ગરીબોના મસિહા સોનુ ‘કિસાન’ ફિલ્મથી કરશે ધમાકેદાર એન્ટ્રી

ગયા વર્ષે કોરોના મહામારી સમયે લોકોના મસીહા તરીકે ઉભરી આવેલા અભિનેતા સોનુ સૂદ જલ્દીથી પોતાની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. અમિતાભ બચ્ચને ખુદ સોનુના આ નવા પ્રોજેક્ટ વિશે જાહેરાત કરી છે. અમિતાભે સોનુ સૂદની ફિલ્મ ‘કિસાન’ વિશે ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે. આના પર સોનુ સૂદે વળતો જવાબ આપી અમિતાભનો આભાર માન્યો હતો.

અમિતાભે ટ્વીટ કરી શુભકામના પાઠવી

અમિતાભે ટ્વીટ કર્યું , ફિલ્મ કિસાન વિશે શુભકામના, “ઇ નિવાસ દ્વારા નિર્દેશિત અને સોનુ સૂદ દ્વારા અભિનીત આ ફિલ્મને ડ્રીમ ગર્લના નિર્દેશક રાજ શાંડિલ્ય પ્રોડ્યુસ કરી રહ્યા છે. જો કે હજુ ફિલ્મ કિસાન વિશે વધુ માહિતી બહાર આવી નથી. તમને જણાવી દઈએ કે રાજે આ અગાઉ દિગ્દર્શનની શરૂઆત ડ્રીમ ગર્લ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના જોવા મળ્યા હતા.

આંદોલન મુદ્દે સોનુ સૂદે ખેડૂતોનો સપોર્ટ કર્યો

image source

તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન લઈને સોનુ સૂદે ખેડૂતોને સપોર્ટ કર્યો છે. સોનુએ થોડા દિવસ પહેલાં ‘ખેડૂત છીએ તો આપણે છીએ’ આવી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી. હવે આ માહોલમાં તેણે નવી ફિલ્મ ‘કિસાન’ અનાઉન્સ કરી છે. તો બીજી તરફ હાલમાં જ સોનુ સૂદ KBCના સેટ પર પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાની બુક ‘આઈ એમ નો મસીહા’ અમિતાભને ગિફ્ટ કરી હતી. સોનુ સૂદે લોકડાઉન દરમ્યાન ઘણા બધા મુસાફરો, મજૂરોની મદદ કરી તેમને ઘરે પહોંચાડ્યા હતા. આ સિવાય સોનુ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા અગ્રેસર રહે છે. લોકોના ભણતર, હેલ્થ વગેરે માટે તે પોતાની બનતી સહાય પૂરી પાડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સોનુએ લોકોની મદદ કરવા માટે પોતાની પ્રોપર્ટી પણ ગીરવે મુકી છે. હાલમાં જ પંજાબમાં તેમની માતાના નામે એક સડકનું નામ રાખવામાં આવ્યું છે.

જાણો રાજકારણ અંગે શું કહ્યું સોનુ એ

image source

સોનુ સૂદ જ્યારે લોકડાઉનમાં લોકોની મદદ કરી રહ્યો હતો ત્યારે પણ લોકો પુછી રહ્યા હતા કે સોનુ રાજકારણમાં ક્યારે આવી રહ્યો છે. સોનુએ અગાઉ બોલિવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક એક્ટર તરીકે હજુ મારે લાંબો સફર કરવાનો છે. તે સપના સાથે, જેને હું લઈને આવ્યો હતો, તે હજુ પૂરા નથી થયા. મને લાગે છે કે તેને પૂરા કરવા મારી પ્રાથમિકતા છે. રાજનીતિમાં જવાનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો, કોઈ કાળ નિશ્ચિત નથી હોતો. 5 કે 10 વર્ષ પછી પણ તેને જોઈન કરી શકીએ છીએ. મને 10 વર્ષ પહેલાં ઓફર મળી હતી. હજુ પણ મળી રહી છે, પણ મને કોઈ રસ નથી.

લોકડાઉનમાં સોનુની નેગેટીવ ઈમેજ બદલી

image source

ગયા મહિને સોનુ સૂદે ફિલ્મની ઓફર વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકડાઉનમાં અભિનેતાના સારા કામ પછી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા માટે ઘણા ફિલ્મ નિર્માતાઓ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 2020 એ તેમની અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણો ફેરફાર કર્યો છે. ખાસ કરીને ફિલ્મોમાં હવે લોકો તેની નકારાત્મક છબીને એક કલાકાર તરીકે જુએ છે.

જ્યારે સોનુની તસવીરો ચાહકો સાથે વાયરલ થઈ

image source

નોંધપાત્ર વાત એ છે કે સોનુ સૂદની ફિલ્મ કિસાન સિવાય અભિનેતા તેના અન્ય પ્રોજેક્ટ્સ માટે શૂટિંગ કરી રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં તે તેલુગુ ફિલ્મ Kandireegaની શૂટિંગ માટે હૈદરાબાદ ગયો હતો. તે સમયે, ચાહકો તેમની એક ઝલક જોવા માટે શૂટિંગના સેટ પર પહોંચ્યા હતા. ચાહકો સાથે સોનુની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ