ઘરના ખૂણાંમાં ધૂળ ખાતી એક પેન્ટિંગ મળી આવી, જેમાંથી અંદાજિત રૂપિયા ૧૨૦૦ કરોડ ઉપજી શકે છે…

તમે કલ્પના કરો કે તમે તમારા ઘરની સાફસફાઈ કરી રહ્યાં છો અને તમારા ઘરના માળિયાં પરથી એકાદ એવી વસ્તુ મળી આવે જેની કિંમત તમને લાખો – કરોડોમાં મળે… એક મિનિટ હાથ પર ચૂટલી ભરીને સજાગ થઈ જાવ… આવો વિચાર આવતાં આપણે રોમાંચિત થઈ જઈએ છીએ. કોઈ નાની લોટરી મળવાના કે મોટું ઈનામ લાગવાના આપણે સૌ હંમેશાં સપના જોતાં હોઈએ છીએ ત્યાં એક ઘરમાં મળી આવી એવી પેન્ટિંગ જેના વિશે કહેવાય છે તે ૪૦૦ વર્ષ જૂની છે અને જો તેની હરાજી કરવામાં આવે તો તેની કિંમત ૧૨૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ આંકવાંમાં આવી છે.


આ સદીઓ પૂરાણી પેન્ટિંગ મળી આવી છે તેના વિશે વધુ માહિતી લઈએ. તે ઇટાલી લોકપ્રિય અને મહાન ચિત્રકાર મેરિસી ધ કારાવાજિઓએ વર્ષ ૧૬૦૭માં પેઇન્ટિંગ બનાવ્યું હતું, પરંતુ તેની બાબતામાં કહેવાય છે કે કેટલાક સમય પછી એવી ઘટના બની કે તેના ખોવાઈ ગયાના સમાચાર આવ્યા હતા. હવે આ પેઇન્ટિંગ મળી આવી છે અને જેને હરાજી માટે રાખવાની તૈયારીઓ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ પેઇન્ટિંગની હરાજીની કિંમત ૧૨૦૦ કરોડ રૂપિયામાં થઈ શકે છે.


આ ૪૦૦ વર્ષીય પેઇન્ટિંગનું નામ ‘જુડિથ અને હોલોફેન્સ’ છે. માઇકલ એન્જેલોની આ એક સુંદર ચિત્રરચનાઓમાંથીની એક છે. ૨૦૧૪માં વર્ષ ફ્રેન્ચ પેઇન્ટિંગ આર્ટ્સ નિષ્ણાત એરિક ટૂર્કિનને આ પેન્ટિંગ ટૂલો સ્થિત એક ઘરના ખૂણાંમાં ધૂળ ખાતી પડી રહેલ અવસ્થામાં મળી આવી હતી. વર્ષ ૨૦૧૬માં તેની સૌ પ્રથમ વખત ફ્રેન્ચ સરકારને આ પેઇન્ટિંગ વિશે જાણ થઈ હતી. ત્યારથી પેઇન્ટિંગને છુપાવવામાં આવી રહી છે. હવે આ પેઇન્ટિંગની હરાજી લંડનમાં આ વર્ષે ૭મી જૂને થશે તેવું સૂત્રોના આધારે જાણવા મળ્યું છે.


આ પેઇન્ટિંગને તેના પર પ્રાપ્ત બે અક્ષરો લખેલ તેના દ્વારા ઓળખી લેવામાં આવી હતી. આ પત્ર ઈટાલીના મનાતુઆના રાજા (મન્ટુઆના ડ્યુક) રાજાને સન ૧૬૧૯માં લખવામાં આવ્યો હતો. તેમાં પેઇન્ટિંગ વિશે સંપૂર્ણ માહિતી હતી. તે વિગતવાર પણ સમજાવી કાઢવામાં આવ્યું હતું કે તે ક્યાં બનાવવામાં આવ્યું હતું અને તે કોની નકલ છે.


પેઇન્ટિંગ કલાના નિષ્ણાતો માને છે કે આ પેઇન્ટિંગ વાસ્તવિક હોઈ શકે અને તે નકલી પણ હોઈ શકે છે. પરંતુ આ પેઇન્ટિંગના નકલી હોવાના કોઈ દેખીતા પુરાવા નથી. નિષ્ણાતો માને છે કે જો આ પેઇન્ટિંગ નકલી હોય તો સર્જક દ્વારા તેની પ્રશંસા કરવી જોઈએ કે તેણે તેને અસલ જેવું બનાવ્યું છે.
ચિત્રમાં ત્રણ ચહેરા છે જેમાંથી બે સ્ત્રીઓ અને એક પુરુષ છે. પુરુષની ગરદન લોહીથી ખરડાયેલ અને સ્ત્રીના હાથ પર ચાકૂ છે. કોઈ અકથ્ય વાર્તાની ઝલક નજરે પડતી હોય તેવી રહસ્યોથી ભરપૂર આ અદભૂત પેન્ટિંગ વિશે વધુ રિસર્ચ થશે અને તેના પરથી તેની હરાજીની કિંમત પણ નક્કી થઈ શકશે.