આજનું ટૈરો રાશિફળ : પોતાના સ્વભાવ અને વ્યવહારને સંતુલિત રાખવાનો દિવસ, અણધાર્યા લાભ મળશે

ટૈરો રાશિફળ : પોતાના સ્વભાવ અને વ્યવહારને સંતુલિત રાખવાનો દિવસ, અણધાર્યા લાભ મળશે

મેષ – Temperance

આજે તમારે તમારા સ્વભાવને અનુરુપ જ કામ કરવા. કોઈપણ બાબતે સ્વભાવથી વિપરીત કામ કરશો તો નુકસાન થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈક વાતને લઈને મનમાં પરેશાની થઈ શકે છે. ધીરજ રાખી અને મૂડ સ્વિંગ પર નિયંત્રણ રાખવું. આજે કોઈપણ વાત બોલતા પહેલા સમજી-વિચારી લેવું. કોઈને દુખ થાય તેવી વાત ન કરવી.

વૃષભ- Queen of Swords

આજે તમારા માટે સારા સંકેત મળી રહ્યા છે. તમને લાભની તક સરળતાથી મળશે. મહેનતનું ફળ મળશે અને ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થશે. તમારા કામ બીજા માટે આદર્શ બનશે. પરંતુ કામના મહત્વને ઘટવા ન દેવું. બીજાની મદદ કરો પરંતુ પોતાનું નુકસાન ન થાય તે વાતનું પણ ધ્યાન રાખો.

મિથુન- Four of Pentacles

આજે તમારા માટે વિવાદ કે ઝઘડો લાવનાર દિવસ હોય શકે છે. જીવનસાથી સાથે કોઈ વાત પર ઝઘડો થઈ શકે છે. મિત્રો સાથે પણ અણબનાવ બની શકે છે. નાની નાની વાત મન પર ન લેવી. પરિસ્થિતિ આજે તમને અનુકૂળ નહીં હોય તેથી સાચવીને આગળ વધવું. જૂની વાતો પર વિચાર કરવાથી કોઈ લાભ મળશે નહીં.

કર્ક – Page of Swords

આજનો દિવસ તમારા માટે આળસ સાથે શરુ થશે. પણ આળસમાં આવી કોઈ કામને ટાળતા ન રહેવું. આજે દિવસ દરમિયાન અનેક વિકલ્પ મળશે, સારો વિકલ્પ પસંદ કરી આગળ વધવું. લાભ થશે. આજે કોઈ નિર્ણય લેવો પડે તેમ હોય તો દિલથી વિચારી નિર્ણય કરવો. નોકરીમાં ફેરફાર થવાની શક્યતા છે.

સિંહ- Judgement

આજનો દિવસ તમારી અંગત જીવન અને કારર્કિદીમાં સંતુલન જાળવી રાખો. આજનો દિવસ સામાન્ય રહેશે. આજનો દિવસ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વિચારો. જરૂર જણાય તો કોઈ એક્સપર્ટની સલાહ લેવી. પરેશાની હોય તો પણ મનથી મક્કમ રહો. આત્મવિશ્વાસ ઘટે નહીં તેનું ધ્યાન રાખો.

કન્યા – Ace of Swords

આજે તમારા માટે વિપરીત પરિસ્થિતીઓમાંથી પણ સકારાત્મકતા શોધવાનો છે. વર્તમાનમાં જીવો. આજે સુંદર ક્ષણો સામે આવશે જેને જીવવાનું ભુલતા નહીં. પોતાના જીવનમાં આજે આગળ વધો અને વરદાન સમાન જે તક મળે તેને ઝડપી લેવી. પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખવો. પોતાના અસ્તિત્વને ઓળખો.

તુલા- The Sun

આજે તમારા માટે દિવસ મિશ્ર ફળદાયી રહેશે. મન થોડા સમય માટે વિચલિત રહી શકે છે. કોઈ સમસ્યા હોય તો તેનો સામનો કરો અને તેનો ઉપાય શોધો. મનમાં કોઈ માટે વેરની ભાવના ન રાખો. મન સાફ રાખો અને કોઈની વાત પર આંધળો વિશ્વાસ ન કરો.

વૃશ્ચિક – The Devil

આજે તમારા કામમાં લોકો વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરશે. તમારે જાણવું પડશે કે તમારા પોતાના કોણ છે અને પારકા કોણ છે. પોતાની જવાબદારીઓ પ્રત્યે જાગૃત રહો અને સમર્પણથી તેને નિભાવો. જીવનમાં કોઈ વાત પર અટકીને રહી ન જવું. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.

ધન- The Hermit

આજે તમે થોડી ખરાબ પરિસ્થિતીઓમાંથી બહાર નીકળશો. કોઈ કામમાં સમજૂતી નહીં કરવી પડે. સ્થિતિ તમારી ફેવરમાં રહેશે પરંતુ મૂડ સ્વિંગ થશે તેથી ભાવનાઓને કાબૂમાં રાખો. પોતાની ઊર્જાને યોગ્ય દિશામાં વાળો. કોઈ એવું કામ કરો જે તમને ખુશી આપે. જીવનમાં કોઈ રુકાવટ આવે તો તેને આત્મવિશ્વાસથી દૂર કરો.

મકર – The Emperor

આજે તમારો દિવસ ઊર્જા અને સફળતાથી ભરેલો રહેશે. પરિસ્થિતિ એટલી ખરાબ નથી જેટલું તમે વિચારો છો. કોઈ વ્યક્તિ કે સ્થિતિ અંગે જે તમારો દ્રષ્ટિકોણ બંધાયેલો છે તેને દૂર કરો. પોતાની જરૂરીયાતો અને આવશ્યકતા વચ્ચે ભેદ સમજો. જરૂરી કામને પૂર્ણ કરવાની વાતને પ્રાથમિકતા આપો.

કુંભ – Justice

આજે તમારા વિચારોમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરો. મન કોઈ વાતને લઈને ભટકી રહ્યું છે તો તેને વાતચીતથી સ્થિર કરો. મિત્રો સાથે આજે બેસો અને હળવા થઈ જાઓ. થોડો સમય ધ્યાન કરો. મનને શાંતિ મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવું.

મીન- Six of Pentacles

આજનો દિવસ ભૂતકાળને ભુલીને આગળ વધવાનો છે. વર્તમાન પર અને ભવિષ્ય પર ધ્યાન આપો. તમને અનેક નવા અવસર મળશે. જેનાથી જીવનમાં ઉન્નતિ થશે અને આધ્યાત્મિક સ્તરે તમારી વૃદ્ધિ થશે. જો કોઈથી નારાજ છો તો તેને આજે માફ કરી મન સાફ કરો.

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ