પ્રેગનન્ટ છો કે નહિં જાણો આ લક્ષણો પરથી.

શું તમે પ્રેગ્નન્ટ તો નથી ને ? જાણો પ્રેગ્નન્સીના લક્ષણો

image source

જો તમે તમારા ઘરમાં એક નાનકડાં મહેમાનને ઝંખી રહ્યા હોવ, તો તમારા માટે એ સમજવું જરૂરી છે કે વાસ્તવમાં ઓવ્યુલેશન એટલે કે ડિંબોત્સર્જન એટલે કે અંડાશયમાંથી બીજઉત્સોર્જન ક્યારે થાય છે અને તે કેવી રીતે કામ કરે છે.

ઓવ્યુલેશન એ તમારા શરીરમાંનું એક સાવજ સામાન્ય ફંક્શન છે. જો તમે દર 28 દિવસે પિરિયડમાં થતા હોવ તો તમારી મોન્સ્ટ્રુએશન એટલે કે માસિક ચક્ર શરૂ થયાના 14 દિવસ દરમિયાન અંડાશમાંથી બીજોત્સર્જન થાય છે અને આ પ્રક્રિયાને ઓવ્યુલેશન કહે છે.

image source

તમારા માટે એ યાદ રાખવું જરુરી છે કે માસિક ચક્રના ઓવ્યુલેશન ફેઝનો આધાર દરેક સ્ત્રીએ બદલાતો રહે છે. અને જેમ માસિક પહેલાં તમને જે પેટમાં કે કમર નીચે દુઃખાવો થાય છે તેમ જ તમારા મૂડમાં તફાવત આવે છે તેવા કોઈ લક્ષનો ઓવ્યુલેશન દરમિયાન જોવા નથી મળતાં.

image source

માટે અમે તમને એવા કેટલાક સંકેતો જણાવશું જેને જાણીને તમને ખબર પડશે કે તમે ફળદ્રુપ એટલે કે ઓવ્યુલેશનમાં છો કે નહીં.

તમારા યોનિ સ્ત્રાવમાં પરિવર્તન આવવું

image source

જો તમે તમારી સર્વાઇકલ લાળ એટલે કે યોનિમાંથી થતાં સ્ત્રાવ પર પૂરતુ ધ્યાન ન આપતા હોવ તો હવેથી તેના પર ધ્યાન રાખવાનું શરૂ કરો. જ્યારે તમે ફળદ્રુપ હોવ છો ત્યારે યોનિ સ્ત્રાવ વધારેપ્રવાહી, ચીકણો બને છે.

કેટલાક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સર્વાઇકલ મકસમાંનો તફાવતને તરત જ ધ્યાનમાં લઈ શકાય છે. જેના ટેક્સ્ચરને તપાસવા માટે તમે તમારી આંગળીનો ઉપયોગ કરી શકો છો.

તમને વધારે શારીરિક સુખ માણવાનું મન થાય છે

image source

તમને અચાનક એવું લાગે છે કે તમારે તમારા પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધવો જોઈએ ? વારંવાર સંબંધ બાંધવાની ઇચ્છા તમારા ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં આવેલો વધારો દર્શાવે છે. માટે જો તમને એવું લાગે કે તમને સંબંધ બાંધવાની અત્યંત ઇચ્છા થાય છે તો બની શકે કે તમે ફળદ્રુપ બન્યા હોવ એટલે કે તમારા અંડાશમાંથી બીજોનું ઉત્સર્જન થતું હોય.

માસિક સિવાય યોનિમાંથી ક્યારેક હળવું લોહી નીકળવું

image source

જો તમારા માસિક ચક્ર દરમિયાન એટલે કે જ્યારે તમે માસિકમાં ન આવ્યા હોવ તે દરમિયાન તમને યોનિમાંથી હળવું લોહી આવે તો બની શકે કે તમે અંડબીજ ઉત્સર્જીત કરી રહ્યા હોવ.

પણ તમારા માટે એ જાણવું મહત્ત્વનું છે કે દરેક સ્ત્રીને ઓવ્યુલેશન પિરિડય દરમિયાન આવો અનુભવ નથી થતો. આ પ્રકારનો અનુભવ તમને એક દિવસ અને વધારેમાં વધારે બે દિવસ થાય છે. જેમાં સાવજ હળવું લોહી યોનિમાંથી આવે છે.

શરીરના તાપમાનમાં પરિવર્તન આવવું

image source

જો તમારા શરીરનું તાપમાન સામાન્ય કરતાં હળવું ગરમ રહેતું હોય. જો કે તમને કોઈ ફ્લુ કે તાવ ન હોવો જોઈએ કે તેના કોઈ લક્ષણો પણ ન હોવા જોઈએ માત્ર શરીરનું તાપમાન જ ઉંચુ રહેતુ હોય તો તે સંકેત છે કે તમારું શરીર બીજ ઉત્સર્જન કરી રહ્યું છે.

માટે સવારે વહેલા ઉઠીને તમારે તમારા શરીરના ટેમ્પ્રેચરને તપાસવું જોઈએ. જ્યારે તમારું અંડાશન બીજ ઉત્સર્જીત કરવા લાગશે ત્યારે તમારા મૂળભુત શરીરનું તાપમાન થોડું ઉંચુ આવશે.

ક્રેમ્પ્સ એટલે કે હળવો દુઃખાવો

image source

જ્યારે અંડાશમાંથી અંડબીજોનું ઉત્સર્જન થતું હોય છે ત્યારે તે દરમિયાન ઘણી બધી સ્ત્રીઓને હળવો દુઃખાવો થતો હોય છે. તેને જર્મન ભાષામાં મીટેલસ્કેમર્ઝ પણ કહે છે. અને તેના દ્વારા તમે જાણી શકો છો કે તમે બાળક માટે તમારા પાર્ટનર સાથે ક્યારે શરીરસુખ માણી શકો છો.

image source

જોકે ઘણી બધી સ્ત્રીઓને ઘણો ઓછો દુઃખથાવો થતો હોય છે અને કેટલાકને તો જરા પણ નથી થતો. તો વળી કેટલીક સ્ત્રીઓને પેટના નીચેના ભાગમાં સણકા પણ ઉપડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ