આ જગ્યાએ યોગ કરવાથી થાય છે અધિક લાભ, એકવાર જરૂર કરજો ટ્રાય

આ જગ્યાએ યોગ કરવાથી થાય છે અધિક લાભ, એકવાર જરૂર કરજો ટ્રાય

image source

દેશભરમાં હવે તો લોકો યોગ પ્રત્યે જાગૃત થયા છે. ભારતને પહેલને ધ્યાનમાં રાખી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ વાત જ સાબિતી આપે છે કે લોકો માટે યોગ કેટલા લાભકારી છે.

યોગના કારણે આપણા શરીરને આપણે રોગમુક્ત રાખી શકીએ છીએ અને શરીરને તરોતાજા રાખી શકાય છે. જો કે યોગ સ્વસ્છ વાતાવરણ અને શાંત મનથી કરવા પણ જરુરી છે.

image source

યોગ આપણા સ્વાસ્થ્યને ચમત્કારી રીતે સુધારી શકે છે તેથી જ તો કહેવાય છે ને કે યોગ ભગાડે રોગ.. જે લોકો નિયમિત યોગ અભ્યાસ કરે છે તેને અઢળક લાભ થાય છે. તમે યોગથી થતા લાભ વિશે પણ જાણતા પણ હશો.

પરંતુ આજ સુધી એ નહીં જાણ્યું હોય કે એવી કઈ જગ્યાઓ છે જે યોગ કરવા માટે પ્રખ્યાત છે. આજે તમને અહીં એવી 5 જગ્યા વિશે જાણવા મળશે જે ફરવા માટે તો પ્રખ્યાત છે જ પરંતુ અહીંના યોગકેન્દ્ર લોકોને વધારે આકર્ષે છે. કઈ કઈ છે આ જગ્યા ચાલો જણાવીએ.

ગોવા

image source

ગોવા મોટાભાગના લોકો પાર્ટી કરવા કે બીચની મજા માણવા જ જતા હોય છે. પરંતુ ગોવા તમારું મન શાંત અને શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે. ગોવાના સુંદર બીચ પર તમે યોગ કરી રજાની મજાને બમણી કરી શકો છો.

પોંડીચેરી

image source

જો તમે યોગના જાણકાર અને શોખીન છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. પોંડીચેરીમાં તમે યોગ સાથે સુંદર નજારાને માણી શકો છે. અહીં આવી તમને એટલી શાંતિ મળશે કે તમારું મન તરોતાજા થઈ જશે.

મૈસૂર

image source

ઉનાળાની રજાઓમાં મૈસૂર જાઓ તો તમને જણાવી દઈએ કે આ શહેર યોગ માટે પણ પ્રખ્યાત છે. અહીંના યોગ કેન્દ્રો પર્યટકોને આકર્ષિત કરે છે. મૈસૂર પોતાની અષ્ટાંગ પરંપરા માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.

ધર્મશાલા

image source

યોગની વાત કરતા હોય તો ધર્મશાલા અને મેક્લોડગંજ એક પરફેક્ટ સ્થાન છે. ભારતના બેસ્ટ યોગ અને મેડિટેશન સેન્ટર્સ અહીં આવેલા છે. અહીં દુનિયાભરના લોકો યોગ કરવા આવે છે.

ધૌલાધર પર્વત શ્રૃંખલા વચ્ચે આવલા ધર્મશાલામાં બેસ્ટ સાત્વિક અને શાકાહારી ભોજન મળે છે જે તમારા શરીરને સ્વસ્થ રાખશે અને યોગ તમારા મનની ભુખ સંતોષશે. અહીં તમને સર્ટિફાઈડ યોગ ટીચર્સ મળશે જે તમને સપોર્ટ કરશે.

મેક્સિકો

image source

હવે વર્ષમાં એક વિદેશ પ્રવાસ લોકો માટે સામાન્ય બાબત બની ચુકી છે. તેવામાં જો મેક્સિકો ફરવા જવાનું થાય તો અહીં પણ તમે યોગનો લાભ લઈ શકો છો. મેક્સિકોને પ્રવાસીઓ યોગના કારણે પણ વધારે પસંદ કરે છે. પ્રાચીન ચીની સફેદ સમુદ્ર કિનારે આવેલા માયાન પેનિનસુલરમાં સવારથી જ યોગ ક્લાસ શરૂ થઈ જાય છે.

image source

અહીંના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં યોગ કરવાથી તન અને મન બંને તરોતાજા થઈ જાય છે. યોગ ક્લાસીસ બાદ અહીં બીચ પર જ લોકો માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ