મુંબઈની ક્લબમાં રેડ, ક્રિકેટર સુરેશ રૈના સહિત 34 પર કેસ, જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં

ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, સિંગર ગુરુ રંધાવા આને સુઝેન ખાન સહિત કેટલાએ સેલેબ્સ કર્ફ્યુમાં કરી રહ્યા હતા પાર્ટી – મુંબઈ પોલીસે રેડ પાડી કરી ધરપકડ

કોરોનાને લઈને નવા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે, નાઇટ કર્ફ્યુ હોવા છતા મુંબઈના એક પોશ ક્લબમાં ક્રિકેટર સુરેશ રૈના, સિંગર ગુરુ રંધાવા, રેપર બાદશાહ અને એક્ટ્ર્સ સુજેન ખાન પાર્ટી કરી રહ્યા હતા. મુંબઈ પોલીસને સૂચના મળી ત્યાર બાદ ક્લબ પર છાપો મારવામાં આવ્યો હતો, ત્યારે રૈના અને રંધાવા હાથમા આવી ગયા હતા પણ બાકીના સિતારાઓ ભાગી ગયા હતા. રિપોર્ટ્સ પ્રમાણે આ પાર્ટીમાં લગભગ 34 લોકો હતા, જેમાં કેટલાક મુંબઈ બહારથી પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા. પોલીસે બધા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રૈના અને રંધાવાને પછીથી પોલીસે નોટિસ આપીને છોડી દીધા હતા.

image source

જાણકારી મળ્યા પ્રમાણે પાર્ટી મુંબઈ એરપેર્ટ નજીક આવેલી હોટેલ મેરિયેટની ડ્રેગન ફ્લાઇ ક્લબમા ચાલી રહી હતી. તે માયાનગરીમાની પોશ ક્લબોમાંની એક ક્લબ છે. જાણકારી મળ્યા પ્રમાણે નાઇટ કર્ફ્યુ બાદ પણ આ ક્લબમાં ખૂબ હાઇ પ્રોફાઇલ પાર્ટી ચાલી રહી હતી. તેમાં સુરેશ રૈનાની સાથે સાથે બોલીવૂડના ટોપ ચહેરાઓ પણ હાજર હતા, જો કે બધાના નામ હજુ સુધી બહાર આવ્યા નથી. હિરાસતમાં લેવામાં આવેલા 34માંથી 7 હોટેલ સ્ટાફના લોકોનો પણ સમાવેશ થાય છે.

રિપોર્ટ્સ પ્રમાણે ગુરુ રંધાવા, બાદશાહ, એક્ટ્રેસ સુજૈન ખાન પણ પાર્ટિમા હાજર હતા. સુચના મળ્યા બાદ મોડી રાત્રે પોલીસે ક્લબ પર પહોંચીને રેડ પાડી હતી. મુંબઈ પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે રૈના સિવાય બાકીના સિતારાઓ ક્લબના પાછળના દરવાજેથી ભાગી ગયા હતા. મુંબઈ પેલીસે બધા પર કલમ 188 અને મહામારી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.

આ કારણે સમાચારમા રહ્યા રૈના

image source

સુરેશ રૈના આ વર્ષે કેટલાએ કારણોસર ચર્ચામા રહ્યા છે. પહેલા તો તેમણે 15મી ઓગસ્ટે પૂર્વ કેપ્ટન એમ એસ ધોની સાથે જ ઇટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ ઇન્ડિયન પ્રિમિયર લીગના 2020ના સત્ર માટે તેઓ દુબઈ ગયા, પણ ટૂર્નામેન્ટ પહેલાં જ તેઓ સ્વદેશ પાછા આવી ગયા. ત્યાર પછી તેમના અને ફ્રેન્ચાઇઝી ચેન્નૈ સુપર કિંગ્સ વચ્ચે વિવાદ પણ સામે આવ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે સુરેશ રૈનાએ છેલ્લીવાર ભારતીય ટીમની જર્સી 17 જુલાઈ, 2018માં પહેરી હતી. કેરિયરની વાત કરીએ તો તેમણે 18 ટેસ્ટ, 226 વન-ડે અને 78 ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યું છે.

image source

તમને જણાવી દઈએ કે મુંબઈની આ પોશ ક્લબમાં વહેલી સવારે સાડા ત્રણ વાગે છાપો મારવામા આવ્યો હતો. તે વખતે ક્લબમાં 34 લોકો હાજર હતા. જેમાંના કેટલાક પાછલા દરવાજેથી ભાગી ગયા હતા. હાલ કોરોનાની જે મહામારી ચાલી રહી છે તેવામાં અને તેના કારણે સાવચેતી રૂપે જે કર્ફ્યુ લગાવવામા આવ્યો છે તેનો જો આ રીતે ભંગ થાય તો તે ખરેખર જાહેર જનતા માટે પણ યોગ્ય ઉદાહણ નથી. આવું કંઈ કરતા પહેલાં આવા સેલેબ્રીટીઝે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ