સુશાંતની આત્મહત્યા પર મામાાએ કર્યો આવો આક્ષેપ, જાણી લો તમે પણ..

સુશાંત સિંહ રાજપૂતના મામાએ કર્યો દાવો – ‘તે આત્મહત્યા ન કરી શકે. આ એક હત્યા છે.’

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કથિત રીતે મુંબઈના બાંન્દ્રા વિસ્તારમાં આવેલા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી છે. લોકડાઉન દરમિયાન સુશાંત એકલો જ રહેતો હતો.

image source

તેની આત્મહત્યાનું કારણ જો કે હજુ સુધી જાણવા નથી મળ્યું. એવું કહેવાય છે કે સુશાંતની તબિયત છેલ્લા કેટલાક દિવસથી બરાબર નહોતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સુશાંતનું શવ તેના બાંદ્રા સ્થિત ઘરના પંખા સાથે લટકતું મળ્યું હતું.

image source

મળેલા અહેવાલ પ્રમાણે સુશાંત સિંહ રાજપૂત લગભગ છ મહિનાથી જ બાન્દ્રાવાળા ઘરમાં રહેવા આવ્યો હતો. તેના ઘરનું એક મહિનાનું ભાડું 4.5 લાખ રૂપિયા હતું. તે આ ઘરમાં એક રસોયા અને બે નોકર સાથે રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે સુશાંતના ઘરે પહોંચી ગઈ હતી.

image source

પોલીસના જણાવ્યા પ્રમાણે સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઓરડામાં લીલા રંગના કપડાથી ફંદો બનાવીને તેને પંખા સાથે બાંધીને આત્મહત્યા કરી હતી.

સુશાંતની આત્મહત્યાના સમયે હાજર હાઉસહેલ્પ તેમજ તેના મિત્રો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના બાન્દ્રા સ્થિત ઘર ખાતે તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપુતના મામાએ આત્મહત્યાની વાતને રદિઓ આપતા દાવો કર્યો છે કે સુશાંતની હત્યા થઈ છે. તેમણે કડક તપાસની માંગ કરી છે. તો વળી તેના પિતા દીકરાની આત્મહત્યાના સમાચાર સાંભળીને જ બેભાન થઈ ગયા હતા.

image source

બીજી બાજુ પોલીસને તેના ઘરેથી કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ નથી મળી. પણ તે ડીપ્રેશનમાં હતો તેની સાબિતી આપતી મેડિકલની ફાઈલ તેમજ દવાઓ મળી છે, જે તે છેલ્લા છ મહિનાથી લઈ રહ્યો હતો.

સુશાંત સિંહના મામાએ આગળ જણાવ્યું કે સુશાંત એક દિલેર વ્યક્તી હતો, તે આત્મહત્યા કરી જ ન શકે, માટે જ આ મમલાની કડક તપાસ થવી જોઈએ. સુશાંતનું શવ કપૂર હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું જ્યાં તેનું પેસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જોકે મળેલી માહિતી પ્રમાણે સુશાંતના દસ્તાવેજમાં નામ અલગ હોવાના કારણે પોસ્ટમોર્ટમ પ્રક્રિયામાં પણ મોડું થયું હતું.

image source

સુશાંત બિહારનો રહેવાસી હતો. સુશાંતના મૃત્યુના સમાચારથી આખાએ બોલીવૂડ તેમજ તેના ફેન્સમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. હજુ પણ લોકોને આ સમાચાર પર વિશ્વાસ નથી થતો. તેના મૃત્યુ પર દિગ્ગજ અભિનેતાઓ, નેતાઓ તેમજ ફેન્સે સોશિયલ મિડયાના માધ્યમથી સુશાંતને શ્રદ્ધાંજલી આપી હતી.

image source

હજારો લોકોના વ્હોટ્સએપ સ્ટેટસ પર ગઈ કાલે સુશાંતને શ્રદ્ધાંજલી આપતી તસ્વીરો મુકવામા આવી હતી. આ વર્ષ બોલીવૂડ માટે ખરેખર અત્યંત આઘાતજનક સાબિત થઈ રહ્યું છે. એક પછી એક નામી કલાકારો દુનિયામાંથી વિદાઈ લઈ રહ્યા છે પણ સુશાંતના આત્મહત્યાના પગલાએ આખાએ દેશને અને બોલીવૂડને હચમચાવી મુક્યું છે.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ