‘અતરંગી રે’ના સેટ પરનો અક્ષયનો લુક ચર્ચામાં, સારા અલી ખાને શેર કરી પોસ્ટ, જુઓ લિક થયેલા વીડિયો

જો 5 ડિસેમ્બરની વાત કરીએ તો અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ સ્ટારર ફિલ્મ ‘અતરંગી રે’ના અમુક વીડિયો સામે આવ્યા હતા. આજકાલ આ ફિલ્મનું શુટિંગ ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ ત્યારે ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં ચાલી રહ્યું હતું. ત્યારે ફિલ્મના સેટ પરથી શૂટિંગના વિડીયો લીક થયાં હતા અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર એક્ટર અક્ષય કુમાર હાલ આગ્રામાં કો-સ્ટાર સારા અલી ખાન સાથે અપકમિંગ ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મનો અમુક ભાગ આગ્રાના તાજ મહેલમાં પણ શૂટ થયો છે.

image source

વિગતે વાત કરવામાં આવે તો સારાએ તાજ મહેલના શૂટ દરમ્યાન અક્ષયના લુકનો એક ફોટો સોમવારે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટોમાં અક્ષય શાહજહાંના લુકમાં અને હાથમાં ગુલાબ લઈને સવારી પર બેઠેલો દેખાયો છે. જો વાત કરીએ કેપ્શનની તો સારાએ ફોટો શેર કરી લખ્યું, કારણ કે આનાથી વધુ અતરંગી થઇ શકાય નહીં. આ શાહજહાં નથી, અક્ષય કુમાર છે. સારા સિવાય અક્ષયે પણ ખુદનો સેટ પરનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય તાજ મહેલ સામે શાહજહાંના લુકમાં હાથમાં ગુલાબ લઈને ડાન્સ કરતા દેખાઈ રહ્યો છે. અક્ષય કુમાર અને સારા અલી ખાનની ફિલ્મ અતરંગી રેનું શૂટિંગ શરૂ થઈ ગયું એની નિશાની અક્ષય કુમારે પણ આપી છે.

image source

અક્ષય આ ફિલ્મમાં એક મનોરંજક પાત્ર ભજવવા જઇ રહ્યો છે અને તેની ઝલક શરૂ થઈ ગઈ છે. હાલમાં અક્ષયે ફિલ્મના સેટનો એક ખૂબ જ સુંદર વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં તે મુઘલ યુગના ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં અક્ષયે ગુલાબનું ફૂલ પણ હાથમાં પકડ્યું છે, મુગલ લુકની સંપૂર્ણ નકલ કરી છે. આ સિવાય તાજમહલને સામે તે ડાન્સ કરી રહ્યો છે. અક્ષયના આ લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે અને તેની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું- વાહ તાજ.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ વીડિયો જોતાં એવું લાગે છે કે તે રોમેન્ટિક નંબર માટે શૂટિંગ કરી રહ્યો છે, જેને એ.આર. રહેમાને કમ્પોઝ કર્યું છે. અક્ષયના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. અક્ષય રવિવાર રાત્રે આગ્રા પહોંચ્યો જ્યારે સારા અલી ખાન સાંજે આગ્રા આવી ગઈ હતી. અક્ષય-સારા સિવાય ફિલ્મની કાસ્ટમાં સામેલ ધનુષ અને નસીરુદ્દીન શાહ પણ આગ્રા પહોંચ્યા છે. પ્રાપ્ય માહિતી અનુસાર ફિલ્મમાં સારા ડબલ રોલમાં છે. તે એકસાથે અક્ષય અને ધનુષ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મનો ઘણો અંશ તમિલનાડુમાં શૂટ થઇ ગયો છે. આગ્રામાં ફિલ્મનું શૂટિંગ તાજમહેલ, મેહતાબ બાગ, આગ્રા ફોર્ટ સિકંદર, ફતેહપુર સીકરી, સેન્ટ જોન્સ કોલેજ, સ્ટ્રેચી બ્રિજ, જૂનું આગ્રા સહીત ચંબલના બીહડોમાં પણ થશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

જો ફિલ્મ વિશે વધારે વાત કરવામાં આવે તો ‘અતરંગી રે’ આનંદ એલ રાય ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મનું મ્યુઝિક એ આર રહેમાન આપી રહ્યા છે. ફિલ્મને હિમાંશુ શર્માએ લખી છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ 2020માં શરૂ થયું હતું પણ લોકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું. ત્યારબાદ ઓક્ટોબરમાં ફરીવાર શૂટિંગ શરૂ થયું હતું. ત્યારે હવે આ ફિલ્મ ભારે ચર્ચામાં આવી છે અને અવાર નવાર કોઈને કોઈ ફોટો વીડિયો વાયરલ થતાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ