આજે જાણો ડુંગળી અને લસણ ના ખાવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ…

પંડિત કે બ્રાહ્મણો લસણ-ડુંગળી નથી ખાતા, એ તો બધા જાણે છે. પરંતુ કેમ નથી ખાતા તે કારણ બહુ જ ઓછા લોકોને ખબર હશે. આ પાછળ અનેક માન્યતાઓ અને વાર્તાઓ છે, તો ચાલો જાણીએ તેના વિશે.

એક માન્યતા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે સમુદ્રથી અમૃનો કળશ નીકળ્યો હતો, ત્યારે વિષ્ણુ ભગવાન તમામ દેવતાઓને અમર કરવા માટે અમૃત વહેંચી રહ્યા હતા, તે દરમિયાન રાહુલ કેતુ નામના બે રાક્ષસ તેમની વચ્ચે આવીને બેસી ગયા. આવામાં ભૂલથી ભગવાને તેમને પણ અમૃત પીવડાવ્યું હતુ. પરંતું જેમ દેવતાઓને ખબર પડી તો વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી રાક્ષસોનું ધડ શરીરથી અલગ કરી દીધું.

માથાના અલગ થવાથી જ તેમના મોઢાના અંદર અમૃતના ટીપ્પા જતા રહ્યા હતા. આવામાં રાક્ષસોનું માથુ તો અમર થઈ ગયું, પંરતુ બાકી બધુ નષ્ટ થઈ ગયું હતું. જ્યારે વિષ્ણુ ભગવાને તેમના પર પ્ર હાર કર્યો હતો કેટલાક રક્તની બૂંદ નીચે પડી હતી, આ જ લોહીથી ડુંગળી અને લસણની ઉત્તપત્તિ થઈ હતી. જેને કારણે તેને ખાવાથી મોઢામાં ગંધ આવે છે.

રાક્ષસના લોહીમાંથી તેની ઉત્તપત્તિ થઈ છે, તેથી બ્રાહ્મણો લસણ-ડુંગળીનું સેવન નથી કરતા. કેમ કે તેમનું માનવુ છે કે, ડુંગળી અને લસણમાં રાક્ષસોનો વાસ છે.

આ તો થઈ ધાર્મિક માન્યતા, તો હવે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ, જેને કારણે બ્ર્રાહ્મણો લસણ-ડુંગળી ખાવામાં નથી માનતા.આયુર્વેદમાં ખાદ્યા પદાર્થોને ત્રણ શ્રેણીમાં ડિસ્ટ્રીબ્યુટ કરાઈ છે. સાત્વિક, રાજસિક અને તામસિક. માનસિક સ્થિતિઓના આધાર પર તેમને આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે.

સાત્વિક – શાંતિ, સંયમ, પવિત્રતા અને મનની શાંતિ જેવા ગુણ

રાજસિક – ઝૂનૂન અને ખુશી જેવા ગુણ

તામસિક – ક્રોધ, જૂનૂન, અહંકાર અને વિનાશ જેવા ગુણ

ડુંગળી અને લસણને અન્ય અલેએશસ (લશુની) પ્લાન્ટ્સને રાજસિક અને તામસિક રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેનો મતલબ એ છે કે, જૂનૂન અને અજ્ઞાનતામાં વૃદ્ધિ કરે છે. હિન્દુ ધર્મમાં હત્યા નિશેષ છે. જ્યારે જમીનની નીચે ઉગનારા ભોજનમા સમૂચિત સફાઈની જરૂર છે. જે સૂક્ષ્મજીવીઓના મોતનું કારણ બને છે. આ માન્યતા પણ ડુંગળી અને લસણને બ્રાહ્મણો માટે નિષેધ બનાવે છે, પંરતુ ત્યારે સીધો સવાલ બટાકા, મૂળી અને ગાજર પર પણ આવે છે.

કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે, માંસ ડુંગળી અને લસણનું વધુ માત્રામાં સેવન કરવું વ્યવહારમાં બદલાવનું કારણ બને છે. શાસ્ત્ર અનુસાર, લસણ, ડુંગળી અને મશરુમ બ્રાહમણો માટે નિશેષ છે. કેમકે સામા્ય રીતે તે અશુદ્ધતા વધારે છે અને અશુદ્ધ ખાદ્ય પદાર્થોની કેટેગરીમાં આવે છે.

સનાતન ધર્મના વેદ શસ્ત્રોના અનુસાર, લસણ અને ડુંગળી જેવી શાકભાજી પ્રકૃતિ પદત્ત ભાવનાઓમાં સૌથી નીચલી ભાવનાઓ જેમ કે, ઝૂનૂન, ઉત્તેજના અને અજ્ઞાનતાને પ્રોત્સાહન આપે છે. જેને કારણે અધ્યાત્મના માર્ગ પર ચાલનારામાં બાધા ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની ચેતના પ્રભાવિત થાય છે. આ જ કારણે તેનું સેવન ન કરવું જોઈએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક જાણવા જેવી માહિતી અને પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.