અક્ષય કુમારથી લઇને આ અભિનેતા કરે છે જોરદાર દાન, જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં

છેલ્લા ઘણા સમયથી સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસમાં જ્યારથી ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે ત્યારથી બોલીવૂડને નફરત કરનારો વર્ગ ખૂબ મોટો થઈ ગયો છે. અને આવા લોકોનો ગુસ્સો પણ વ્યાજબી છે. પણ બીજી બાજુ બોલીવૂડમાં વા ઘણા બધા સીતારાઓ છે જેઓ પોતાના દેશ પ્રત્યે અનહદ ભક્તિભાવ ધરાવે છે. અને મુશ્કેલીના સમયે દેશ સાથે અડીખમ ઉભા રહે છે. આજે અમે તમને તેવા જ કેટલાક બોલીવૂડ અભિનેતાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

લોકડાઉન દરમિયાન જેવી રીતે સોનૂ સુદે ગરીબ મજૂરોની મદદ કરી છે, તે જોતા તો તેઓ જાણે કોઈ દેવતા જ બની ગયા છે. અને તેમના ગુણગાન દેશ વિદેશમાં ગવાવા લાગ્યા છે. કેટલાકે તેમના નામની દુકાન ખોલી તો વળી કોઈકે પોતાના બાળકનું નામ સોનું રાખ્યું તો વળી કોઈએ તો સોનુના નામનું મંદિર જ ખોલી દીધું. લોકોનો સોનુ સૂદ પ્રત્યેનો આ ભાવ જરા પણ અતિશયોક્તિ ભર્યો નથી. કારણ કે તેમણે મૂશ્કેલીના સમયે એવા નિરાશ લોકોને સહારો આપ્યો છે કે જેમને તેની કોઈ આશા જ નહોતી. તેઓ આવા લોકો માટે ભગવાન બનીને સામે આવ્યા હતા. પણ સોનું સૂદ ઉપરાંત પણ બોલીવૂડમા એવા ઘણા બધા અભિનેતાઓ છે જેઓ જાહેરમાં કે ખાનગીમાં કરોડોનું દાન કરી નાખે છે. તો ચાલો તેમને જણાવીએ તેવા જ અભિનેતાઓ વિષે.

નાના પાટેકર
image source

નાના પાટેકર પોતાની ઉત્તમોત્તમ અભિનય ક્ષમતા, પોતાના સાદા જીવન અને ગરીબોને મદદ કરવા માટે જાણીતા છે. તેઓ મહારાષ્ટ્રના ખેડૂતોને વારંવાર મદદ કરતા જોવા મળ્યા છે. તેઓ મુશ્કેલીના સમયમાં ભારત સાથે ઉભા રહે છે, તમને જણાવી દઈએ કે નાના પાટેકરે 26/11 ફિલ્મમાં કામ કર્યું છે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે નાના પાટેકર એક સાચા દેશભક્ત છે. તેમણે પોતાની મોટા ભાગની કમાણી મહારાષ્ટ્રના ખેડૂતોના ઉદ્ધાર માટે ખર્ચી દીધી છે.

અક્ષય કુમાર
image source

અક્ષય કુમારને દેશના બીજા ભારત કુમાર કહે છે. બોલીવૂડમાં આ ખીતાબ સૌ પ્રથમ અભિનેતા મનોજ કુમારને મળેલો છે. કારણ કે તેમણે પોતાની ફિલ્મી કેરિયરમાં ઘણીબધી દેશભક્તિને લગતી ફિલ્મો આપી છે. અને આજે અક્ષય કુમાર પણ દેશભક્તિનું થીમ ધરાવતી અઢળક ફિલ્મોમાં કામ કરતા જોવા મળે છે. અને એક દેશભક્ત અભિનેતાની યાદીમાં અક્ષય કુમારનું નામ ન આવે તેવું તો કેવી રીતે બની શકે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈ કે અક્ષય કુમારે ઘણા બધા ભારતીય સૈનિકોના પરિજનોની મદદ કરી છે અને થોડા સમય પહેલાં થયેલા પુલવામાના આતંકવાદી હૂમલામાં આપણા કેટલાએ જવાનો શહીદ થઈ ગયા હતા તેમના માટે પણ અક્ષય કુમારે 5 કરોડ રૂપિયા દાન કર્યા હતા. આ ઉપરાંત તેમણે એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. જેના દ્વારા દેશનો દરેક નાગરિક પોતાની યથા શક્તિ પ્રમાણે દેશના જવાનોને આર્થિક મદદ કરી શકે તેવું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અક્ષય કુમારે લોકડાઉન દરમિયાન જે પી.એમ ફંડ ઉભું કરવામાં આવ્યું હતું તેમાં પણ કરોડો રૂપિયા દાન કર્યા છે.

સની દેઓલ
image source

સની દેઓલ એક સુપરહીટ એક્શન હીરો છે. તેમણે અગણિત ફિલ્મોમાં એક સાચા દેશભક્તની ભૂમિકા કરી છે પણ વાસ્તવિક જીવનમાં પણ તેઓ એક ઉમદા દેશભક્ત છે. અને તેમનો ચાહક વર્ગ આજે ઓછી ફિલ્મો કરવા છતાં પણ ઘણો બહોળો છે. તેઓ પણ મુશ્કેલીના સમયે દેશ સાથે ઉભા રહેલા જોવા મળે છે.

સલમાન ખાન
image source

સલમાન ખાનને બોલીવૂડના ભાઈ કહેવામાં આ છે. કારણ કે તેઓ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરતાં લોકોને અવારનવાર સહારો આપતા જોવા મળ્યા છે. આજે તેમની લોકપ્રિયતા ઘણી બધી વધારે છે. પણ તમને જણાવી દઈ કે તેઓ વારંવાર જરૂરિયાતના સમયે ભારત વાસીઓની સાથે ઉભા રહે છે. અને કરોડોની મદદ કરતાં ખચકાતા નથી. આમ તેઓ એક અભિનેતા હોવાની સાથે સાથે એક સાચા દેશભક્ત પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ