તક્ષશીલા અગ્નિકાંડમાં બાળકોના થયા હતા કરુણ મોત, તસવીરો જોઇને તમારી આંખમાં આવી જશે આસું

તક્ષશીલા અગ્નિકાન્ડની ગોઝારી ઘટનાને આજે થયું એક વર્ષ, નિર્દોષ 22 કુમળી જીંદગીઓનું આ દિવસે થયું હતું કરુણ મૃત્યુ

એક વર્ષ પહેલાંનો એ ગોજારો દિવસ હતો. જ્યારે સુરતના તક્ષશીલા આર્કેડમાં એક કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી અને તેમાં 16 બાળકો જીવતાં ભૂંજાઈ ગયા હતા જેમાંથી કેટલીક લાશો તો એવી હતી જેને પરિવારજનો ઓળખી પણ ન શકે. પરિવારજનો કાંડા ઘડિયાળ કે પછી બુટ્ટી પરથી પોતાના વાહલા સંતાનને ઓળખવા મજબૂર બન્યા હતા. તે દિવસે મિડિયામાં જ્યારે બાળકો પોતાને બચાવવા માટે ચોથા માળ પરથી નીચે કુદી રહ્યા હતા તે દ્રશ્ય કોઈ પણ પથ્થર હૃદયના માણસને પણ રડાવી મૂકે તેવું હતું.

image source

24 મે 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમર્શિયલ કોમ્પ્લેક્શમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગમાં 22 લોકોના મૃત્યુ થયા હતા. બપોરના 3.30 વાગે આર્કેડના ત્રીજા અને ચોથા માળે આગ લાગી હતી. આ કોચીંગ ક્લાસમાં અભ્યાસ કરતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ 14થી 17 વર્ષના હતા. કેટલાક આગના કારણે ગુંગળાઈને મૃત્યુ પામ્યા હતા તો કેટલાક ચોથા માળેથી જીવ બચાવવા નીચે કૂદવાના કારણે મૃત્યુ પામ્યા હતા.

image source

શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. ફાયર ઓફિશિયલના જણાવ્યા પ્રમણે આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈને ઉપરના માળે પહોંચી હતી. જેના કારણે વિદ્યાર્થીઓએ ઉપર ધાબા પર જવુ પડ્યું હતું જેના પર શેડ લગાવામાં આવ્યો હતો. અને ત્યાં આ બાળકો ફસાઈ ગયા હતા.

image source

કારણ કે તેઓ ન તો નીચે જઈ શકે તેમ હતા કે નતો ઉપર જઈ શકે તેમ હતા. માત્ર એક જ કલાકમાં આગ ઉગ્ર બની ગઈ હતી. બીજી બાજુ બિલ્ડિંગમાં કોઈપણ જાતના સેફ્ટી ઇક્વિપમેન્ટ પણ રાખવામાં નોહતા આવ્યા. માટે આગ બુજાવવી પણ શક્ય નહોતી.

image source

ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે 19 કર્મચારીઓ તેમજ બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ સેવામાં લાવવામાં આવ્યા હતા. અને આગ બુઝાવતા એક કલાક કરતાં પણ વધારે સમય લાગ્યો હતો. જો કે તે પહેલાં ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું હતું. બીજી બાજુ એવી પણ ફરિયાદ હતી કે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે પણ પુરતા સાધનો નોહતા.

image source

નહોતી તો તેમની પાસે લાંબી સીડી કે જે ચોથા માળે ફસાઈ ગયેલા બાળકો સુધી પહોંચી શકે. પ્રત્યક્ષ દર્શકોનું કહેવું હતું કે આગ લાગી તે વખતે કોમ્પ્લેક્સમાં 50 વિદ્યાર્થીઓ હાજર હતા. લગભગ ત્રીજા અને ચોથા માળેથી 10 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે કૂદકો માર્યો હતો. આ આગમાં ફાયર બ્રીગેડ પહોંચે તે પહેલાં સ્થઆનિક લોકોએ મદદ કરવાની શરૂ કરી દીધી હતી.

image source

રાજ્યના મુખ્યમંત્રીએ યોગ્ય તપાસના ઓર્ડર પણ આપ્યા હતા અને તેમણે મૃતકના ફેમિલિને 4-4 લાખની આર્થિક મદદની પણ જાહેરાત કરી હતી. જો કે ઘણા બધા બાળકોના માતાપિતાએ તે લેવાની ના કહી દીધી હતી અને યોગ્ય તપાસ પર ભાર મુક્યો હતો.

આ ઘટના બાદ મોટા શહેરોની કોમર્શિયલ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીને લઈને પ્રશ્નો ઉભા થયા હતા અને તાત્કાલિક ધોરણે જે પણ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ન હોય તેને બંધ કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ ઘણા બધા કોચિંગ ક્લાસને બંધ કરવામા આવ્યા હતા કે જેઓ ફાયર સેફ્ટિના નિયમોનું પાલન નહોતા કરતા. આ એક અત્યંત કરૂણ દિવસ હતો.

image source

તક્ષશિલાનો માલિક અને વરાછાની એક જાણીતી શાળાનો શિક્ષક હરસુખ વેકરિયા, તેમજ જિગ્નેશ પાઘડાળ ધરપકડના ભયથી ભાગી ગયા હતા. જેમની પાછળથી ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળ કરીને ધપકડ કરવામાં આવી હતી.

ગમે તેટલી કાનૂની પ્રક્રિયાઓ થાય, ગમે તેટલું આર્થિક વળતર સરકાર કે ટ્યુશન ક્લાસિસ તરફથી આપવામાં આવે આ બધું જ કંઈ મૃતકને પાછુ નથી લાવનાર. હાલ તો આપણે બસ તે કુમળી આત્માઓની શાંતિ માટે પ્રાર્થના જ કરી શકીએ અને તેઓ જ્યાં ક્યાંય હોય તેમના સુખની જ કામના કરી શકીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ