તમારો મોબાઈલ નંબર કેવીરીતે બદલી શકે છે તમારું નસીબ?

તમારો મોબાઈલ નંબર બદલી શકે છે તમારી કિસ્મત,બનાવી શકે છે તમને અમીર,જાણો કેવી રીતે !!!

અંકશાસ્ત્ર અનુસાર અંક આપણા જીવન અને કિસ્મત પર ખૂબ પ્રભાવ પાડે છે અને એટલે એ જરૂરી હોય છે કે તમે પોતાના જીવનમાં ફક્ત સાચો અંક જ પસંદ કરો.અંક જ્યોતિષ હેઠળ હરકોઈ વ્યક્તિને તેના માટે ક્યો અંક સારો છે તે જણાવવામાં આવે છે,જેથી તે વ્યકિત પોતાની ગાડી,બાઈક,ફોન નંબર વગેરે ચીજોને પંસદ કરી વખતે એ નક્કી કરી શકે કે તેમાં વધારે વાર તેનો લકી નંબર આવે.


અંક જ્યોતિષ મુજબ તમારી પાસે જે પણ ફોન નંબર હોય છે જો તેની અંદર અશુભ અંક આવે છે તો તે તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે.આજ રીતે સાચા અંકનો મોબાઈલ નંબર હોવાથી તમારી કિસ્મત એકદમથી બદલી શકે છે.આજ અમે તમને અમુક એવા જ અંક એટલે કે નંબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારા ફોન નંબરમાં વધારે વાર આવવું શુભ હોય છે.

અંકશાસ્ત્ર અનુસાર આ નંબર ફોનમાં હોવા તે હોય છે શુભ

૯ નંબર


અંકશાસ્ત્ર અનુસાર ફોન એટલે કે મોબાઈલ નંબરમાં વધારે વાર ૯ સંખ્યા આવવી ખૂબ શુભ હોય છે.વાત કંઈક એમ છે કે આ અંક ભાગ્યને ખોલી દે છે અને ધનવાન બનાવી દે છે.ફોન નંબર સિવાય જો તમે કોઈ ગાડી પણ લો છો તો તેની નંબર પ્લેટમાં ૯ નંબર હોઈ તે સુનિશ્ચિત કરી લો.આ નંબરને ભણવાવાળા લોકો,લેખક અને પત્રકારો માટે ખૂબ શુભ માનવામાં આવે છે.એટલે આ ક્ષેત્રથી જોડાયેલા લોકો તેમનો મોબાઈલ નંબર લેતા સમયે એ જોઈ કે કે તેમના મોબાઈલ નંબરમાં ૯ વધારે વાર આવે.

૩ અને ૪ અંક


જે લોકો ગાયકી,ચિત્રકારી,એક્ટિંગ અને કલાનાં ક્ષેત્રોથી જોડાયેલા હોય છે એ મના માટે ૩ અને ૪ અંકને ખૂબ શુભ માનવામાં આવે છે.આ બન્ને અંકોને જ્ઞાન અને રચનાથી જોડાયેલા માનવામાં આવે છે.જો તમારા ફોન નંબરમાં ૩ અને ૪ નંબર સૌથી વધારે આવે છે તો તમારે પોતાની કલામાં મહારત હાસલ થાય છે.એ ટલે તમે પોતાનો ફોન નંબર પંસદ કરતા તે જરૂર જોઈ લેવું કે તમારા ફોનમાં ૩ અને ૪ નંબર વધારે વાર આવે.

૬ અને ૭ અંક


૬ અને ૭ અંકને પણ ખૂબ લકી માનવામાં આવે છે અને જો તમારા ફોન નંબરમાં આ અંક વધારે વાર આવે છે તો તમને પોતાના દરેક કાર્યમાં સફળતા મળે છે.અંકશાસ્ત્ર અનુસાર ૬ અંક ફોન નંબરમાં વધારે હોવાથી લોકોને તેમના જીવનમાં ખૂબ પ્રેમ મળે છે.જ્યારે ૭ અંક ખૂબ તાકાતવર નંબર હોય છે અને મોબાઈલ નંબરમાં આ અંક વધારે હોવાથી તમારો દબદબો લોકો પર બન્યો રહે છે અને તમે ખૂબ પ્રભાવશાળી વ્યકિત બની શકો છો.

૨ અંક


રમત ગમત,પોલીસ અને સેનાનાં ક્ષેત્રથી સબંધ રાખવા વાળા લોકોને માટે ૨ નંબર ખૂબ શુભ માનવામાં આવે છે અને આ અંક તમારા મોબાઈલ નંબરમાં વધારે હોવા તમને સફળ બનાવે છે અને તમને ખૂબ તરક્કી કરી શકો છો.

આ અંક હોય છે અશુભ


મોબાઈલ નંબરમાં વધારે વાર ૮ આવવા અશુભ હોય છે.આ નંબરને બાધાઓથી જોડાયેલો માનવામાં આવે છે એ ટલે તમે જ્યારે પણ નવો નંબરો છો તો આ જરૂર જોઈ જુઓ કે આ અંક વધારે વાર તમારા ફોન નંબરમાં ન આવે.૮ અંકની જેમ જ પાંચ અંકને પણ શુભ નથી માનવામાં આવતો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ