VIDEO: ટ્રાફિક સિગ્નલ પર વરરાજા આદિત્યની ગાડીને રોકી કિન્નરોએ, પૈસા આપવા છતાં કરી આવી હરકતો

બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણે શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા અને હવે બન્ને હંમેશા હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે. તે જ સમયે આ ભવ્ય લગ્નની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તે દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં કિન્નર લોકોએ વરરાજા આદિત્યની કાર વચ્ચેના રસ્તા પર રોકી હતી અને ટ્રાફિક જામ કરી નાંખ્યો હતો.

image source

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ સમય દરમિયાન આદિત્ય પોતાની કારનો થોડો ગ્લાસ ખોલીને કિન્નરને પૈસા આપતો નજરે પડે છે. જાન લઈને સ્થળે જતા સમયે કિન્નર માણસોએ આદિત્યની ગાડી રોકી હતી. આ વીડિયો તે જ સમયનો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આદિત્ય નારાયણ શણગારેલી કારની અંદર બેઠા છે. તે દરમિયાન કેટલાક કિન્નર તેમની કાર રોકીને વિંડો ખોલવા કહે છે. આદિત્ય પણ તેની સાથે કારની અંદર બેસીને વાત કરતા જોવા મળે છે. થોડા સમય પછી આદિત્ય નારાયણની કારમાંથી કેટલાક પૈસા બહારની તરફ મોકલવામાં આવે છે. જો કે, તે કેટલા છે તે જાણી શકાયું નથી. સાથે જ આ પૈસા લીધા બાદ પણ તે કિન્નર અને પૈસાની માંગ કરતી જોવા મળે છે.

image source

આદિત્ય નારાયણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આદિત્યની કારને પણ સુંદર રીતે શણગારવામાં આવી છે. તેની કાર સફેદ ફૂલોથી સજ્જ છે. લોકો આદિત્યના લુકની સાથે કાર સજાવટને પણ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેમના લગ્ન 1 ડિસેમ્બરે નજીકના સંબંધીઓની હાજરીમાં થયા છે. તેમના લગ્નની તસવીરો પણ સામે આવી ગઇ છે અને સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઇ રહી છે. પરિવાર આ લગ્નમાં ઘણાં જ આનંદમાં દેખાય છે. આદિત્ય અને શ્વેતાની જોડી ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણ આજે એટલે કે પહેલી ડિસેમ્બરની સાંજે મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યના પિતા ઉદિતનો પહેલી ડિસેમ્બરના રોજ 65મો જન્મદિવસ છે. આદિત્ય પિતાના જન્મદિવસ પર જ લગ્ન કર્યાં. આદિત્ય તથા શ્વેતા અગ્રવાલ મંદિરમાં માત્ર 50 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યે પોતાની જાનમાં પેરેન્ટ્સ સાથે ડાન્સ કર્યો હતો.

image source

આદિત્ય નારાયણ લગ્ન માટે ઈસ્કોન મંદિર જતો હતો ત્યારે સિગ્નલ પર કિન્નરોએ તેની ગાડી અટકાવી હતી. કિન્નરોએ આદિત્ય પાસે પૈસા માગ્યા હતા. આદિત્યે કિન્નરોને 500-500ની કડકડતી નોટો આપી હતી. પૈસા મળ્યા બાદ કિન્નરોએ આદિત્યને આશીર્વાદ પણ આપ્યા હતા. ત્યારે હવે આ પ્રસંગનો વીડિયો ચારેકોર વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ