ઘરમાં હાથીની મૂર્તિ રાખવાના છે અઢળક લાભ, શું તમારા ઘરમાં છે?

ઘરમાં હાથીની મૂર્તિ રાખવાના છે અઢળક લાભ – હાથીની મૂર્તિના આ પ્રયોગથી બનો સાધન-સંપન્ન

પુરાણકાળથી જ હાથીને ખૂબ જ પવિત્ર તેમજ શુભ માનવામાં આવ્યા છે. હાથીને ભગવાન શ્રીગણેશનું પ્રતિક માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામા આવે છે. તો બીજીબાજુ ધાર્મિક ગ્રંથો પ્રમાણે હાથી ધનના દેવી એટલે કે લક્ષ્મી માતાની બન્ને તરફ ઉભા રહીને તેમની સેવા કરતા બતાવવામાં આવ્યા છે. જો આપણે સ્વર્ગના રાજા ઇન્દ્રની વાત કરીએ તો ઐરાવત હાથી તેમનું વાહન છે.

image source

માત્ર હિન્દુ જ નહીં પણ બૌદ્ધ ધર્મમાં પણ હાથીને પવિત્ર જીવ માનવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે, સપનામાં હાથીની સવારી કરતા જોવું તે ઉચ્ચ પદ તેમજ પ્રતિષ્ઠા મળવાનો સંકેત માનવામાં આવે છે. આ જ રીતે વાસ્તુ તેમજ ફેંગશુઈ જેવા વિજ્ઞાનમાં પણ હાથીની મૂર્તિ, હાથીના ચિત્રોને શુભ માનવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે હાથી કેવી રીતે તમારા જીવનમાં આનંદ ઉત્સાહ લાવી શકે છે.

વ્યવસાયમાં લાભ મેળવવા માટે ચાંદીનો હાથી

image source

ચાંદીમાંથી બનાવવામાં આવેલ હાથી જ્યેતિષ તેમજ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, ચાંદી અને હાથી બન્ને નકારાત્મકતાને દૂર કરી સકારાત્મકતા વધારનારા માનવામાં આવે છે. ચાંદીથી બનેલા હાથીને ઘર કે ઓફિસના ટેબલ પર મુકવાથી અટકી ગયેલા કામ પુરા થવા લાગે છે અને પ્રમોશન માટેના યોગ પણ બને છે. ચાંદીનો હાથી ઉત્તર દિશામાં રાખવાથી ખૂબ શુભ ફળ મળે છે. આ ઉપરાંત ચાંદીનો હાથી તીજોરી અથવા તો પૈસાના ગલ્લામાં મુકવામાં આવે તો તે પણ શુભ છે. તેને લાલ કપડામાં બાંધીને તિજોરી અથવા ગલ્લામાં રાખવાથી આવકનો સ્રોત વધે છે.

યશ અને કીર્તિ માટે લાલ હાથી

image source

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઉત્તર અને દક્ષિણ દિશામાં લાલ રંગનો હાથી રાખવામાં આવે તો સમાજમાં માન-સમ્માન અને યશ પ્રાપ્ત થાય છે. જે તમે તમારા કામના સ્થળ કે પછી તમારા વ્યક્તિગત યશ માટે આ ઉપાય કરવા માગતા હોવ તો તમારે દક્ષિણ દિશામાં લાલ હાથી રાખવો જોઈએ. પણ જો તમે તમારા ધંધા કે પેઢીના યશ તેમજ પ્રતિષ્ઠા વધારવા માગતા હોવ તો તમારે ઉત્તર દિશામા લાલ હાથીની મૂર્તિ મુકવી જોઈએ. આમ કરવાથી તમને તમારા લક્ષમાં સફળતા મળશે.

બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે હાથીની મૂર્તિનો આ પ્રયોગ કરો

image source

જે કોઈ વિદ્યાર્થી પોતાની કેરિયરમાં વારંવાર નિષ્ફળ થતો હોય અથવા તેને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય અને સતત પ્રયાસ છતાં તેને સફળતા ન મળતી હોય તો, તેવા વિદ્યાર્થીએ પોતાના સ્ટડી રૂમ કે સ્ટડી ટેબલ પર ઉપરની તરફ સૂંઢ ઉઠાવેલા હાથની મૂર્તિ કે તસ્વીર રાખવી જોઈએ. તેમ કરવાથી શુભ પરિણામ મળે છે. તમે જે કંઈ પણ કામ કરતા હોવ, તેના પર કેન્દ્રીત રહેવા માટે તમને તે મદદ કરશે તેમજ કેરિયરને લગતી તકલીફો દૂર કરવામાં પણ મદદ કરશે. ફેંગશુઈમાં હાથીને બૌદ્ધિક ક્ષમતા વિકસિત કરવામાં પણ કારગર માનવામાં આવે છે.

સફળતા મેળવા માટે સૂંઢ ઉઠાવેલા હાથીની મૂર્તિ

image source

વાસ્તુશાસ્ત્રમાં હાથીને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેમને જીવનમાં ખૂબ સફળતા મળે. તેવામાં તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર સૂંઢ ઉઠાવેલા હાથીનું ચિત્ર અથવા તો મૂર્તિ લગાવી શકો છો. તેમ કરવાથી તમારું સમ્માન, સુખ અને આવનારા જીવનમાં સફળતાની કોઈ જ ઘટ નહીં રહે. હાથી હંમેશા પોતાની ચાલ ચાલવાનું પસંદ કરે છે. તેવી જ રીતે વ્યક્તિ પણ ઇચ્છે છે કે તેની જ મરજી બધે ચાલે. તેવામાં જો તમે તમારી ઓફિસમાં અથવા ઘરમાં મસ્તીથી ચાલતા હાથીની તસ્વીર કે મૂર્તિ રાખશો તો તમારી ઇચ્છા જલદી પૂરી થશે.

એકબીજા વચ્ચેનો પ્રેમ વધારવા માટે

image source

જો પતિ-પત્નીમાં ન બનતુ હોય, અવારનવાર ઝઘડા થતા હોય, જીવનમાં માનસિક તાણ રહેતી હોય તો હાથીની જોડીને બેડરૂમમાં ઉત્તર દિશામાં રાખવી જોઈએ. તેનાથી પતિ-પત્નીના જીવનમાં સુખ આવે છે. બન્ને વચ્ચેનો પ્રેમ વધે છે. હાથીની જોડી મુકતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે બન્ને હાથીના મોઢા એકબીજાની સામે હોય. એકબીજાની પીઠ સામ સામી હશે તો તેની અસર નકારાત્મક થશે.

Source : Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ