ડ્રગ્સ બાદ હવે ઇન્કમટેક્સ વિભાગની ઝપેટમાં બોલીવૂડ, તાપસી પન્નુ-અનુરાગ કશ્યપના શરૂ થયા ખરાબ દિવસો

ટેક્સ ચોરીનો આક્ષેપ થયો તાપસી પન્નુ અનુરાગ કશ્યપ પર, ઘરે આવકવેરાની ટીમ પહોંચી

આવકવેરા વિભાગે બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, અને બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ તથા મધુ મન્ટેના દરોડા પાડ્યા છે. મધુ મન્ટેનાની ટેલેન્ટ કંપની Kwaanની ઓફિસમાં પણ આવકવેરા વિભાગના અધિકારીઓ ગયા છે.

image source

એવું માનવમા આવે છે કે આવકવેરા વિભાગને શંકા છે કે આ બધાંજ લોકો ટેક્સ ચોરી કરી છે.

તમને જણાવી દઈએ કે તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ અવાર-નવાર ભાજપ વિરોધી સ્ટેટમેન્ટ આપતા રહે છે. ગ્રેટા થનબર્ગે જ્યારે ખેડૂત આંદોલન મુદ્દે વાત કરી હતી ત્યારે બોલિવૂડ સેલેબ્સે એક સાથે મળીને સરકારના પક્ષમાં સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરી હતી. એ દરમિયાન તાપસી પન્નુએ જ સરકાર વિરોધી વલણ અપનાવ્યું હતું અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે મુંબઈ તથા પુનામાં 22 જગ્યાએ દરોડા પાડ્યા છે.

વિકાસ બહલ, અનુરાગ કશ્યપ તથા મધુ મન્ટેનાના ઘરે ફેન્ટમ ફિલ્મ્સમાં ટેક્સ ચોરી થઈ હોવાને કારણે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે. આ ત્રણેય પ્રોડક્શન હાઉસના ફાઉન્ડર છે. તો અનુરાગ કશ્યપ તેનો માલિક છે.

મન્ટેનાની કંપનીમાં આવકવેરા વિભાગને કંઈક ગડબડ થઈ હોવાની આશંકા છે. હવે આવકવેરાની તપાસમાં મળેલા દસ્તાવેજો અને પુરાવાને આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

image source

અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મન્ટેના તથા વિકાસ બહલે ફેન્ટમ ફિલ્મ્સ કંપનીને 2010માં લૉન્ચ કરી હતી. 2018માં વિકાસ બહલ પર યૌન શોષણનો આરોપ મુકવામાં આવ્યો હતો અને એ પછી આ કંપની બંધ કરી દેવામાં આવી હતી. અને એ પછી આ કંપનીના ચારેય પાર્ટનર અલગ થઈ ગયા હતા..

તમને જણાવી દઈએ આ ચારેય પર આક્ષેપ છે કે તેમણે ફેન્ટમ ફિલ્મમાંથી થયેલી કમાણીની યોગ્ય માહિતી આવકવેરા વિભાગને આપી નથી અને કમાણી ઓછી બતાવી છે.

image source

વર્ષ 2013માં આવેલી રણવીર સિંહ અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ લૂંટેરા ફેન્ટમ ફિલ્મ્સ કંપનીની પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ ‘હંસી તો ફંસી’, ‘ક્વીન’, ‘અગલી’, ‘હંટર’, ‘મુંબઈ વેલવેટ’, ‘મસાન’, ‘શાનદાર’, ‘ઉડતા પંજાબ’, ‘રમન રાઘવ 2’, ‘રોંગ સાઈડ રાજુ’, ‘મુક્કેબાજ’, ‘સુપર 30’ તથા ‘ઘુમકેતુ’ જેવી ફિલ્મ આવી હતી. ‘સુપર 30’ 2019માં તથા ‘ઘુમકેતુ’ 2020માં રિલીઝ થઈ હતી.

આ પહેલા બૉલીવુડ એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ કરી હતી. મુંબઈ પોલીસે અનુરાગ કશ્યપની પૂછપરછ પણ કરી હતી. એ દરમિયાન અનુરાગે પોતાની પર મુકવામાં આવેલા આરોપને ખોટા ગણાવ્યા હતા.

image source

વાત કરીએ તાપસી પન્નુની ને તો તાપસી છેલ્લે 2020માં અનુભવ સિંહાની ફિલ્મ ‘થપ્પડ’માં જોવા મળી હતી. તાપસી પન્નુ ‘લૂપ લપેટા’, ‘રશ્મિ રોકેટ’, ‘હસીન દિલરૂબા’, ‘શાબાશ મિઠ્ઠુ’ જેવી ફિલ્મમાં જોવા મળશે.

હાલમાં જ ‘સ્કેમ 1992’ ફૅમ પ્રતીક ગાંધી સાથે તાપસી પન્નુ ‘વો લડકી હૈ કહાં’માં જોવા મળશે. તાપસી ફિલ્મ ‘દોબારા’માં પણ કામ કરી રહી છે. આટલું જ નહીં તાપસી તમિલ ફિલ્મ ‘જન ગણ મન’માં પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે તાપસી એક પછી એક ફિલ્મ સાઈન કરી રહી છે એટલે એને ફીમેલ અક્ષય કુમાર કહેવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!