સંતાન પ્રાપ્તિ માટે આ મંદિરમાં ભગવાનને લાગો પગે, થઇ જશે ઇચ્છા પૂરી

આ મંદિર ઓળખાય છે દક્ષિણ ભારતના કાશી તરીકે, જાણો શું છે તેનો મહિમા

image source

આપણે ત્યાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ અન્ય શિવ મંદિરોનું પણ છે. શિવજીના ભક્તો માટે તો શિવજી સામાન્ય મંદિરમાં બિરાજતા હોય તે જ્યોતિર્લિંગમાં તે ખાસ જ રહે છે.

આવું જ ખાસ મંદિર તેલંગાણામાં આવેલું છે. આ મંદિરનો મહિમા એટલો છે કે તેને દક્ષિણ ભારતના કાશી તરીકે ઓળખવામાં આવે છે.

image source

તેલંગાણા રાજ્યાના કરીમનગર જિલ્લામાં આવેલા વેમુલવાડામાં રાજ રાજેશ્વરી મંદિર આવેલું છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટે છે. અહીં શિવરાત્રી પર લાખો ભક્તો દર્શનનો લાભ લે છે.

ક્યાં આવેલું છે વેમુલવાડા?

image source

વેમુલવાડા તેલંગાનાના પ્રમુખ તીર્થસ્થળોમાંથી એક છે. રાજ્યની રાજધાની હૈદરાબાદથી અંદાજે 160 કિલો મીટર દૂર આવેલા કરીમનગર જિલ્લાથી 36 કિલો મીટર દૂર આવેલું છે વેમુલવાડા રાજ રાજેશ્વર સ્વામી મંદિર, આ મંદિર પૌરાણિક અને ઐતિહાસિક દ્રષ્ટિથી ઘણું મહત્વનું છે.

મંદિરની પૌરાણિક કથા

image source

ભાસ્કર ક્ષેત્ર અને હરિહરા ક્ષેત્ર નામથી પ્રચલિત આ વિસ્તારનો ઉલ્લેખ ભવિષ્યોતર પુરાણના રાજેશ્વર ખંડમાં આવે છે. અર્જુનના પ્રપૌત્ર નરેંદ્રએ એક ઋષિની હત્યા કરી હતી, જેના પાપમાંથી મુક્તિ માટે તેઓ ભટકતાં ભટકતાં આ સ્થાન પર આવ્યા હતા.

અહીંના ધર્મકુંડમાં તેણે સ્નાન કર્યું કુંડ પાસે જ એક શિવલિંગની સ્થાપના કરી અને મંત્ર જાપ શરુ કર્યા. મંત્ર જાપથી પ્રસન્ન થઈ ભગવાન શિવએ તેમને દર્શન આપ્યા અને તેના પાપમાંથી તેને મુક્ત કર્યા.

પૌરાણિક માન્યતા

image source

પુરાણમાં જણાવ્યાનુસાર કાશી, ચિંદબરમ, શ્રીશૈલમ, કેદારેશ્વર પછી ભગવાન શિવ વેમુલવાડા પહોંચ્યા હતા. શ્રી રાજ રાજેશ્વર સ્વામી મંદિરમાં સીતારામ ચંદ્રસ્વામી, અનંત પદ્મનાભાસ્વામી, કેદાર, બાલારાજેશ્વર સ્વામી, દક્ષિણામૂર્તિ, ત્રિપુરાસુંદરી મંદિર પણ આવેલા છે. સાથે જ ગંડદીપમ, શીશ મહેલ, નાગીરેડ્ડી મંડપ અહીંના જોવા લાયક સ્થળો છે.

ધાર્મિક માન્યતા

image source

શિવભક્તોની એવી ધારણા છે કે કામધેનૂ ગાય સાથે મંદિરની પરિક્રમા કરી તેનું મંદિરમાં દાન કરવાથી દંપતિની સંતાનપ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. અહીં રાજ રાજેશ્વર સ્વામીને રાજન્ના નામથી પણ પૂજવામાં આવે છે. અહીં ભગવાન શિવની જમણી તરફ રાજરાજેશ્વર દેવી અને ડાબી તરફ લક્ષ્મી સહિત સિદ્ધિ વિનાયકની પ્રતિમા સ્થાપિત છે.

image source

અહીં ધર્મકુંડના કિનારે ત્રણ મંડપ બનેલા છે અને વચ્ચેના મંડપ પર ધ્યાન મુદ્રામાં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત છે. જેની આસપાસ પાંચ શિવલિંગ છે. અહીં માત્ર શિવપંથી જ નહીં દરેક સંપ્રદાયના ભક્તો દર્શન કરવા આવે છે.

શિવરાત્રીની ઉજવણી

image source

રાજ રાજેશ્વર સ્વામી મંદિરમાં શિવરાત્રી ધામધૂમથી ઉજવાય છે. અહીં શિવરાત્રી પર લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આ દિવસે અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે. અહીં 100 અર્ચકોથી મહાલિંગર્ચન કરવામાં આવે છે.

image source

મોડી રાત સુધી શિવજીના એકાદશ રુદ્રાભિષેક કરવામાં આવે છે. અહીં આવતા ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. રાત્રે અહીં સાંસ્કૃતિ કાર્યકમ્રોનું આયોજન કરવામાં આવે છે. દર્શન કરવા આવતા ભક્તોને ફ્રી આવાસ અને ભોજન આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ