04.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૬-૨૦૨૦ ગુરુવાર આજનું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ

 • તિથિ – તેરસ સવારે ૦૬:૦૫, ચૌદશ રાત્રે ૨૭:૧૫ સુધી
 • વાર – ગુરૂવાર
 • મહિનો – જેઠ
 • પક્ષ- શુક્લ
 • નક્ષત્ર – વિશાખા
 • યોગ – શિવ
 • કરણ – તૈતુલ ૦૬:૦૫,
 • ગરજ ૧૬:૩૮
 • સૂર્યોદય – ૦૫:૫૭ સવારે
 • સૂર્યાસ્ત – ૧૭:૧૬ સાંજે
 • ચંદ્ર રાશિ – ૧૩: ૦૬ સુધી તુલા, ત્યારબાદ વૃશ્ચિક

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે આપે વિશેષ કાળજી લેવી.

સ્ત્રીવર્ગ :- બેનોએ પોતાનું કામકાજ વિશેષ ધ્યાન આપીને કરવું.

લગ્ન ઈચ્છુક :-આપે હમણાં થોભો અને રાહ જુઓ. પ્રેમી પાત્રો અને આજે મુલાકાત થાય તેવી સંભાવના નહિવત્ છે

નોકરિયાત વર્ગ :- આજે કાર્યબોજ વધારે રહેશે. ધંધાર્થીઓ પોતાનું કાર્ય સરળતાથી આગળ વધારી શકે આર્થિક ઉપાર્જન એકંદરે સારૂ મળે.

પારિવારિક વાતાવરણ :-ઉત્સાહ જનક રહી શકે છે.

નાની મુસાફરીનો યોગ રહેશે.

રંગ ગુલાબી અને અંક ૮ શુભ રહે છે.

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- આજે આપણે અભ્યાસમાં ગાફેલ ન રહેવું. સ્ત્રીવર્ગ :- બહેનોને બપોર પછી બહાર જવાનો યોગ બની શકે છે.

લગ્ન ઈચ્છુક:- પાત્રની વાત આગળ વધી શકે છે. પ્રેમી પાત્રો એ જોખમ લેવું નહીં.

નોકરિયાત વર્ગ :-પોતાનું કામકાજ સારી રીતે કરી શકે ધંધાર્થીને સવારમાં સારો લાભ થઈ શકે,આર્થિક લાભ મધ્યમ રહેશે.

મુસાફરી યોગ:-આપને મુસાફરીનો યોગ બની શકે છે. તબિયત સાચવવી.

પારિવારિક વાતાવરણ:- ઉષ્મા ભર્યો રહી શકે છે.

રંગ સફેદ અને અંક ૭ શુભ રહે છે.

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં માં સારું માર્ગદર્શન મળી શકે. સ્ત્રીવર્ગ :-બહેનોએ બાળકો પર વિશેષ ધ્યાન આપવું.

લગ્ન ઇચ્છુક :-વેવિશાળ નું વાતાવરણ સારું બની શકે છે. પ્રેમીપાત્ર ફરવા જઈ શકો છો.

નોકરિયાત વર્ગ :- ધંધાર્થીઓ, નોકરિયાતો પોતાના મગજ થી સારું એવું કામ કરી શકે છે. સામાજિક સંબંધો જાળવવા. આર્થિક ફાયદો સારો થાય એવા યોગ છે.

મુસાફરી:- કાર્યક્ષેત્ર અંગે થઈ શકે છે.

પારિવારિક વાતાવરણ :- સુમેળભર્યું રહે.

રંગ લાલ અને અંક ૮ શુભ રહે છે.

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે આ પોતાના અભ્યાસમાં સારું એવું માં લગાડીને ભણી શકો છો.

સ્ત્રીવર્ગ :- આજે આપ દાંપત્યજીવનમાં સંભાળીને ચાલવું

લગ્ન ઈચ્છુક:- લગ્ન અંગે આયોજન થઇ શકે છે પ્રેમીપાત્ર વચ્ચે ટક્કર થઇ શકે છે. નોકરિયાત વર્ગ:- પોતાનું કામ ઓછું થાય વેપારીને ઘરાકી ઓછી મળે. આર્થિક માં મિત્રો તરફથી સહાય મળે.

મુસાફરી યોગ:- આજે આપને મુસાફરીનો યોગ નહિવત છે. તબિયતનું ધ્યાન રાખવું

વાહન ચલાવતી વખતે સાચવવું. પારિવારિક વાતાવરણ :-એકંદરે સુમેળ ભર્યો રહી શકે છે.

રંગ પીળો અને અંક-૩ શુભ રહે છે.

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ :- આજે આપણે કઠિન મહેનત કરવી પડે. મિત્રોથી અંતર રાખવું.

સ્ત્રીવર્ગ :- દાંપત્યજીવનમાં સ્વમાન આગળ ના કરવું.

લગ્ન ઈચ્છુક :- આજે આપે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. પ્રેમી પાત્રો અને અન્યની દેખાદેખી ના કરવી.

નોકરિયાત વર્ગ:- બઢતી મળી શકે. ધંધાર્થીને વ્યવસાય મધ્યમ રહે. આર્થિક બચત રહેશે નહીં. મુસાફરીનો યોગ નહીંવત્ છે.

પારિવારિક વાતાવરણ :- થોડું નરમ રહી શકે છે.
રંગ કેસરી અંક-2 શુભ રહે છે.

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે આપને ગણિતમાં વિશેષ મહેનત કરવી પડે.

સ્ત્રીવર્ગ :- બહેનોએ સંબંધમાં સલુકાઇ રાખવી‌.

લગ્ન ઈચ્છુક :- આપે સમજીને આગળ વધવું. પ્રેમી પાત્રો એ એકબીજાનું સન્માન જાળવવું ઉતાવળું પગલું ન ભરવું.

નોકરિયાત વર્ગ :- કામકાજ વધારે રહે. વેપારીઓને હરીફની કારી ન ફાવે. આર્થિક આવક એકંદરે સારી રહે‌.

મુસાફરી યોગ:- બપોર પછી નાની મુસાફરી થઈ શકે છે. પારિવારિક વાતાવરણ :- એકંદરે સારું રહે રંગ વાદળી અને અંક ૭ શુભ રહે.

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે આપનો અભ્યાસ સારો રહી શકે.

સ્ત્રીવર્ગ :- એકંદરે ઉમંગ ભર્યુ વાતાવરણ મળે.

નોકરિયાત વર્ગ :- કામકાજ અંગે સારી પ્રતિષ્ઠા મળે. ધંધાર્થીને બપોર પછી ની આવક જાવક માં સારો ફાયદો રહે.

લગ્ન ઈચ્છુક :- લગ્ન ઈચ્છુક અને પ્રેમી પાત્રો આજે બપોર પછી એકબીજાના પરિવારની મુલાકાત સંભવ છે.

મુસાફરી યોગ :- આજે દેખાતો નથી.

પારિવારિક વાતાવરણ :- એકંદરે ઘણો જ સારું રહી શકે છે.

રંગ લાલ અને અંક ૩ શુભ રહે છે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આપે અધ્યાય અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું. ગુરુપૂજન કરવું.

સ્ત્રીવર્ગ :- દાંપત્યજીવનમાં સ્વમાન ન રાખવું.

લગ્ન ઈચ્છુક :- પાત્રોએ થોભીને આગળ વધવું. પ્રેમી પાત્રો એ સાથી મિત્રો થી સંભાળવું.

નોકરિયાત વર્ગ :- આજે વિશેષ કામનો બોજ રહી શકે છે. ધંધાર્થી વ્યક્તિઓને આવક કેટલી પણ હોય ઓછી પડશે.

મુસાફરી :- ખોટી વ્યર્થ જઈ શકે છે.

પારિવારિક વાતાવરણ :- ઉગ્ર રહી શકે છે.

રંગ ભૂરો અને અંક-2 શુભ રહે છે.

ધન રાશી

વિદ્યાર્થીવર્ગ :- આજે આપે અભ્યાસના વિશેષ કાળજી લેવી. સ્ત્રીવર્ગ :- બહેનોએ દાંપત્યજીવનમાં એકરાગીતા જાળવવી.

લગ્ન ઈચ્છુક :- આજે આપની વાત ગોઠવાઈ શકે છે. પ્રેમી પાત્રો ફરવા જઈ શકે છે.

નોકરિયાત વર્ગ :-કામકાજનો બધા વધારે રહેશે. ધંધાર્થી વર્ગને ફાયદો સારો મળી શકે છે. આર્થિક વ્યવહાર સચવાય રહેશે મુસાફરી યોગ :-સામાન્ય મુસાફરીનો યોગ છે. વાહન ચલાવતા સંભાળવું.

પારિવારિક વાતાવરણ :- થોડું મતાંતર ભર્યું રહી શકે છે.

રંગ ગુલાબી અને અંક 6 શુભ રહે.

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે અભ્યાસમાં સુગમતા રહે, પરંતુ વિશેષ ધ્યાન રાખવું.

સ્ત્રીવર્ગ :- ફરવા જવાનું આયોજન થાય.

લગ્ન ઈચ્છુક અને પ્રેમીઓ મોજશોખ અને ફરવાના સ્થળોએ જવાનું બને.

નોકરિયાત વર્ગ :- કાર્યબોજ રહે. ધંધાર્થીને મોજ શોખનો ધંધો હોય તો વિશેષ ફાયદો રહે .આવક મધ્યમસર રહેશે. કોઈની અનામત સાચવવા મળશે. મુસાફરીનો યોગ :- જણાતો નથી.

પારિવારિક વાતાવરણ :- એકંદરે સારૂ રહે.

શુભ રંગ પોપટી અને અંક ૮ શુભ રહે છે.

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે અભ્યાસમાં ગાફેલ રહેવું નહીં.

સ્ત્રીવર્ગ :-બહેનોએ અતિ સ્વમાન આગળ કરવું નહીં. વિખવાદ થઈ શકે છે.

લગ્ન ઇચ્છુક :- લગ્ન ઈચ્છુકઅને પ્રેમીપાત્ર સંભાળીને આગળ વધવું, કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.

નોકરિયાત વર્ગ :-જવાબદારીપૂર્વક નું કામ રહેશે.

ધંધાર્થીને એકંદરે ફાયદો રહેશે. મુસાફરી યોગ :-બપોર પછી મુસાફરીનો યોગ બને છે.

પારિવારિક વાતાવરણ :- સંતાન ના લીધે મતમતાંતરો ઉદભવી શકે છે. વાતાવરણ થોડું સારું રહે. રંગ લીલો અને અંક ૭ શુભ રહે.

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આપે અભ્યાસમાં સાવચેત રહેવું.

સ્ત્રીવર્ગ :- બહેનોએ સામાજિક કાર્યોમાં સંભાળવું.

લગ્ન ઈચ્છુક :- લગ્ન ઈચ્છુક વ્યક્તિઓએ રાહ જોવે. પ્રેમી પાત્રો ગેરસમજ ટાળવી.

નોકરિયાત વર્ગ :-કામકાજમાં અવ્યવસ્થા રહે. મન ઉચાટ ભર્યું રહે. ધંધાર્થીને લાભ સારો મળે‌. આવક સામે જાવક વધી જાય. સંતાનના અભ્યાસ અર્થે બપોર બાદ સફળ થઈ શકે છે.

પારિવારિક વાતાવરણ :- માં ઉગ્ર વાતાવરણ રહી શકે છે.

રંગ સફેદ અને અંક-1 શુભ રહે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ