રુદ્રાક્ષ – મારી ઊર્જા માટે એક સુરક્ષા કવચ બનાવી દે છે,જેનાથી બહારની ઉર્જાઓ તમને હેરાન નથી કરતી…

રુદ્રાક્ષ એ Eliocarpus ganitrus નામના વૃક્ષ નું બીજ છે અને અધ્યાત્મિક લોકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. સદગુરૂ પંચમુખી અને એકમુખી સહિતના વિવિધ પ્રકારના આવા બીજ અને તેમના લાભ વિશે જણાવે છે.


સદગુરૂ: રુદ્રાક્ષ મુખ્યત્વે હિમાલય પ્રદેશમાં પર્વતમાળાઓ પર ચોક્કસ ઊંચાઈએ ઉગતા ચોક્કસ પ્રકારના વૃક્ષનું બીજ છે. કમનસીબે , મોટાભાગના આવા વૃક્ષોનો ઉપયોગ રેલ્વે સ્લીપર્સ બનાવવા થતો હતો તેથી ભારતમાં આવા ઓછા વૃક્ષો બચ્યા છે. આજે આવા વૃક્ષો નેપાળ, બર્મા, થાઈલેન્ડ અથવા ઇન્ડોનેશિયામાં જોવા મળે છે.સાથે દક્ષીણ ભારતમાં પશ્ચિમઘાટના કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે. પણ શ્રેષ્ઠ ગુણોવાળા વૃક્ષો હિમાલયમાં ચોક્કસ ઉંચાઈએ થી મળી આવે છે કારણકે જમીન, વાતાવરણ અને બધુ જ તેને અસર કરે છે, આ બીજમાં અનોખી ગૂઢ શક્તિ હોય છે.

રુદ્રાક્ષ માળા


સામાન્ય રીતે આ બધાં બીજને સાથે પરોવીને એક માળા બનાવાય છે. પરંપરાગત રીતે , આવા બીજ ની સંખ્યા ૧૦૮ વત્તા એક રાખવામાં આવે છે. વધારાનો મણકો એ બિંદુ છે. માળામાં હંમેશા બિંદુ હોવું જ જોઈએ. નહીં તો ઉર્જા ચક્રિય બને છે ને જે લોકો સંવેદનશીલ હોય છે તેઓ અસ્થિર બને છે. કોઈપણ પુખ્તવયની વ્યક્તિ એ ૮૪ વત્તા એક મણકાથી ઓછા મણકાવાળી માળા ના પહેરવી જોઈએ. એના થી વધુ મણકા વળી માળા ચાલશે.
જ્યારે તમે મણકા પરોવતા હોવ તો તમને રેશમી કે સુતરાઉ દોરાથી પરોવો એ સારી બાબત છે.


જો તમેં દોરામાં પરોવીને પહેરતા હોવ તો દર ૬ મહીને દોરો બદલી નાખવો જોઈએ નહિ તો દોરો તૂટી જશે અને મણકા વિખેરાઈ જશે. જો તમે તાંબુ, ચાંદી કે સોનાનો ઉપયોગ કરવા માગતા હોવ તો તે પણ યોગ્ય છે. પણ મોટા ભાગે શું થાય છે કે તમે મણકાઓને સોની પાસે લઇ જાવ છો અને સોની સોનાના કે બીજા તારથી ખેંચીને ગાંઠ મારે છે ત્યારે મણકાની અંદર નો ભાગ તૂટી જાય છે. જ્યારે લોકો માળા બનાવીને મારી પાસે લાવે છે ત્યારે લગભગ ૩૦-૪૦ ટકા મણકા તૂટેલા હોય છે. આ મેં જોયું છે. માળા ઢીલી હોય તેની ખાતરી કરી લેવી જોઈએ . માળા ખેંચી ને બનાવવી ના જોઈએ કારણકે જો અંદરની બાજુ દબાણ થી તૂટી જાય તો તે સારી બાબત નથી.


આ માળા કાયમ પેહરી શકાય છે. સ્નાન કરતી વખતે પણ પહેરી શકાય છે. જો તમેં ઠંડા પાણી એ સ્નાન કરતા હોવ અને કોઈ કેમીકલ સાબુ વાપરતા ન હોવ તો પાણી તેના પર થી વહિ ને તમારા શરીર પર પડે એ સારી બાબત છે. પણ જો તમે કોઈ કેમીકલ સાબુ અને ગરમ પાણી વાપરતા હોવ તો તે બરડ થઇ જાય છે અને થોડા સમય પછી તે તૂટી જશે. તો આવા સમયે તેને પહેરવાનું ટાળવું જોઈએ.

રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા

જો કોઈ વ્યક્તિ સતત પ્રવાસમાં હોય અને વિવિધ સ્થળે ભોજન લેતી કે શયન કરતી હોય તો રુદ્રાક્ષ એ સારો આધાર છે કેમ કે તે તમારી ખુદની ઉર્જાનું કવચ બનાવે છે. તમે કદાચ નોધ્યું હશે કે જ્યારે તમે કોઈ નવા સ્થળે જાવ છો તો કેટલીકવાર તમે સહેલાઈથી ઊંઘી જાવ છો જ્યારે બીજા કેટલાક સ્થળોએ તમે થાકેલા હોવા છતાં ઊંઘી શકતા નથી કેમ કે તમારી આસપાસની સ્થિતિ તમારી ઉર્જા માટે ઉપકારક નથી હોતી જે તમને આરામ કરવા દેતી નથી. સાધુ અને સંન્યાસી માટે સ્થળ અને સ્થિતિ મુશ્કેલીરૂપ બની શકે છે કેમકે તેઓ સતત ફરતા હોય છે. તેઓ એક જ જગ્યાએ ફરી નહી આવવાના નિયમ પાળતા હોય છે. આજે લોકો તેમના વ્યવસાય કે વેપારને કારણે જુદા જુદા સ્થળો એ ખાય છે , પીવે છે તેથી રુદ્રાક્ષ ઉપકારક બની શકે છે.


બીજી બાબત, જંગલોમાં રહેતા સાધુ કે સંન્યાસી કોઈપણ ખાબોચિયામાંથી પાણી પી શકતા નથી કારણકે તે પાણી ઘણી વખત કેટલાક વાયુઓથી ઝેરી કે પ્રદૂષિત થયેલું હોય છે. જો તેઓ આ પાણી પીવે તો તે કદાચ તમને મારી નાખે અથવા પાંગળા બનાવી દે. જો રુદ્રાક્ષને પાણી ની ઉપર રાખવામાં આવે તો , જો પાણી સારું અને પીવાલાયક હશે તો રુદ્રાક્ષ ક્લોક્વાઈસ ફરશે અને જો પાણી દૂષિત હશે તો તે એન્ટી ક્લોક્વાઈસ ફરશે. ભોજન ની ગુણવત્તા ચકાસવા માટેનો પણ આ એક રસ્તો છે. જો તમે તેને સારા પદાર્થ પર રાખશો તો તે ક્લોક્વાઈસ દિશા માં ફરશે અને જો ખરાબ પદાર્થ પર રાખશો તો તે એન્ટી ક્લોક્વાઈસ દિશામાં ફરશે.

રુદ્રાક્ષ : નકારાત્મક ઉર્જા સામેનું કવચ

આ નકારાત્મક ઉર્જા સામેનું કવચ પણ છે. કેટલાક લોકો નકારાત્મક ઉર્જાનો ઉપયોગ બીજા લોકોને હાની પહોચાડવા કરે તે શક્ય છે. આમ તો તે એક વિજ્ઞાન પણ છે. અથર્વવેદમાં તમારા લાભ માટે ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરવો અને હાની કઈ રીતે પહોંચાડવી એનો ઉલ્લેખ છે. જો આ વિષય પર પ્રભુત્વ ધરાવનાર આનો ઉપયોગ કરે તો તે મોત સુધી લઇ જઈ શકે છે.


રુદ્રાક્ષ નકારાત્મક ઊર્જા સામે એક પ્રકારના કવચ જેવુ કામ કરે છે.તમને કોઈ હાની કરી શકશે નહિ એવું તમે વિચારી શકો.પણ એ જરૂરી નથી કે તમને જ ટાર્ગેટ કરાયા હોય. કોઈકે તમારી બાજુમાં જ બેઠેલા વ્યક્તિ ને ટાર્ગેટ કરી હોય પણ તે વ્યક્તિ ગ્રહણશીલ ના પણ હોય. તમે તેની બાજુ માં બેઠા છો એટલે તમને એ ઉર્જાની અસર થઇ શકે છે. જ્યારે બે વ્યક્તિ રસ્તા પર એકબીજા પર ગોળી ચલાવી રહ્યા હોય અને તેમનો ઈરાદો તમને શૂટ કરવાનો ન હોય છતાં તમને ગોળી વાગી જાય. આજ રીતે આવી બાબતો થઇ શકે છે. જો તમે ખોટી જગ્યાએ ખોટા સમયે હોવ તો ,ઈરાદો ના હોવા છતાં તમે તેના ભોગ બની શકો છો. આવી બાબતો માટે ડરવાની જરૂર નથી પણ માળા તેની સામે એક પ્રકાર નું રક્ષણ છે.

એક મુખી , પંચમુખી રુદ્રાક્ષ


કોઈ બીજ ને એક મુખ થી માંડી ને ૨૧ મુખ હોઈ શકે છે. તેમને જુદા જુદા હેતુ માટે વાપરવામાં આવે છે. તેથી દુકાનમાંથી કોઈ પણ રુદ્રાક્ષ ખરીદી ને પહેરી લો એ યોગ્ય નથી. ખોટા પ્રકાર નો મણકો પેહરવાથી કોઈના જીવન માં મુશ્કેલી આવી શકે છે. મોટાભાગના લોકો એક મુખી પહેરવા માંગતા હોય છે. કેમકે તે ખુબ શક્તિશાળી છે. તમારા ખુદના ઘણા ચેહરા હોય છે. જ્યારે તમારે ઘણા ચેહરા હોય અને તમેં એક મુખી પહેરો તો તમે આફતને બોલાવી રહ્યા છો.

લોકો કહે છે કે જો તમે એક મુખી પહેરશો તો બાર દિવસ ની અંદર તમે તમારા કુટુંબ ને છોડી દેશો. તમે તમારા કુટુંબ ને છોડો કે ના છોડો એ મહત્વ નું નથી પણ એ તમારી ઉર્જા ને એવી બનાવે છે કે તમે એકલા રહેવા ઈચ્છો છો. તે તમને બીજા લોકો સાથે રહેવા સક્ષમ બનાવતી નથી. જો તમારે બીજા પ્રકારના મણકા પહેરવા હોયતો જાણકાર પાસેથી લેવા, નહિ કે કોઈપણ દુકાનમાંથી.


પંચમુખી કલ્યાણ, આરોગ્ય અને મુક્તિ માટે છે . તે તમારા બ્લડપ્રેશરને નીચું લાવે છે. તમારી ચેતાઓને શાંત કરે છે અને તમારા ચેતાતંત્રમાં શાંતિ અને જાગરૂકતા લાવે છે. ૧૨ વર્ષથી નીચેના બાળકો ૬ મુખી મણકો ધારણ કરી શકે છે. તે તેમને શાંત અને ધ્યાનમગ્ન બનાવે છે. આ સિવાય તેઓ મોટા લોકો વચ્ચે પણ યોગ્ય પ્રકારનું આકર્ષણ ઉભું કરી શકશે.

ગૌરીશંકર નામક રુદ્રાક્ષ ida અને pingala વચ્ચે સમતોલન લાવે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે તે તેમને સમૃદ્ધિ અપાવશે. સમૃદ્ધિનો અર્થ માત્ર પૈસા જ નથી થતો. તે ઘણીબધી રીતે આવી શકે છે . તમારી પાસે કશું જ ના હોય છતાં તમે સમૃદ્ધ બની શકો છો. જો તમે જીવનમાં સંતુલિત વ્યક્તિ હોવ અને શાણપણ થી કાર્ય કરતા હોવ તો સમૃદ્ધિ આવશે. જ્યારે ઉર્જા સારી રીતે કાર્ય કરે છે ત્યારે આ બને છે. ગૌરી શંકર તમારા ida અને pingala ને સંતુલિત અને સક્રિય કરે છે.


જો તમે તમારા જીવનનેને શુદ્ધ બનાવવાનું નક્કી કર્યું હોય તો રુદ્રાક્ષ એ એક સારું સાધન અને સહાયક છે. જ્યારે કોઈ અધ્યાત્મિક માર્ગ પર ચાલી રહ્યું હોય ત્યારે તેની જાતને ઉન્નત બનાવવા માટે માર્ગ પર દરેક નાના સપોર્ટનો ઉપયોગ કરવા ઈચ્છે છે. અને આ ચોક્કસ પણે સારો સપોર્ટ છે. કોઈ ગુરુ જુદાજુદા લોકો માટે જુદી જુદી રીતે રુદ્રાક્ષ ને ઉર્જા સભર બનાવે છે. કૌટુંબિક પરિસ્થિતિમાં એને એક રીતે ઉર્જાસભર બનાવે છે. જો તમારે બ્રહ્મચારી અને સન્યાસી બનવું હોય તો તેને સંપૂર્ણ જુદી રીતે ઉર્જા સભર બનાવાયા છે.

ખરી રુદ્રાક્ષ માળા શોધવી


પરંપરાગત રીતે , માળા હંમેશા એવા લોકો દ્વારા કામમાં લેવામાં આવતી કે જેઓ તેમના જીવનને પવિત્ર ફરજ માનતા હોય. પેઢીઓથી તેઓ એ આજ કર્યું હતું. તેઓ આમાંથી જીવન નિર્વાહ પણ કર્યો. પણ મૂળભૂત રીતે રુદ્રાક્ષ તે લોકોને જ આપવામાં આવતી જે લોકો પોતાના જીવનને પવિત્ર ફરજ સમાન મને છે. પણ રુદ્રાક્ષની માંગણી વધતા તેનું વેપારીકરણ થયું. આજે ભારતમાં બદ્રાક્ષ તરીકે ઓળખાતું બીજું એક બીજ છે ,જે ઝેરી છે. આ બીજ ઉત્તરપ્રદેશ, બિહાર અને બીજા વિસ્તાર માં ઉગે છે. એક નજરે બંને બીજ એક સરખા જ લાગે છે. તમે તફાવત શોધી ના શકો. જો તમેં સંવેદનશીલ હોવ અને તેને હાથમાં ઉઠાવો તો તમને તફાવત જણાશે. આ બીજને શરીર પણ ધારણ ના કરવું જોઈએ. આવા બીજને ઘણા બધા સ્થળો એ પ્રમાણભૂત બીજ તરીકે વેચવામાં આવી રહયા છે. ત્તેથી વિશ્વાસપાત્ર સોર્સ પાસે થી મેળવો એ મહત્વનું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ