Airtelના ગ્રાહક છો? તો કોઇ પણ જાતની રાહ જોયા વગર આ રીતે મેળવો રૂપિયા 1000નુ ડિસ્કાઉન્ટ

આ ટેલિફેન કંપની આપી રહી છે પોતાના ગ્રાહકોને રૂપિયા 1000 સુધીનું ડીસ્કાઉન્ટ

4G બાદ હવે ટેલિફોન કંપની ઓ ફાયબરનેટ તેમજે બ્રોડબેન્ડમાં તહેલકો મચાવવા માગે છે. માટે જ હાલ જીઓ ફાયબર, એસીટી અને એરટેલ બ્રોડબેન્ડ વચ્ચે ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. Jio ફાયબર અને ACT ફાયબરનેટની સામે એરટેલ પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે ગ્રાહકો માટે લલચામણી ઓફરો લઈને બજારમાં આવ્યું છે.

image source

એરટેલ બ્રોડબેન્ડ પોતાના નવા ગ્રાહકોને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો કે આ નવી જ ઓફર પ્રમોશનલ ઓફર છે માટે તે મર્યાદીત સમય માટે જ રહેશે. એરટેલ દ્વારા આ લાભ મેળવવા માટે ગ્રાહકોએ એરટેલ વેબસાઇટ કે પછી માયએરટેલ એપનો ઉપયોગ કરવો પડશે. જો કે હાલ આ ઓફર માત્ર બેંગલુરુ તેમજ ચેન્નઈમાં જ ઉપલબ્ધ છે.

image source

એરટેલના જે ગ્રાહક શરૂઆતના સ્તરનો 799 રૂપિયાવાળો બ્રોડબેન્ડ પ્લાન સિલેક્ટ કરશે તેમને પ્રથમ મહિનામાં મફત સેવાઓ આપવામાં આવશે. જ્યારે જે ગ્રાહકોએ તેનાથી ઉપરના પ્લાન પસંદ કર્યા છે તેમને પ્રથમ મહિને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એરટેલે પોતાની વેબસાઇટ તેમજ પોતાની એપ્લિકેશન પર આ ઓફર્સ ચેન્નઈ તેમજ બેંગલુરુ માટે એક્ટિવેટ કરી છે. આ ઓફર આજે રાત્રે 12 વાગ્યા સુધી એક્ટિવ રહેશે માટે એરટેલના ગ્રાહકોએ આ લાભ મેળવવા માટે ઉતાવળ કરવી પડશે.

image source

આ ઓફરનો લાભ ગ્રાહકોને ત્યારે મળશે જ્યારે ગ્રાહકો સફળતાપૂર્વક નવું બ્રોડબેન્ડ કનેક્શન લઈ લીધું હશે. જે ગ્રાહકે 799 રૂપિયા વાળો બ્રોડબેન્ડ પ્લાન સિલેક્ટ કર્યો હશે તેમના માટે પ્રથમ મહિનાનું ભાડું ફ્રી રહેશે. એરટેલના ગ્રાહકો એ સારી રીતે જણતા હશે કે આ વર્ષના ઓક્ટોબરથી એરટેલે પોતાના બ્રોડબેન્ડ પ્લાનમાં ફેરફાર કર્યા હતા એરટેલે 299 રૂપિયા દર મહિને અનલિમિટેડ હાઇ સ્પીડ ડેટા આપવાનું શરૂ કર્યું હતું.

image source

સાથે સાથે તેમણે પોતાની બ્રોડબેન્ડ સર્વિસનું નામ બદલીને ‘એરટેલ એક્સટ્રીમ ફાઇબર’ પણ કર્યું હતું. એરટેલની બ્રોડબેન્ડની સેવાઓ તમને રૂપિયા 799થી રૂપિયા 3,999ની વચ્ચે મેળવી શકો છો. એરટેલની ડેટા સ્પિડ 1 જીબીપીએસ સુધીની છે તેની સાથે સાથે તેઓ પોતાના ગ્રાહકોને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ તેમજ ઝી5ની સભ્યતા પણ મફતમાં આપે છે.

image source

એરટેલની સામે જીઓ ફાયબરના પ્લાન્સ રૂપિયા 699થી શરૂ થાય છે અને રૂપિયા 8499 સુધીના પ્લાન્સ કંપની પોતાના ગ્રાહક માટે ધરાવે છે. શરૂઆતના પ્લાન્સમાં કંપની 100 એમબીપીએસની સ્પિડ આપે છે જ્યારે રૂપિયા 3999 અને રૂપિયા 8499વાળા પ્લાનમાં કંપની 1GBps ની સ્પીડ આપી રહી છે. જોકે જીઓ ગીગા ફાયબરના દરેક પ્લાનમાં સેટટોપ બોક્ષ સર્વિસિસનો પણ સમાવેશ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ