ફ્રેશ અને સૂકા કઠોળનો ખીચડો – સ્વાદિષ્ટ અને હેલ્થી આ વાનગી ઘરમાં બધાને પસંદ આવશે…

ફ્રેશ અને સૂકા કઠોળનો ખીચડો :

સામાન્ય રીતે દરેક ઘરોમાં ખીચડી બનતી હોય છે. પરન્તુ ગુજરતમાં ઉતરાયણ અથવા મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પરંપરાગત રીતે ખીચડો બનાવવામાં આવે છે. આ ખીચડોએ ખીચડીનું એક પ્રકારનું મલ્ટીગ્રેઇન વર્ઝન છે. તેમાં ઘણા પ્રકારના અનાજ કે કઠોળ ઉમેરીને બનાવવામાં આવે છે.

અહીં હું આપસૌ માટે ફ્રેશ અને સૂકા કઠોળનો ખીચડો બનાવવાની રેસિપિ આપી રહી છું. આ ખીચડો ખૂબજ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર છે. હા, તેમાં કઠોળ હોવાથી થોડો પચવા માં ભારે જરુરથી છે. પણ તે બનાવતી વખતે તેમાં અજમા કે આખુ જીરુ કે મરી જેવા સ્પાઇસ ઉમેરવાથી સારી રીતે પચી જાય છે. ખાસ કરીને આ ખીચડો કઢી, લસણની ચટણીવાળું દહીં કે તેલ સાથે સર્વ કરવામાં આવતો હોય છે. બપોરના ભોજનના સમય દરમ્યાન ભોજનમાં લેવો શ્રેષ્ઠ છે. તમે મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી આ ફ્રેશ અને સૂકા કઠોળનો ખીચડો બનાવવાની ટ્રાય કરજો. થોડી અગાઉ પ્રીપરેશન કરીને બનાવવાથી સારુ રીઝલ્ટ મેળવી શકાય. આ ખીચડો માત્ર મકરસંક્રાંતિના તહેવારામાંજ નહી પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવાથી વર્ષ દરમ્યાન ગમે ત્યારે બનાવી શકાય છે.

ફ્રેશ અને સૂકા કઠોળનો ખીચડો બનવાવાની રીત :

 • 1 કપ કાળા સૂકા ચણા
 • 1 કપ છોલે સૂકા ચણા
 • ¾ કપ વ્હાઇટ સૂકા ચોળા
 • ½ કપ સૂકા મગ
 • ¾ કપ તુવેર દાળ
 • ½ કપ ચણાની દાળ
 • 250 ગ્રામ વ્હાઇટ જુવાર
 • 1 કપ ફ્રેશ ગ્રીન વટાણા
 • 1 કપ ફ્રેશ લીલા વાલ
 • ¾ કપ ફ્રેશ લીલા ચણા
 • 1 ટેબલ સ્પુન અજ્મો
 • સ્વાદ મુજબ સોલ્ટ
 • પાણી 2 ગણુ – ડબલ
 • 2 ટેબલ સ્પુન ઓઇલ
 • 1 ટી સ્પુન હળદર

ખીચડો બનાવવા માટે સવારે વ્હાઇટ જુવાર સાફ કરી તેને હુંફાળા પાણીમાં 1 કલાક માટે પલાળો. છોલે સૂકા ચણા, સૂકા કાળા ચણા અને સૂકા ચોળાને મિક્ષ કરી તેને ધોઈને સાથે હુંફાળા પાણીમાં 1 કલાક માટે પલાળો.

1 કલાક બાદ તેમાંથી નિતારી ગ્રાઇંડરના જારમાં જુવાર અને પલાળેલા કઠોળને અલગ અલગ ભરી પલ્સ પર ચલાવી લ્યો. તેમાંથી ફોતરા છુટા પડે ત્યાં સુધી પલ્સ પર ચલાવી ચાલુ બંધ કરો. તેથી ફોતરા અલગ પડતા દેખાશે.

ફોતરા છુટા પડે એટલે એક પ્લેટમાં કાઢી સ્પ્રેડ કરી સુર્યના તાપમાં સુકવો. 2-3 કલાક સુકાયા પછી તેને પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે સુપડામાં લઈ જાટ્કીને ફોતરા કાઢી લ્યો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી પલાળી રાખો.

ખીચડો બનાવવાના 1 કલાક અગાઉ મગ, તુવેરદાળ અને ચણાની દાળ ધોઇને હુંફાળા ગરમ પાણીમાં પલાળી લ્યો.

રીત :

હવે તેમાં ફોતરા કાઢેલી જુવાર અને કઠોળ એક બાઉલમાં મિક્ષ કરો. મિક્ષ કરેલી આ સામગ્રીથી ડબલ પાણી એક મોટુ પ્રેશર કુકર લઈ તેમાં ઉમેરો. સાથે તેમાં 1 ટેબલ સ્પુન અજમા અને સ્વાદ મુજબ મીઠું, 2 ટેબલ સ્પુન ઓઇલ અને 1 ટી સ્પુન હળદર ઉમેરો. અને ઉકાળો. 1-2 મિનિટ ઉકાળો.
*ઓઇલ ઉમેરવાથી ખીચડો વ્હિસલમાંથી ઉભરાઇને બિલ્કુલ બહાર નહી આવે.

ત્યારબાદ પલાળેલા જુવાર અને કઠોળમાંથી પાણી નિતારી કુકરમાં ઉમેરો.

હવે તેમાં પલાળેલા મગ, ચણાદાળ અને તુવેરદાળમાંથી પાણી નિતારી કુકરમાં ઉમેરો.

હવે ફ્રેશ ગ્રીન વટાણા, ગ્રીન ચણા અને ફ્રેશ વાલ ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્ષ કરી કુકરમાં મિડિયમ ફ્લેઇમ પર 5 વ્હીસલ કરી કૂક કરો. ત્યારબાદ ફ્લૈમ બંધ કરી સ્ટવ પરજ કુકર ઠરે ત્યાં સુધી રહેવા દ્યો.

ત્યારબાદ કુકર ખોલી ચમચાથી કઠોળનો ખીચડો બરાબર મિક્ષ કરી લ્યો. ક્દાચ ખીચડો થોડો વધારે ઢીલો લાગે તો તમારે જોઇએ તેવી કંસિસ્ટંસી થાય ત્યાં સુધી ફ્લૈમ સ્લો રાખી સતત ચલાવતા રહી કંસિસ્ટંસી સેટ થાય એટલે ફ્લૈમ બંધ કરો.

હવે ફ્રેશ અને સૂકા કઠોળનો ખીચડો સર્વ કરવા માટે રેડી છે. એક સર્વિંગ બાઉલમાં ભરી કઢી, મસાલા દહી, કાચુ તેલ અને લસણની ચટણી કે બટર સાથે સર્વ કરો.

ખૂબજ પૌષ્ટીક અને સ્વાદિષ્ટ એવો આ ખીચડો બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરી ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.