રવિવાર આ વિધિથી સૂર્ય ભગવાનને જળ કરો અર્પણ, દૂર થશે જીવનના આર્થિક સંકટ

રવિવારએ આ વિધિથી સૂર્ય ભગવાનને જળ કરો અર્પણ, દૂર થશે જીવનના આર્થિક સંકટ

રવિવારનો દિવસ સૂર્ય ભગવાનની આરાધના માટેનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે જે પણ સાચા દિલથી સૂર્ય દેવને જળ અર્પણ કરે છે તેના જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી નથી. જો જીવનમાં આર્થિક સંકટ સહિત કોઈ પરેશાની હોય તો તે પણ દૂર થઈ જાય છે. જી હાં સૂર્ય નારાયણને જળ અર્પણ કરવા માત્રથી આ ચમત્કાર થઈ શકે છે.

image source

માનવામાં આવે છે કે સૂર્ય દેવની પૂજાથી ઘરમાં પ્રવેશી ચુકેલી દ્રરિદ્રતા દૂર થાય છે. તેમની પૂજા કરનારના માન, સમ્માનમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. ટુંકમાં કહીએ તો જીવનની કોઈપણ સમસ્યાનો અંત લાવવો હોય તો સૂર્ય આરાધના કરવી જોઈએ.

શાસ્ત્રો અનુસાર જો સૂર્ય દેવ પોતાના ભક્તોની પૂજાથી પ્રસન્ન થઈ જાય તો તેમના જીવનમાં આવેલા સંકટ દૂર કરી દે છે. આ જ કારણ છે કે રવિવારના દિવસે સૂર્યને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના કાર્યોમાંથી સમય કાઢી અને રવિવારે સવારે સાચા મનથી અને શ્રદ્ધાથી સૂર્ય દેવની પૂજા કરી અને વ્રત કરે છે તો તેના જીવનમાં આવતા સંકટ દૂર થવા લાગે છે.

image source

રવિવારના દિવસે સૂર્ય પૂજા કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે સૂર્યની પૂજા અચૂક કરવી અને વ્રત પણ કરવું જોઈએ. સવારે વહેલા જાગી જવું અને સ્નાનાદિ કર્મ કરી સૂર્યોદય થતો હોય તે સમયે પૂજા કરવી. આમ કરવાથી તમારા પર ભગવાનની કૃપા થશે અને ભાગ્ય પણ ચમકી જશે. આ વાત તો થઈ સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી થતા લાભની. પરંતુ આ લાભ ત્યારે જ થશે જ્યારે તમે યોગ્ય વિધિથી આ કાર્ય કરશો. જી હાં કોઈપણ કર્મ વિધિ પૂર્વક કરવામાં આવે ત્યારે જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.

સૂર્ય દેવને જળ અર્પણ કરવાની વિધિ

image source

સૂર્ય પૂજા કરવાની શાસ્ત્રોક્ત વિધિની વાત કરીએ તો રવિવારના દિવસે સવારે સૂર્યોદય થાય તે પહેલા પથારીનો ત્યાગ કરી દેવો. સ્નાનાદિ કર્મથી નિવૃત થઈ સ્વસ્છ કપડા પહેરવા અને સૂર્ય પૂજા માટે તૈયાર થવું. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે જે લોટાથી સૂર્ય ભગવાનને જળ ચઢાવો તે લોટો તાંબાનો જ હોય. સૂર્ય દેવને જળ ચઢાવવા માટે અન્ય કોઈ ધાતુના લોટાનો પ્રયોગ કરવો નહીં. સૂર્ય દેવ પર જળ ચઢાવવા માટે તાંબાના કળશમાં પાણી ભરો અને તેમાં ચોખા અને લાલ પુષ્પ ઉમેરો, હવે આ જળનો અર્ધ્ય સૂર્ય દેવને આપો. સૂર્ય દેવને જલ ચઢાવતી વખતે નીચે દર્શાવેલા સૂર્ય મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવો.

image source
  • – ૐ સં સૂર્યાય નમઃ
  • – ॐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય નમ:
  • – ॐ ભાસ્કરાય નમઃ
  • – ॐ રવયે નમઃ
  • – ॐ આદિત્યાય નમઃ
  • – ॐ ભાનવે નમઃ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ