પવનહંસ સ્મશાનઘાટમાં સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, પરિવાર પર તૂટી પડ્યુ દુખ

થોડા સમય પછી શરુ થશે સુશાંત સિંહના અંતિમ સસ્કાર, અનેક એક્ટર વિલે પાર્લે સ્મશાન પહોચ્યા હતા

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહની અંતિમ સંસ્કાર વિધિ આજે મુંબઈમાં થશે. પિતા કેકે સિંહ અને અન્ય સબંધી આજે જ પટનાથી મુંબઈ આવી પહોચ્યા હતા. મુંબઈ પોલીસના નિર્દેશ અનુસાર અંતિમ સંસ્કારમાં પરિવારના આઠ લોકો સામેલ થશે. જો કે સુશાંતના પિતા ઉપરાંત બહેન તથા અન્ય નિકટના સંબંધીઓ પણ સ્મશાનમાં હાજર રહેશે. સુશાંતની ડેડબોડી એમ્બ્યુલન્સ દ્વારા કૂપર હોસ્પિટલથી વિલે પાર્લે સ્થિત પવનહંસ સ્મશાનઘાટ તરફ આવવા રવાના થઈ ચુકી છે. જો કે મુંબઈમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે.

image source

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી

આપને જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ગળે ફાંસી લગાવી હોવાની જ વાત સામે આવી છે. નીરજે આ અંગે કહ્યું હતું કે પરિવાર પટનામાં સુશાંતના અંતિમ સંસ્કાર કરવા માગતું હતું, પણ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને પરવાનગી આપી શકાઈ નથી. આ કારણે આજે સાંજે વિલે પાર્લેમાં પવન હંસ સ્મશાનમાં જ એમની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. સુશાંતે રવિવારે સવારે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જો કે કોઈ જ સુસાઈડ નોટ મળી ન હોવાથી અનેક પ્રશ્નો હતા, પણ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પણ ફાંસી લગાવી હોવાનું જ સામે આવ્યું છે.

image source

આ ઘટનાની લાઈવ અપડેટ

 • • શ્રદ્ધા કપૂર, ક્રિતિ સેનન, અભિષેક કપૂર, વરુણ શર્મા, મુકેશ છાબરા વગેરે સ્મશાનઘાટ પર પહોચ્યા હતા.
 • • પરિવારના સભ્યો પણ સ્મસાન પહોચી ગયા છે.
 • • સુશાંતનો પરિવાર બંદ્રા સ્થિતિ ઘરેથી સ્મસાન જવા રવાના થયા
 • • અંતિમ સંસ્કાર વિધિ પછી મીડિયા સાથે વાતચીતનો કાર્યક્રમ.
 • • થોડીવાર પછી બોડી પરિવારને અપાશે. જીજાજી ઓપી સિહે પેપર સાઈન કર્યા.
 • • બાંદ્રા અથવા વિલે પાર્લે, અંતિમ સંસ્કાર અંગે નિર્ણય પરિવાર લઇ શકશે.
 • • સુશાંતનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો.
 • • શરીરમાં કોઈ કેમિકલ કે ઝેર મળ્યું નથી, અન્ય કોઈ નિશાન મળ્યા નથી. કપડાના ઉપયોગથી ગાળામાં ફાંસી લગાવીને લટકવાના કારણે થયું નિધન
 • • છેલ્લે સુશાંતે એકટર મહેશ શેટ્ટી અને રિયા ચક્રવર્તીને ફોન કર્યા હતા.
 • • પોલીસે આ બંનેની પૂછપરછ કરી હતી
 • • શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ, ત્રણ ડોકટરે કર્યું પોસ્ટમોર્ટમ
 • • સુશાંતના ઘરે ફોરેન્સિક ટીમના ત્રણ અધિકારી સાથે પોલીસ તપાસ
 • • તે ડીપ્રેશનમાં હતો અને અઠવાડીયાથી તબિયત સારી ન હતી : સુશાંતની બહેને જણાવ્યું
image source

ડિરેક્ટર શેખર કપૂરની ટ્વીટથી ખળભળાટ

ડિરેક્ટર શેખર કપૂરે પોતાની ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘મને ખબર હતી કે તું કયા દુઃખમાંથી પસાર થઇ રહ્યો છે. હું એ લોકો વિશે પણ જાણું છું, જેમણે આટલી હદે તને નિરાશ કર્યો કે તું મારા ખભા પર માથું મુકીને રડતો હતો. કાશ, છેલ્લાં છ મહિના હું તારી આસપાસ રહ્યો હોત. કાશ… તુ મારી સાથ વાત કરી શકત. તારી સાથે જે થયું છે એ તારું નહિ એમના કર્મોનું ફળ છે.’

image source

લોકડાઉનના કારણે તણાવ વધ્યો

પોલીસને સુશાંતના રૂમમાંથી એક ફાઈલ મળી આવી હતી. આ ફાઈલ પરથી ખયાલ આવી શકે છે કે તે પાછળના છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને એની સારવાર લઇ રહ્યો હતો. જો કે લૉકડાઉનને કારણે તે ડોક્ટર પાસે જઈ શક્યો નહીં. સુશાંતના મામાએ આ અંગે ન્યાયિક તપાસની માગણી પણ કરી છે. અને જનઅધિકારી પાર્ટીના નેતા તેમજ પૂર્વ સાંસદ પપ્પુ યાદવે તો CBI તપાસની માંગ કરી છે.

image source

રાત્રે એક વાગે મિત્ર અને સવારે બહેનને ફોન કર્યો

સુત્રોના આધારે, સુશાંતે શનિવારે રાત્રે 12.45 વાગે પોતાના મિત્રને ફોન જોડ્યો હતો. જોકે, તેમણે એ ફોન રિસીવ કર્યો ન હતો. રવિવારે સવારે સુશાંત ઉઠયો અને નવ વાગે જ્યૂસ પીધો હતો. ત્યારબાદ તેમણે મુંબઈમાં જ રહેતી એમની બહેનને ફોન જોડ્યો હતો. પછી બેડરૂમમાં જતો રહ્યો જો કે બપોરે 12.30 વાગે કુકે લંચ માટે અનેકવાર દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ન ખુલતા મોબાઈલ પર ફોન જોડયો તેમ છતાં કોઈ જવાબ ન મળતા એણે સુશાંતની બહેનને ફોન જોડ્યો હતો. એમની બહેન જ્યારે ઘરે આવી ત્યારબાદ ચાવીવાળાની મદદ લઇ દરવાજો ખોલાવ્યો હતો. દરવાજો ખુલતા જ રૂમમાં સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગેની માહિતી પોલીસને બે વાગ્યે આપવામાં આવી હતી.

image source

મૃતદેહના ફોટા શૅર કરનાર પર કાનૂની કાર્યવાહી

સોશિયલ મીડિયામાં સુશાંતની ડેડબૉડીની તસવીરો વાઈરલ થઈ હતી. જો કે આ બાબતે મહારાષ્ટ્ર પોલીસના સાઈબર સેલે એક ચેતવણી જાહેર કરી હતી કે સુશાંતની ડેડબૉડીની તસવીરો શૅર કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા

image source

સુશાંતના કઝિન ભાઈ નીરજે જણાવ્યું હતું કે સુશાંતના લગ્ન નવેમ્બર-ડીસેમ્બરમાં થવાના હતા. જો કે ફિલ્મ ના મળવી એ એમની આત્મહત્યાનું કારણ જરાય હોઈ શકે નહીં. કારણ કે સુશાંત કોઈ પણ પ્રકારે નાણાકીય ભીંસમાં ન હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ