સ્ટ્રોબેરીના શરબતને કેવી રીતે બનાવીને સ્ટોર કરવું શીખો સુરભી વસા પાસેથી ખુબ ઉપયોગી ટિપ્સ સાથે…

આજે આપણે સુપર ફૂડ એપિસોડ 2: સ્ટ્રોબેરીના શરબતને કેવી રીતે બનાવીને સ્ટોર કરવું તેની ખૂબ જ ઉપયોગી પરફેક્ટ ટિપ્સ જોઈશું. અત્યારે સ્ટ્રોબેરી બહુ સારા એવા પ્રમાણમાં મળતીહોય છે. સ્ટ્રોબેરી એકથી બે મહિના માટે જ આવતી હોય છે. અને સ્ટ્રોબેરી નો ઉપયોગ બહુ જ સારા એવા પ્રમાણમાં દરેકે દરેક વાનગીમાં કરતા હોય છે. તો એમ થાય કે સ્ટ્રોબેરી ને સાચવી ના શકાય. આજે સ્ટ્રોબેરી નો શરબત કઈ રીતે રાખી શકીએ ને તેના વિશે જોઈશું.

1- સ્ટોર કરવા માટે સ્ટ્રોબેરીને કેવી પસંદ કરવાની. એકદમ સરસ લાલ મોટી લેવાની છે.અને પોચી ના હોય તેવી લેવાની. સરસ કડક હોવી જોઈએ. સોફ્ટ ના હોવી જોઈએ. સ્ટ્રોબેરીને ધોઈને કોરી કરી લેવાની. અને પછી તેના ટુકડા કરી લેવાના.


2- હવે સ્ટ્રોબેરી થોડી ખટાશ પડતી હોય છે. એટલે ખાંડનું પ્રમાણ વધારે લેવાનું. જો 250 ગ્રામ સ્ટ્રોબેરી હોય તો ખાંડ 300 ગ્રામ લેવાની. હવે આમાં પણ આપણે ચાસણી બનાવવાની છે. સ્ટ્રોબેરીને કટ કરીને રાખી લેવાની છે. અને ખાંડને ગરમ કરવા મૂકવાની છે. એટલે કે એક પેન લેવાનું છે. તેમાં ખાંડ ઉમેરી દેવાની છે. ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે.

3- હવે ખાંડને ઓગળવા દઈશું. થોડી ચિકાસ પડતી ચાસણી તૈયાર થાય એટલે ચાસણી એટલે એક તાર બે તાર જોવાની જરૂર નથી. થોડી ચિકાસ પકડાઈ ને એટલે એની અંદર સ્ટ્રોબેરી ઉમેરી દઈશું. અને હલાવતા રહીશું. આમ કરવાથી સ્ટ્રોબેરી સોફ્ટ થઈ જશે અને સ્ટ્રોબેરી નો કલર જે છે સરસ ચાસણીમાં પણ આવી જશે. સ્ટ્રોબેરી કુક થઈ જશે એટલે બધી જ ઉપર આવી જશે. અને જે ચાસણી છે ને ચિકાસ પડતી થોડી વધારે ચિકાસ લાગશે તો તમને ખ્યાલ આવશે કે ચાસણી તૈયાર થઇ ગઇ છે.

4- આપણે ગેસ બંધ કરી દેવાનો અને આ મિશ્રણને ઠંડું પડવા દેવાનું. લગભગ એક ચમચી મીઠુ ઉમેરીશું. જેનો સ્વાદ પણ બહુ સરસ આવે છે. હવે આ મિશ્રણ તૈયાર થયું અને ઠંડુ કરી લેવાનું છે અને પછી મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. સ્ટ્રોબેરી એકદમ સોફ્ટ થઈ ગઈ હશે. તેને મિક્સરમાં ક્રશ કરવાથી એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ જાય છે.હવે તેને ગાળી લઈશું. ગાળવા થી કંઈ પણ કચરો હોય તો તે બહાર નીકળી જાય છે.


5- આ તૈયાર થશે તે શરબત તેને ફ્રીઝર માં સ્ટોર કરવાની જરૂર નથી. પણ બહાર સ્ટોર નહીં કરી શકો. બહાર 15 થી 20 દિવસ સુધી સારો રહી શકશે. કારણ કે આપણે તેની અંદર ખાંડ જ એડ કરી છે. અને મીઠું એડ કર્યું છે. એટલા માટે આપણે તેને ફ્રીઝમાં જ સ્ટોર કરીશું. આ રીતે બનાવેલો શરબત તેને લગભગ ૪ થી ૬ મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અને જો હજુ તમને સોસ ટાઈપનું જોઈતું હોય તો તમારે શું કરવાનું?

6- સ્ટ્રોબેરી ઉકાળી હતી તેને હજુ વધારે ઉકાળવાની છે. અને મિશ્રણ ઘટ્ટ થાય ને ત્યાં સુધી રહેવા દેવાનું. અને પછી તેને ક્રશ કરી લેવાનું. આમ કરવાથી તમને સ્ટ્રોબેરી સોસ મળશે.જો તમારે આઈસ્ક્રીમ પર પોર્ કરવુ હોય તો આ સોસ તમને બહુ જ ઉપયોગમાં આવે છે. બહાર તમે તૈયાર સ્ટ્રોબેરી નો સોસ લેવા જશો તો એ તમને બહુ જ મોંગો પડશે. જો આ રીતે તમે ઘરે બનાવી તેને ફ્રીઝરમાં સ્ટોર કરો.તે લાંબો ટાઈમ સ્ટોર થશે લગભગ છ મહિના સુધી સ્ટોર કરી શકો છો.

7- સ્ટ્રોબેરી પણ વિટામિન સી થી ભરપૂર માત્રામાં છે. તેની સાથે સાથે આપણી સ્કિન માટે, વાળ માટે પણ ખુબ જ સારી છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી નો સેપ તો હાર્ટ જેવો હોય છે. એટલે હાર્ટ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. તો આવી સ્ટ્રોબેરી ના ફાયદા લેવા માટે અને તેને લાંબો ટાઈમ કેવી રીતે વાપરી શકો. તમે ચોક્કસથી સ્ટ્રોબેરી નો સોસ બનાવજો. શરબત પણ ઘરે બનાવજો. તમે સ્ટ્રોબેરી મિલ્ક શેક પણ બનાવી શકો છો. ઘણી બધી વાનગીઓ તમે સ્ટ્રોબેરી માંથી બનાવી શકશો. તો આ સિઝનમાં ચોક્કસ સ્ટ્રોબેરી નો પલ્પ કે શરબત ઘરે બનાવજો અને ભરપૂર માત્રામાં ઉપયોગ કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.