા મન, શરીર અને આત્માને કાયાકલ્પ કરવાનો સમય છે. તમારા નિત્યક્રમમાંથી થોડો વિરામ લો અને બહાર જાઓ. તમારી પ્રસિદ્ધિ આજે તમારા માટે કામ કરશે. તમારુ ગૌરવ જળવાશે. આજે વિવાદોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમે બોલો તે શબ્દો પર ધ્યાન આપો.

કર્ક – Five of Swords

કેટલાક કેસમાં તમારા માટે આજનો દિવસ થોડો પરેશાનીકારક બની શકે છે. કામ પર ઇચ્છિત પરિણામો ન મળવાના કારણે તમને થોડી ચિંતા થઈ શકે છે. આ ટેન્શન તમને અંદરથી અસર કરશે. તમારે તમારા કાર્યોને મહત્વ આપવું જોઈએ અને તે મુજબ તેના અમલની યોજના તૈયાર કરવી જોઈએ. કેટલાક લોકો સાથે તમારા અબોલા થઈ શકે છે.

સિંહ – Ten of Swords

આજનો દિવસ તમારા માટે આરામનો દિવસ બની શકે છે. તમારે તમારા કામ અને સંબંધો વચ્ચે તાલમેલ બેસાડવો પડશે. તમારા અનુભવના આધારે તમારી ભાવિ યોજનાઓ બનાવવી જોઈએ. આજનો દિવસ તમારા માટે આત્મનિરીક્ષણનો છે. તમારા ભૂતકાળ અને સંબંધો વિશે ઊંડો વિચાર કરો. તમને સમાધાન મળશે. જીવનની રચનાત્મક બાજુ સાથે જોડાઓ.

કન્યા – Strength

આજે તમે તમારી જાતને ખૂબ જ મજબુત અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવશો. તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે. તમારા માટે સમય ખૂબ સકારાત્મક રહેશે. તમારી પાસે માનિકસ શાંતિ સુધી પહોંચવાની તક છે. આધ્યાત્મિક પ્રગતિના સંકેત છે. સંજોગો તમારી વિરુદ્ધ હોય તો પણ હિંમત છોડવી જોઈએ નહીં.

તુલા – The Hierophant

તમારા જીવનમાં કોઈ મોટી સિદ્ધિ મેળવવાનો આજનો દિવસ હોઈ શકે છે. તમે જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ, સગવડતાઓ, સંપત્તિ અને સારી વસ્તુઓ મેળવવાની અપેક્ષા કરી શકો છો. આ સમય તમારી યોજનાઓને સાકાર કરવાના પ્રયત્નો શરૂ કરવાનો છે. સફળતા અને પૈસા બંનેનો લાભ મળશે. પરંતુ તમારા અહંકારને કોઈ કામમાં આડે ન આવવા દો. તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

વૃશ્ચિક – Wheel of Fortune

ભાગ્યનું ચક્ર તમારી તરફેણમાં ફેરવવાનો આજનો દિવસ છે. કેટલાક કાર્યો જે ઘણા સમયથી અટવાયેલા છે તે અચાનક પૂર્ણ થઈ શકે છે. તમારા માટે પહેલાં કરતાં વસ્તુઓ સરળ હોઈ શકે છે. તમને કેટલીક સારી અને ઉત્તમ તકો મળવાના સંકેતો છે. તમે નવી વસ્તુઓની શોધમાં આક્રમક અને વ્યસ્ત રહેશો. કોઈ પણ સંજોગોમાં આજે પાછળ રહી ન જતા.

ધન – Temperance

આજે સ્ટાર્સ મોટા પરિવર્તનનો સંકેત આપી શકે છે. આગામી દિવસોમાં મોટો લાભ મળી શકે છે. તમારા અધૂરા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કોઈ પણ સંજોગોમાં તમારે તે તકને ગુમાવવી જોઈએ નહીં. તમારા નિર્ણય પર ધ્યાન આપો અને ઝડપી નિર્ણયો લેવા માનસિક કેળવો.

મકર – The Chariot

આજે તમારા માટે કેટલાક ખાસ કાર્યો પૂર્ણ કરવા માટેનો દિવસ છે. આજે તમારે હાથમાં એટલું કામ લેવું જોઈએ જેટલું તમે સમયસર પૂર્ણ કરી શકો. વધારાની જવાબદારીઓ લેવાનું ટાળો. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને તાણમાં ન આવવા દો. મિત્રો અને અંગત સંબંધોમાં તફાવત સમજવો જરૂરી છે. સંજોગોને સ્વીકારી અને આગળ વધો. પરિસ્થિતિઓ ધીમે ધીમે સુધરશે.

કુંભ – Justice

આજનો દિવસ તમારા માટે થોડો વિચિત્ર બની શકે છે. પરિસ્થિતિઓને સંભાળવી તમારા માટે થોડી મુશ્કેલીભર્યુ હોય શકે છે. કેટલાક કેસમાં તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારા માટે દિવસ કામની બાબતમાં અવ્યવસ્થિત સાબિત થશે. યોજના મુજબ કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. કેટલીક ચિંતાઓ તમારા દિવસને બગાડશે.

મીન – The Star

આજે તમને કેટલીક નવી તકો મળવાની છે. આ તક તમારી ઉજ્જવળ કારકિર્દીનો દરવાજો ખોલી શકે છે. તેથી તેનો પૂર્ણ લાભ લેવા માટે જાગૃત રહો. વાહન સાવચેતીથી ચલાવવું, સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાનો દિવસ છે. તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરી પોતાના માટે અને પ્રિયજન માટે સમય કાઢવાની જરૂર છે.

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ