સલમાને કરી લીધા એકલતામાં લગ્ન કરીને માથામાં ભર્યુ સિંદૂર, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ કોઇને ના કરી જાણ!

સલમાન ખાને કર્યા ગુત્થી સાથે લગ્ન જોઈ લો ફની વિડિયો, સલમાન ખાન હસીને થઈ ગયો લોટપોટ

કોમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં ગુત્થીનું પાત્ર ભજવીને લોકોને હસાવીને લોટપોટ કરનાર સુનીલ ગ્રોવરે ફરી પોતાની કોમેડીનો જાદૂ વિખેરીને લોકોને હસાવીને પાગલ કરી મુક્યા છે. સુનિલ ગ્રોવરને આજે પણ લોકો ગુત્થીના પાત્રના કારણે ભૂલાવી નથી શક્યા. અને જો તમે પણ ગુત્થીના પાત્રને બહુ જ મિસ કરી રહ્યા હોવ તો ફરી એક વાર ગુત્થીની કોમેડી જોવાનું ચૂકતા નહીં.

image source

વાસ્તવમાં સુનીલ ગ્રોવર બિગ બોસમાં ફરી એકવાર ગુત્થી બનીને ધૂમ મચાવતો જોવા મળશે. આ જાણકારી સુનિલ ગ્રોવરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોતાના ફેન્સને આપી હતી. અને લોકો તેને બિગબોસ પર જોવા માટે આતુર હતાં. ત્યાં બિગબોસની જ એક વિડિયો વાયરલ થઈ રહી છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

image source

તેણે ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી વિડિયો શેર કરીને પોતે બિગબોસમાં આવી રહ્યો છે તેની જાહેરાત કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું. ઘણા લાંબા સમય બાદ ગુત્થી તૈયાર થઈ રહી છે. બીગ બોસે બોલાવી છે. તેની આ વિડિયો પર લોકોએ ખુબ જ કમેન્ટ કરી હતી તેમાંની કેટલીક કમેન્ટ્સના સુનિલ ગ્રોવરે જવાબ પણ આપ્યા હતા.

સલમાન સાથે જોડાયેલી કોઈ પણ ઇવેન્ટ હોય તેમને દર વખતે આ સામાન્ય પ્રશ્ન તો પુછવામા આવે જ છે કે તે લગ્ન ક્યારે કરશે જેનો તેમણે ક્યારેય કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો. આમ સલમાન ખાન લગ્ન કરવાનું નામ નથી લઈ રહ્યા પણ બીગબોસ પર તેમના ખોટા તો ખોટા પણ ગુથ્થી સાથે લગ્ન થઈ ગયા છે. સલમાન ખાન આ વિડિયોમાં ગુત્થીની માંગ ભરતા જોવા મળે છે. તે બન્નેને રોમાન્સ કરતાં પણ બતાવવામાં આવશે અને હનીમૂન કરવા જતાં પણ બતાવવામાં આવશે.

image source

વાસ્તવમાં આ વિડિયો કલર્સ ટીવી પર વિકેન્ડ કા વારના પ્રમોશન હેતુથી કરવામાં આવ્યો છે. વિકેન્ડ કા વારમાં સલમાન ગુત્થી સાતે મસ્તી કરતા જોવા મળશે. સલમાન પણ ગુત્થીના રમૂજી અંદાજથી પ્રભાવિત થઈને પોતાનું હસવાનું નથી ખાળી શકતાં અને ખડખડાટ હસી પડે છે. બિગબેસ 13નો આ એપિસોડ ચોક્કસ ખુબ જ એન્ટરટેનીંગ હશે તેમાં કોઈ જ બે મત નથી.

image source

જેમ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીની રાહ જોવાઈ રહી છે તેવી જ રીતે ધ કપિલ શર્મા શોમાં ગુત્થીની રાહ તેના ફેન્સ જોઈ રહ્યા છે ઘણીવાર અફવા પણ ફેલાઈ હતી કે સુનિલ ગ્રોવર ફરી એકવાર ધ કપિલ શર્મા શોમાં જોવા મળશે પણ તેવું કશું જ થયું નથી. કારણ કે કપિલ અને તેની વચ્ચે મતભેદ છે અને માટે જ વાત આગળ નથી વધી રહી.

image source

તમને જણાવી દઈએ કે કપિલ શર્માના શોના પ્રોડ્યુસર સલમાન ખાન છે જે સુનિલ ગ્રોવરના પણ સારા મિત્ર છે. સુનિલ ગ્રોવરે સલમાનની ફિલ્મ ભારતમાં તેના મિત્રનું પાત્ર ભજવ્યું હતું જેમાં લોકોને તેનું કામ ખુબ પસંદ આવ્યું હતું. અને આ ઉપરાંત પણ તે સ્ટેન્ડઅપ કોમેડી કરીને પણ અઢળક રૂપિયા કમાઈ રહ્યો છે. તેમ છતાં તેના ફેન્સ તેને રેગ્યુલર જોવા માગે છે અને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે સલમાન ખાનને તેમના નજીકના લોકોએ બિગ બોસ છોડવાનું ફરમાન સંભળાવી દીધું છે. અને તેઓ હવે પછી બિગ બોસ હોસ્ટ કરતાં નહીં જોવા મળે. વાસ્તવમાં શોના હોસ્ટિંગ સમયે તેઓ અવારનવાર ગુસ્સે થાય છે અને તેના કારણે તેમની તબિયત બગડે છે અને માટે જ ઘરના લોકોએ તેમને શો છોડી દેવા માટે અરજ કરી છે. તેમની જગ્યાએ હવે પછી ફારાહ ખાન શો હોસ્ટ કરતી જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ