તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટનાના આરોપી સવજી પાઘડારની ધરપકડ, દુર્ઘટના બાદ અમેરિકા ભાગી ગયો હતો

આ જ વર્ષની 24મેંને ગુજરાતના ઇતિહાસમાં એક કાળા દીવસ તરીકે નોંધવામાં આવ્યો હતો. આ દિવસે સુરત શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના જીવ હોમાઈ ગયા હતા અને અનેક ઘવાયા હતા. પોતાના સંતાનને ગુમાવનાર માતાપિતાના આંસુ આજે પણ નથી સુકાયા.

આ ઘટના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે પણ સૌ પહેલું કારણ તો બિલ્ડીંગની ફાયર સેફ્ટી જ હતું જેને બિલ્ડર દ્વારા અવગણવામાં આવી હતી અને તેના કારણે જ આ ઘટનાએ એક ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Raising Safety (@fire_fighting_india) on


ઘટના બાદ તરત જ તક્ષશિલા આર્કેડનો બિલ્ડર સવજી પાઘડર ભારત છોડી અમેરિકા ભાગી ગયો હતો. અને તે વખતે તેના પુત્રની ધરપકડ કરવામં આવી હતી. પણ જેવી જ પોલીસને તેના ભારત પરત ફરવાની જાણ થઈ કે તરત જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે હજુ પણ આ ઘટના સાથે જોડાયેલા કેટલાક આરોપીઓ ફરાર છે. આ આરોપીઓમાં પાલિકાના નિવૃત્ત અધિકારી અને મનપાના વિજિલન્સ વિભાગમાં હાલ ફરજ બજાવતા અધિકારીઓ ભુગર્ભમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Polara Patidar 🇮🇳 (@ravipolara.official) on


તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 11 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અને બીજા ઘણા બધા આરોપીઓ આજે પણ ભુગર્ભમાં છે.

બેદરકારીના કારણે બિલ્ડિગંમાં કોઈ પણ જાતની સેફ્ટીની વ્યવસ્થા કરવામાં નહોતી આવી. અને આગને શામવાની બિલ્ડીંગ માંકોઈ જ વ્યવસ્થા નહીં હોવાથી આ ગોજારી ઘટનામાં કેટલાએ પરિવારોએ પોતાના કાળઝાના કટકાને નજર સામે ખોયા હતા. આજે પણ લોકોની નજર સમક્ષ તે વિડિયો ક્લીપનું દ્રશ્ય ખડું થઈ જાય છે ત્યારે હૃદય દ્રવી જાય છે. આજે પણ આંખના ખૂણા ભીના થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Polara Patidar 🇮🇳 (@ravipolara.official) on


આ 22 નિર્દોશોનો જીવ શા માટે ગયો માત્ર એટલા માટે જ કે ઇમારતના બિલ્ડર અને તેનો પ્લાન પાસ કરનાવનાર અધિકારીઓએ પોતાની ફરજ નિષ્ઠાથી ન નિભાવી. શું તેમના પાપનો બદલો આ નિર્દોશોએ ચૂકવવાનો હતો !

આ અમંગળ ઘટનાને કોઈ રોકી ન શક્યું. પણ હવે જ્યારે તે નિર્દોશોને ન્યાય આપવાની વાત આવે છે ત્યારે પોલીસે પણ કમર કસી છે અને એક એક આરોપીની સઘન તપાસ ચાલી રહી છે માટે જ જેવી બિલ્ડર સવજીની ભારત પરત આવવાની બાતમી મળી કે તરત જ તેની ધરપકડ કરી લેવામાં આવી.

આશા છે 22 નિર્દશો મૃતકોના પરિવારને ન્યાય મળે. ગૂનેગારો પર જરૂરી બધી જ કાર્યવાહી થાય અને ફરી ક્યારેય કોઈ બિલ્ડરની લાલચ કે કોઈ અધિકારીની બેદરકારીથી આવી ઘટના ન ઘટે.

 

View this post on Instagram

 

A post shared by Surat – The Diamond Of Gujarat (@suratnow.me) on


જો કે ત્યાર બાદ તરત જ સમગ્ર ગુજરાતમાં બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની સઘન તપાસ કરવામાં આવી અને કેટલાએ ટ્યુશન ક્લાસીસને તાળા પણ લગાવી દેવામાં આવ્યા. પણ શું હવે આ બધી જગ્યાએ ખરેખર ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે કે નહીં તેની ખાતરી કરવામાં આવશે ખરી ?