સુરતના આ ડોકટર તલાલાના જંગલમાં દેવદૂત બન્યા, વૃદ્ધાનું બંધ હૃદય 12 મિનિટમાં ધબકતું કર્યું, ચાલુ બાઇકે એટેક આવતાં વૃદ્ધા પટકાયાં હતા નીચે

ઘણી વખત નવા નવા નુસખા કામ લાગતા હોય છે અને આપણે ન ધારેલા કામ સેકન્ડમાં થઈ જતા હોય છે. ત્યારે એક બાજુ એવી પણ ઘટના સામે આવતી હોય છે કે જે જોઈને આપણે એમ થાય કે ખરેખર માણસનું મોત લખેલું હોય તો ગમે ત્યારે આવી જાય અને ન લખેલું હોય તો ન જ આવે. ત્યારે હવે સુરતની એક ઘટના સામે આવી છે કે જેની દરેક જગ્યાએ ચર્ચા કરવામાં આવી રહી છે, તો આવો જાણીએ વિગતે કે આ ઘટના શું છે. સુરતના ડો.રાજેશ પ્રજાપતિ પોતાનાં માતા-પિતા સાથે સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સાસણગીર અને તલાલા વચ્ચે તેમની નજર બાઈક પર પસાર થઈ રહેલાં વૃદ્ધ દંપતી પર પડી હતી. દંપતી પૈકી પત્નીને ચક્કર આવી રહ્યાં અને તેઓ પરસેવે રેબઝેબ થઈ બાઈક નીચે પટકાયાં હતાં.

image source

બન્યું એવું કે વૃદ્ધઆ પડતાં વેંત જ બેભાન થયાં હતાં અને તેમનું હૃદય સંપૂર્ણ બંધ થઈ ગયું હતું. તેમણે એક પળનો વિલંબ કર્યા વિના પોતાની ગાડી અટકાવી વૃદ્ધ મહિલા પાસે દોડી ગયા હતા અને પોતે તબીબ હોવાની ઓળખ આપી સારવાર શરૂ કરી હતી. વૃદ્ધ મહિલાને જંગલના રસ્તા પર નીચે સુવાડી દઈ સીઆરઆર (કાર્ડિયો પલ્મેનરી રેસ્યૂકેશન) આપવાનું ચાલુ કર્યું હતું, જેમાં તબીબે બંને હાથો વડે કાર્ડિયાક મસાજ આપી પોતાનો રૂમાલ વૃદ્ધાના મોઢા પર મૂકી શ્વાસોશ્વાસ આપ્યા હતા અને લગભગ 10થી 12 મિનિટના સીઆરઆર પછી વૃદ્ધાનું હૃદય ચાલુ થઈ ગયું હતું.

image source

આવા સરસ કામ વિશે તેમણે જણાવ્યું હતું કે કોઈપણ દર્દીને અચાનક હાર્ટ-અટેક આવે ત્યારે મસાજ અને શ્વાસોશ્વાસ આપવા એ બેઝિક લાઈફ સપોર્ટ પ્રક્રિયા કહેવાય છે. કોઈપણ પ્રકારનાં મેડિકલ સાધનોના ઉપયોગ વિના દર્દીની સારવાર કરી શકાય છે. પ્રત્યેક નાગરિક જો આ પ્રક્રિયા શીખે તો વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય છે. ત્યારે હવે આ તબીબની ચારેકોર વાહવાહી થઈ રહી છે અને ઘટના વિશે ચોમેર ચર્ચા કરવામાં આવી રહી છે.

સુરતના આ એક ડોક્ટર પણ આવ્યા હતા ચર્ચામાં

image source

કોરોના વોરિયર્સનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડનાર સુરતના ડૉક્ટર સંકેત મહેતાને એયરલીફ્ટ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર સંકેત મહેતા આઇસીયૂમાં ભરતી હતા તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. હાલમાં તેઓને ચેન્નઇમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે એયર એમ્બ્યલૂંસમાં લઈ જવાયા હતા. મુખ્યમંત્રીએ પણ તેમને સારી સારવાર મળી રહે તે માટે આદેશ આપ્યા હતા.

image source

ડૉક્ટર સંકેત મહેતા છેલ્લા 25 દિવસથી વેન્ટીલેટર પર છે. ડોક્ટર સંકેત મહેતા કે જેઓ આઇસીયુમાં ભરતી હતા…અને તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ કોરોના વોરિયર્સ ડોક્ટર સંકેત છેલ્લાં 42 દિવસથી કોરોના અને ત્યારબાદની તકલીફો સામે જંગ ખેલી રહ્યા છે. છેલ્લાં 25 દિવસથી તેઓ વેન્ટીલેટર પર હતા જ્યારે 22 દિવસથી ઍકમોના સપોર્ટ પર છે છતાં તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે નથી પરિણામે તેઓને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નાઇ લઇ જવાયા હતા.

image source

સંકેત મહેતાના ફેફસાના ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ એક કરોડ રૂપિયા હોવાથી ડોક્ટરો તેમની મદદે આવ્યા છે. ડૉક્ટરની સારવાર અર્થે આર્થિક રીતે સહભાગી થવા પહેલ શરૂ કરાઈ છે. ABP અસ્મિતા પણ કોરોના વોરિયર્સને સલામ કરે છે અને લોકોને અપીલ કરે છે કે વધુને વધુ લોકો સહભાગી બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ