આ છે વિશ્વના 5 સૌથી ખતરનાક ઝાડ, જેના ઝેરથી પળવારમાં જઈ શકે છે લોકોનો જીવ

પૃથ્વી પર ઘણા પ્રકારના છોડ હાજર છે. કુદરતે આપેલા વરદાનમાં છોડનું મહત્વનું સ્થાન છે. માનવ જીવન ચક્રમાં છોડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે ઝાડ અને છોડ ફક્ત ખોરાકની જરૂરિયાતોને જ પૂર્ણ કરતા નથી, પરંતુ તે વિશ્વમાં સંતુલન જાળવવા માટે પણ જરૂરી છે. ઘણી વનસ્પતિમાંથી ઔષધીઓ બનાવવામાં આવે છે જે બિમાર લોકોને નવા જિંદગી આપે છે. તો બીજી તરફ ઘણા એવા પણ છોડ છે જેના માનવ માટે જોખમી પણ છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક જોખમી અને ઝેરી ઝાડ છે, જે કોઈનો પણ જીવ લઈ શકે છે.

જિમ્પી સ્ટિંગર

image source

ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું જીમ્પી સ્ટિંગર વૃક્ષ તેના કાંટાને કારણે એકદમ સુંદર લાગે છે. પરંતુ આ કાંટા એકદમ જોખમી છે. આ કાંટામાં ઝેર હોય છે, જો તે માણસના શરીરની અંદર જાય તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

પોષમવુડ

image source

આ ઝાડને ‘પોશમવુડ’ તરીકે ઓળખવામાં આવે છે. તેની સૌથી ખતરનાક બાબત એ છે કે તેના પર આવેલા ફળો પાક્યા પછી બોમ્બની જેમ વિસ્ફોટ કરીને ફાટે છે, ત્યારબાદ તેના બીજ 257 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવામાં ફેલાય છે. જો કોઈ મનુષ્ય તેની ઝપેટમાં આવી જાય, તો તે ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે. આ વૃક્ષો ઉત્તર અને દક્ષિણ અમેરિકા સહિતના એમેઝોન રેનફોરેસ્ટમાં જોવા મળે છે.

મચિલીન

image source

ફ્લોરિડા, કેરેબિયન સમુદ્રની આજુબાજુમાં જોવા મળતું ‘મેંચલિન’ નામનું આ વૃક્ષ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના સૌથી ઝેરી ઝાડ તરીકે નોંધાયું છે. આ ઝાડ ઉપર ચેતવણીનાં બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, જેમાં લોકોને આ ઝાડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ખરેખર, આ ઝાડનું ફળ ખૂબ જ ઝેરી હોય છે, જેને જો કોઈ આકસ્મિક રીતે ખાય જાય તો તેનું મોત નક્કી છે.

ટેક્સસ બૈક્કટા

image source

આ વૃક્ષનું નામ છે ‘ટેક્સસ બેક્કટા’ છે, જે યુરોપ, આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે. ફક્ત બી ને છોડીને આ વૃક્ષના દરેક ભાગમાં ‘ટેક્સિન’ નામનું ઝેર હોય છે. જો આ ઝેર કોઈ વ્યક્તિને આપવામાં આવે છે, તો તે એક ક્ષણમાં મૃત્યુ પામી શકે છે.

સેર્બેરા ઓડોલમ

image source

સેર્બેરા ઓડોલમને ‘સુસાઇડ ટ્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્યત્વે ભારત સહિત એશિયાના ઘણા દેશોમાં જોવા મળતા આ વૃક્ષ પર એક ઝેરી ફળ ઉગે છે, જો કોઈ વ્યક્તિ તેને ખાઈ લે તો તેનું મોત પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ