દિવ્યાંકા-વિવેકનું ઘર અનેક સ્ટાર્સના ઘરને પણ ટક્કર મારે એવું છે અંદરથી, જોઇ લો ઘરમાં કેવી કરે છે બન્ને મસ્તી, PHOTOS

ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકાર કપલ દિવેકનું ઘર ‘ડ્રીમ હાઉસ’ કરતા સહેજ પણ ઓછું નથી, જોઈએ ખુબસુરત આશિયાનાના ફોટોસ.

અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયા ટીવી ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસીસની લિસ્ટમાં નામ સામેલ થઈ ગયું છે. દિવ્યાંકા ત્રિપાઠીએ ‘બનુ મેં તેરી દુલ્હન’, ‘યે હૈ મોહબ્બતે’ જેવા ટીવીના સુપરહિટ શોઝમાં પોતાના અભિનયનું પ્રદર્શન કર્યું છે. દિવ્યાંકા ત્રિપાઠીએ તા. ૮ જુલાઈ, ૨૦૧૬ના રોજ ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’ના કો- એક્ટર વિવેક દહિયા સાથે પ્રભુતામાં પગલાં પાડતા લગ્ન કર્યા હતા.

image source

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા લગ્ન કરી લીધા પછી હવે પોતાના સુખી દાંપત્યજીવનની મજા માણી રહ્યા છે. ત્યારે હવે થોડાક મહિનાઓમાં જ બંનેના લગ્ન કરી લીધાને ૪ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. આપને જણાવીએ કે, દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્ન ઘણી શાનદાર રીતે આયોજિત કરવામાં આવ્યા હતા.

image source

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્નમાં ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા બધા સેલેબ્સએ હાજરી આપી હતી. દિવ્યાંકા અને વિવેકની લવ કેમેસ્ટ્રી હંમેશાથી જ ખાસ રહી છે. જેના લીધે તેમનો ક્રેઝ હંમેશા તેમના ફેંસમાં ચર્ચાતો રહે છે. ‘દિવેક’ કપલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા સક્રિય રહે છે અને અવારનવાર પોતાના ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતા રહે છે.

image source

આપને જણાવીએ કે, અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની સાથે જ અન્ય એક વેબ સીરીઝમાં પણ કામ કરી લીધું છે. અભિનેત્રી દિવ્યાંકા પોતાના પતિ વિવેકની સાથે મુંબઈ શહેરમાં આવેલ લોખંડવાલા વિસ્તારમાં 4 BHK ફ્લેટમાં રહે છે. જયારે ખાસ વાત એવી છે કે, ગત વર્ષે ફેબ્રુઆરી, ૨૦૨૦માં વિવેક અને દિવ્યાંકા પોતાના નવા લક્ઝુરીયસ ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા. મહાશિવરાત્રીના દિવસે દિવેકએ ગૃહ પ્રવેશ માટે નવા ઘરમાં પૂજા- અર્ચના કરાવી હતી. વિવેક અને દિવ્યાંકાએ પોતાના નવા ઘરને સફેદ રંગની મદદથી શાનદાર રીતે સજાવ્યું છે.

image source

દિવ્યાંકા અને વિવેકના ડ્રીમ હાઉસને વાઈટ થીમ મુજબ સજાવટ કરવામાં આવી છે. ઘરના મુખ્ય હોલને ચાર બ્રાઈટ કલરના સોફા રાખવામાં આવ્યા છે જયારે હોલની દીવારો પર પેઈન્ટીંગ્સની મદદથી સજાવી છે. આ સાથે જ હોલમાં આવેલ બારીઓના પરદાનો કલર પણ સફેદ જ પસંદ કરવામાં આવ્યો છે.

image source

ઘરના બેઠક રૂમમાં અભિનેતા વિવેક દહિયા માટે ખાસ આરામદાયક ખુરશી રાખવામાં આવી છે જેની પર વિવેક મોટાભાગે આરામ કરે છે. આ સાથે જ કોઈ પુસ્તક વાંચવાની સાથે કલાકો સુધીનો સમય પણ પસાર કરે છે.

image source

અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તેને ખુલ્લા અને આનંદી ઘરમાં રહેવાનું ખુબ જ ગમે છે. રસ્તા પરથી જોતા આ મહેલ પણ આ બધી બાબતે ટોપ પર છે કેમ કે, આ ફ્લેટમાં ઘણી બધી જગ્યા આવેલી છે.

image source

દિવેકના ફ્લેટની બાલ્કની વિષે જાણીએ તો દિવ્યાંકાએ ફ્લેટની બાલ્કનીમાં ઘણા બધા છોડ વાવ્યા છે. ઉપરાંત બાલ્કનીમાં ઉભા રહીને આખા મુંબઈ શહેરનો નજરો માણી શકાય છે.

image source

હોલની નજીકમાં જ ડાઈનીંગ એરિયામાં જેમાં વુડન માંથી બનેલ ડાઈનીંગ ટેબલ સાથે સજાવવામાં આવ્યું છે. દિવેકને આ ઘર ખાસ પોતાના માટે પસંદ આવ્યું છે તેમનું આ ઘર ભવ્યતાની રીતે અન્ય કોઈ ઘર કરતા સહેજ પણ ઓછું છે નહી.

image source

આ સાથે જ દિવ્યાંકા પાસે ઘણા બધા એવોર્ડ હોવાના લીધે એવોર્ડ રાખવા માટે અલગથી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં બંનેની ટ્રોફીસ સજાવવામાં આવી છે.

image source

દિવ્યાંકા પોતાની ફિટનેસનું વિશેષ રીતે ધ્યાન રાખતા હોય છે તેના માટે ખાસ ઘરમાં જ જીમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બંને સમય કાઢીને વર્કઆઉટ કરે છે.

image source

દિવ્યાંકા અને વિવેકના ફ્લેટમાં આવેલ ડ્રેસિંગ રૂમની એક ફોટો થોડાક સમય પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વાયરલ થઈ હતી. આ ફોટોમાં બંને ડ્રેસિંગ રૂમમાં એકસાથે જોવા મળે છે.

image source

દિવ્યાંકા ત્રિપાઠી વધારે સમય એકાંતમાં પસાર કરવાનું પસંદ કરે છે એટલા માટે દિવ્યાંકા મોટાભાગે પોતાનો સમય ઘરના ટેરેસ પર જ પસાર કરે છે. ત્યારે એમ કહેવું સહેજ પણ ખોટું નથી કે, દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનું ઘર સપનાના ઘર કરતા ઓછું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ