સરકારી નોકરીઓ માટે હવે નહિં લેવાય ઇન્ટરવ્યૂ, જાણો નવા નિયમ પ્રમાણે કેવી રીતે મળશે નોકરી

સરકારી નોકરીઓ માટે હવે નહિં લેવાય ઇન્ટરવ્યૂ, જાણો નવા નિયમ પ્રમાણે કેવી રીતે મળશે નોકરી

દેશના કરોડો બેરોજગાર લોકોના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યૂને લઇ કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. નોંધનિય છે કે ઈન્ટવ્યૂમાં ઘણીવાર લાગવગના કારણે ધાંધલી થતી હોવાની ફરિયાદો વારંવાર સામે આવી રહી હતી. લોકો ઘણીવાર આરોપ લગાવતા હતા કે જે લોકો ઈન્ટરવ્યૂ લઈ રહ્યાછે તેઓ તેમના નજીકનો લોકોને પ્રાથમિકતા આપે છે અને જે લોકો ખરેખર દાવેદાર છે તેમને નોકરી મળી નથી.

image source

આ સમસ્યાના નિરાકરણ માટેકેન્દ્ર સરકારે હવે આ પ્રથા જ કાઢી નાખી છે. જેના કારણે હવે કોઈને અન્યાય નહિ થાય. દેશના 28 માંથી 23 રાજ્યો અને નવા બનેલ જમ્મુ કાશ્મીર અને લદાખ સહીત 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે હવે ઇન્ટરવ્યૂ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ જાણકારી આપી હતી.

ગ્રુપ B અને C માં ઇન્ટરવ્યૂ 2016થી બંધ

image source

આ અંગે કર્મચારી અને તાલીમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર, જીતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારમાં ગ્રુપ B (અરાજપત્રિત) અને ગ્રુપ C ના પદ માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા 2016થી જ ખતમ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ 2015માં લાલકિલ્લાથી પરીક્ષાઓ માંથી ઇન્ટરવ્યૂ હટાવવા અને લેખિત પરીક્ષાના આધારે નોકરી આપવાની વાત કરી હતી.

પારદર્શિતા લાવવા ઇન્ટરવ્યુ વ્યવસ્થા હટાવવામાં આવી

image source

ઉલ્લેખનીય છે કે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે ઇન્ટરવ્યુ વ્યવસ્થા હટાવવમાં આ પ્રણાલી પ્રતિયોગી પરિક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અત્યંત કારગર સાબિત થઈ છે. ઘણી વખત આરોપો લાગતા હતા કે આ નોકરીઓ માટે ઇન્ટરવ્યુ માર્કની મોટા પાયે હેરફેરી કરવામાં આવતી હતી. અને તેના બદલામાં મોટી રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી.

ગુજરાત અને મહારાષ્ટ્રએ આ નિયમને ઘણા ઝડપથી સ્વીકાર્યો

image source

વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્રએ આ નિયમને ઘણા ઝડપથી સ્વીકાર્યો છે. તો બીજા રાજ્ય આને જલ્દીથી લાગુ કરવાની અનિચ્છા દર્શાવી હતી. જોકે, હવે 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની પરીક્ષાઓ માંથી ઇન્ટરવ્યૂ ન લેવાની વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

ઇન્ટરવ્યૂ વ્યવસ્થા હટાવવાની પ્રક્રિયા પૂર્ણ

image source

સિંહે જણાવ્યું કે પીએમ મોદીની સલાહ પર કર્મચારી અને તાલીમ વિભાગે આ બાબત ધ્યાનમાં લેતા ત્રણ મહિનામાં કેન્દ્ર સરકારની નોકરીઓ માંથી ઇન્ટરવ્યૂ વ્યવસ્થા હટાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. તેને પહેલી જાન્યુઆરી 2016માં લાગુ કરી દેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ