વાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ હોવ…

આપણા રસોડા માં ભલે ગમે એટલી વાનગીઓ બનાવી લઈએ પણ એક સામગ્રી છે જેની ગેરહાજરી , એ વાનગી ને ફિક્કી બનાવી દે છે – મીઠું. મીઠું જેને સબરસ પણ કહેવાય છે એ ભોજન નો સ્વાદ વધારે છે અને વાનગી ને સોડમ પણ આપે છે. પણ આ મીઠું ભોજન માટે જેટલુ જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે. સામાન્ય રીતે , આપણે સૌ જાણીએ જ છીએ કે વધારે પડતું મીઠું ખાવાથી બ્લડપ્રેશર ની તકલીફ થાય છે , પણ શું તમે જાણો છો કે મીઠું ના ખાઈએ તો શું થાય ??

Your salt intake isn't the issue -- here's what is
image source

મીઠા નો ઉપયોગ ન કરીએ તો લોહી ની ધટ્ટતા અને લોહી ના પરિભ્રમણ માં તકલીફ થાય છે. મીઠું ખીરાક મા સ્વાદ આપે છે , સાથે સાથે આ જ મીઠું ખોરાક ની જાળવણી માં પણ મદદ રૂપ છે. મીઠા વગરનું ભોજન વધારે સમય લેવાથી પેરાલીસીસ થઈ શકે છે.

Paralysis and Astrology – Jyotish Surfer
image source

કુદરતી રીતે મીઠાના અગરમાં દરિયાના પાણીમાંથી જે બને છે એ કુદરતી મીઠું ખાવું જોઈએ. કલરમાં તે લાઇટ બ્રાઉન હોય છે , જે કદાચ નજરે જોવામાં ગમે નહીં એવું હોય છે.. કુદરતી મીઠું, થોડું મોંઘુ હોય છે પણ ખનીજ તત્વો નો ભંડાર હોય છે એમાં. મીઠું બનતી વખતે એમાં જમીન માંથી ઘણા મહત્વ ના પોષક તત્વો એમાં આવે છે .

buy salt on Diwali day: தீபாவளியன்று தங்கம் ...
image source

રસોડું હોઈ કે આયુર્વેદના ઔષધો હોય,મીઠાની હાજરી અનિવાર્ય હોઈ છે. વરસ સારું જાય એ માટે દિવાળીની પરોઢે સબરસ નમક ખરીદવાનો રીવાજ આજે પણ આપણા સમાજ માં જોવા મળે છે. ગૃહપ્રવેશ વખતે કુંભ મુકવાની વિધિ નમક વગર અધુરી ગણાય. તો વળી, રોમન સામ્રાજ્યમાં તો નમકનો નાણાકીય લેવડ દેવડ તરીકે વ્યવહાર કરવામાં આવતો હતો. ઘર માં મીઠા ના પોતા મારવાથી નકારાત્મક ભાવ ઘર માં પ્રવેશ કરતો નથી.

મીઠા ના પ્રકાર

The 12 Different Types of Salt + How to Use Each
image source

મીઠા ના ઘણા પ્રકાર છે – સિંધવ , સંચળ , બીડ લવણ, ઘસીયુંનમક, ઔદ્રીદ લવણ, કૃષ્ણ લવણ , રોમક લવણ , જવ ખાર અને સાજી ખાર વગેરે..

સામાન્ય ભાષા માં કહીએ તો મીઠા ના મૂળ 2 જ પ્રકાર જે આપણે રોજિંદા જીવન માં ઉપયોગ કરીએ છીએ.

1. દરિયાઈ મીઠું

2. સિંધાલૂણ

આજે આપણે જોઈશું મીઠા ના સ્વાદ સિવાય ના ચમત્કારી ફાયદા , ઉપયોગ અને ઉપચાર જે ખૂબ સરળ અને ફાયદાકારક છે.

મીઠું ઘણા પ્રકારે અને ઘણા સ્વરૂપે જોવા મળે છે, જે આપણા વિવિધ ઉપયોગ ના લીધે અલગ પડે છે.
મીઠું જેને સોડિયમ ક્લોરાઇડ પણ કહેવાય .

શરીરમાં થતા મીઠા થી ફાયદા ,

Health Benefits of Sea Salt - Season Johnson
image source
  • • આપણા શરીર માં સોડિયમ ની મદદ થી રક્ત કણ ની અંદર અને બહાર પ્રવાહી નું લેવલ જળવાય રહે છે.
  • • આયોડીન યુક્ત મીઠું , શરીર માં આયોડીન માટે નો બહુ મોટો સ્ત્રોત છે. શરીરમાં થાઇરોઇડ Kની ગ્રંથી ને નિયંત્રિત કરવા આયોડીન ખૂબ જરૂરી છે.
  • • થાઇરોઇડ ની ગ્રંથી બાળકો ના મગજ અને હડકા ના વિકાસ માં ખૂબ જ જરૂરી છે. નહીં તો બાળક માં આયોડીન ની ઉણપ અને બીજી ગંભીર બીમારીઓ સર્જી શકે છે.
  • • ખૂબ તડકા માં કામ કરવા થી જો હિટ સ્ટ્રોક થાય તો પાણી માં મીઠું ને ખાંડ ઉમેરી પીવાથી રાહત મળે છે.

મીઠા ના બીજા ઉપયોગ અને ફાયદા

34 Ways to Use Salt for Survival | Backdoor Survival
image source
  • • લીંબુ , મીઠું અને મધ ભેળવી , એક પેસ્ટ બનાવો . ચેહરા પણ સ્ક્રબ નું કામ કરશે..
  • • કાળા મીઠા (સિંધવ મીઠું / રોક સોલ્ટ) ને સવાર માં હુંફાળા પાણી સાથે પીવાથી શરીર ને ઘણા ફાયદા થાય છે. અનિયંત્રિત બ્લડપ્રેશર અને શુગર સહિત બીમારીઓ માં ફાયદો થાય છે.
  • • ચપટી કાળા મીઠા ને હુંફાળા પાણી માં ઉમેરી , સાથે લીંબુ ઉમેરો. આ પાણી વહેલી સવારે પીધા બાદ 20 થી 30 મિનિટ માટે ફાસ્ટ વોક કરો. મોટાપો જરૂર ઓછો થશે..
  • • ઉનાળામાં કાચા દૂધ સાથે થોડું મીઠું ઉમેરી, ત્વચા પર લગાડો. થોડી વાર પછી ધોઈ લો. આ ઈલાજ કરવાથી થોડા દિવસ માં જ તડકા ના લીધે ડલ થયેલી ત્વચા નિખરી જાશે.
  • • દાંત ની સામાન્ય તકલીફ જેમ કે દુખાવો કે પેઢા માં સોજો વિગેરે માં મીઠા નું પાણી રાહત આપશે. દિવસ માં 2 થી 3 વાર કોગળા કરવા..
  • • તાંબા કે પિત્તળ ના વાસણ જો મીઠું ને લીંબુ ભેળવી ધોવા માં આવે તોએ વાસણ એકદમ નવા જેવા બની જાશે.
  • • જો કબજિયાતની સમસ્યા હોય તો રાતે સૂતી વખતે નવશેકું મીઠાવાળું પાણી પીને સૂઈ જવાથી સવારે શૌચ સાફ આવે છે.
  • • ઘરમાં મીઠા વાળા પોતા મારવાથી બેક્ટેરિયા મરી જાય છે .
  • • મજબૂત દાંત માટે તમે મીઠુ અને સરસિયા કે તલ ના તેલથી મસૂઢાની માલિશ કરો. તેનાથી તમારા દાંત મજબૂત બને છે. આ ઉપરાંત તમે ટૂથબ્રશ પર થોડુ મીઠુ નાખીને દાંત સાફ કરો તમારા દાંત મોતી જેવા ચમકી ઉઠશે.
  • • કૃમિની તકલીફ હોય તો રોજ સવારે અને રાતે આદુ અને લીંબુના રસમાં મીઠું નાખીને પીવો . થોડા દિવસો માં ચોક્કસ સુધી આરામ મળી જશે.
  • • જ્યારે આપણે લાંબા સમય માટે અનાજ ને સંગ્રહિત કરીએ , એમાં કીડા પડી જવાનો ડર હોય છે. મીઠા ના મોટા ટુકડા નાખી રાખવાથી કીડા નહીં પડે.
  • • ગળાનો સોજો અને તેમાં ચીકાશ રહેતી હોય તો મીઠાવાળા ગરમ પાણીના કોગળા કરવાથી તરત આરામ મળે છે.
  • • મીઠું , નારીયલ તેલ અને બેકિંગ સોડા ને સરખા પ્રમાણ માં મિક્સ કરી કુદરતી ટૂથપેસ્ટ બનાવો. આ ટૂથપેસ્ટ થી દાંત તો સાફ થશે જ , શ્વાસ ની દુર્ગંધ પણ દૂર થાશે.
  • • નાક ની તકલીફો (શરદી )માં મીઠા વાળા પાણી નું નાશ ઘણું ફાયદાકારક છે.
  • • સૂંઠ અને મીઠું , ખાલી પેટ એ ખાવાથી પેટ માં થયેલ ગેસ /આફરા માં રાહત મળશે.
  • • મીઠાવાળા પાણીના કોગળા કરવાથી દાંત સડશે નહીં.
  • • શિયાળા માં જો ચામડી રુક્ષ થઈ ગઈ હોય તો , નાહવા ના હુંફાળા પાણી માં 1 વાડકો મીઠું ભેળવી લેવું. ઘણો ફાયદો થશે.
  • • પેટ બહુ દુખતું હોય તો અજમો અને મીઠું ભેગું કરી ખાવા થી તરત રાહત થઈ જશે.
  • • ઘર માં જો બહુ કીડીઓ થઇ ગઇ હોય તો એનો ઈલાજ જરૂરી છે માટે જો કીડીઓ પર થોડું મીઠું છાંટી દેવામાં આવે તો કીડીઓ ભાગી જાય છે.
  • • વાળ માં ખોડો થઈ ગયો હોય તો દરિયાઈ મીઠા ને પાણી માં ઓળગી , પેસ્ટ જેવુ બનાવી વાળ ના તળિયે લગાડો. ખોડો જતો રહેશે.
  • • મૂઢમાર કે મચકોડ હોય તો મીઠું અને હળદર વાટીને તે ભાગે લગાવવાથી તે ઝડપથી સારું થઈ જાય છે.
  • • ગરમ મીઠા વાળું પાણ શરીર નો થાક ઓછો કરે છે.
  • • સફરજન જેવા ફ્રુટ્સ , જે જલ્દી થી મુર્જાય જાય છે, એને તાજા રાખવા એક વાર મીઠાના પાણી માં ડૂબાડો, સરસજન એકદમ તાજા થઇ જશે.
  • • ટૂથબ્રશ ને કાયમી નવા જેવું રાખવા , નવા ટૂથબ્રશ ને થોડી વાર મીઠા ના પાણી માં પલાળો. આમ કરવાથી બ્રશ લાબું ચાલશે.
  • • કપડાં પર અજાણતા કોઈ ડાઘ લાગી ગયા હોય તો , એને ધોતા પેહલા મીઠા માં પાણી માં પલાળો. પછી જુઓ કેવા ફટાફટ ડાઘ દૂર થાય છે .
  • • ચા /કોફી પીવા ના કપ જેમનો રંગ ઉતારી ગયો છે અને સાવ ફિક્કા દેખાય છે, એમને મીઠા થી સાફ કરો એ ફરી ચમકવા માંડશે..
  • • ઘણા મિત્રો ને હાથ -પગ સુન્ન થઈ જવાની તકલીફ હોય છે. એવા માં ગરમ પાણી માં સિંધાલું મીઠું ઉમેરી , એમાં 15 મિનિટ માટે પગ પલાળો રાહત મળશે.
  • • વાસ્તુશાસ્ત્ર માં પણ મીઠા ને ખૂબ ઉપયોગી દર્શાવા માં આવ્યું છે.

કેટલું મીઠું ખવાય ??

Metabolic Syndrome
image source

સામાન્ય પુખ્ત વય ના માણસે 4 થી 5 ગ્રામ (1 નાની ચમચી ) જેટલું મીઠું રોજ ખાવું જોઈએ.

આશા છે આ માહિતી તમને પણ સામાન્ય જીવન માં ઉપયોગી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ