મહાશિવરાત્રીના દિવસે વ્રત કરવાનું છે અનેરું મહત્વ, જો તમે આ સમયે કરશો પૂજા તો અનેક મનોકામનાઓ થઇ જશે પૂરી અને સાથે થશે ધનની વર્ષા

મહાશિવરાત્રી 11 માર્ચે છે. હિન્દૂ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિએ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રીના દિવસે ગ્રહોનો ખાસ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ ગણનાં અનુસાર મહાશિવરાત્રી પર શિવ યોગની સાથે ઘનિષ્ઠા નક્ષત્ર હશે અને ચંદ્ર મકર રાશિમાં વિરાજમાન રહેશે. મહાશિવરાત્રીમાં દિવસે શિવજીના ભક્ત વ્રત કરીને પોતાનાં આરાધ્ય દેવની પૂજા કરે છે. આ દિવસે વ્રત કરવાનું ખાસ મહત્વ છે.

મહાશિવરાત્રીના વ્રતથી મળે છે ઘણા લાભ.

image source

ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીનું વ્રત કરનાર વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રત પાપોમાંથી મુક્તિ અપાવે છે. વ્રત કરનાર વ્યક્તિની આત્મા શુદ્ધ થઈ જાય છે. જે અવિવાહિત જાતક છે અને પોતાનો મનગમતો વર મેળવવા માંગતા હોય તો મહાશિવરાત્રીનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તો જો કોઈ કન્યાના લગ્નમાં અડચણ આવી રહી હોય તો આ વ્રત જરૂર કરવુ જોઈએ. આ વ્રતના માધ્યમથી એમની સમસ્યા હલ થઈ જાય છે. આ વ્રત દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવે છે.

image source

મહાશિવરાત્રી વ્રત વિધિ.

  • સવારે જલ્દી ઉઠો અને નિત્યક્રમમાંથી નિવૃત થઈ જાવ.
  • એ લચી જે જગ્યાએ પૂજા કરો છો, એને સાફ કરી લો.
  • પછી મહાદેવને પંચામૃતથી સ્નાન કરાવો
  • એમને ત્રણ બીલીપત્ર, ભાંગ, ધતુરા, જાયફળ, ફળ, મીઠાઈ, મીઠું પાન, અત્તર અર્પણ કરો.
  • શિવજીને ચંદનનું તિલક કરો, પછી ખીરનો પ્રસાદ ધરાવો.
  • આખો દિવસ ભગવાન શિવનું ધ્યાન કરો. એમની સ્તુતિ કરો.
  • રાતના સમયે પ્રસાદ રૂપી ખીરનું સેવન કરીને પારણા કરો અને બીજાને પણ પ્રસાદ આપો.
image source

મહાશિવરાત્રીના શુભ મુહૂર્ત.

  • મહાશિવરાત્રી તિથિ- 11 માર્ચ 2021, ગુરુવાર.
  • નિશિતા કાળનો સમય – 11 માર્ચ રાત્રે 12 વાગ્યાને 6 મિનિટથી 12 વાગ્યાને 55 મિનિટ સુધી.
  • પહેલો પ્રહર- 11 માર્ચ, સાંજે 6 વાગ્યાથી 27 મિનિટથી 9 વાગ્યાને 29 મિનિટ સુધી.
  • બીજો પ્રહર – 11 માર્ચ રાત્રે 9 વાગ્યાને 29 મિનિટથી 12 વાગ્યાને 31 મિનિટ સુધી.
  • ત્રીજો પ્રહર- 11 માર્ચ રાત્રે 12 વાગ્યાને 31 મિનિટથી 3 વાગ્યાને 32 મિનિટ સુધી.
  • ચોથો પ્રહર- 12 માર્ચ સવારે 3 વાગ્યાને 32 મિનિટથી સવારે 6 વાગ્યાને 32 મિનિટ સુધી.
  • શિવરાત્રી પારણા સમય- 12 માર્ચ સવારે 6 વાગ્યાને 34 મિનિટથી સાંજે 3 વાગ્યાને 2 મિનિટ સુધી.

પૂજાનો સમય.

image source

મહાશિવરાત્રીના દિવસે શુભ કાળ દરમિયાન જ મહાદેવ અને પાર્વતીની પૂજા કરવી જોઈએ તો જ એનું ફળ મળે છે. મહાશિવરાત્રી પર રાત્રે ચાર વાર શિવ પૂજનની પરંપરા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ