ફણગાવેલા કઠોળ ખાવાના ફાયદા તો સૌ જાણતાં જ હોય છે તો ચાલો આજે કઠોળ ફણગાવવાની રીત જાણીએ.

ફણગાવેલા કઠોળનું નામ સાંભળતા જ અમુક લોકો એવું મને છે કે જે ડાયેટ કરે છે. એના માટે જ આ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને અપને રોજીંદા ઉપયોગમાં લેવા જ જોઈએ.

તમે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છે. મેં મગ અને મઠને ફણગાવ્યા છે. એ સૌથી વધુ જલ્દી થાય છે અને સલાડમાં કાચા ખૂબ જ સરસ લાગે છે.

ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનેરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે. આ કઠોળ આપણા પાચનમાં, વજન નિયમન માટે, કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમ જ બાળકોના વિકાસ માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ .

આમ જોઈએ તો કઠોળને ફણગાવવાની રીત ખુબ જ સહેલી અને સરળ છે. ચાલો એની રીત જોઈએ.

સામગ્રી:-

1 કપ મોટા મગ
1 કપ મઠ
પાણી
કોટન નું પાતળું કપડું

રીત.

૧. સૌ પ્રથમ મગ અને મઠ ને સાફ કરી ને 8-10 કલાક માટે સાદા પાણીમાં પલાળો.

૨. હવે 8- 10 કલાક પછી 3-4 પાણી વડે ધોઈને ચારણીમાં નિતારી લો.
બધું પાણી નિતારી જાય ત્યાં સુધી ચારણીમાં રહેવા દો. (સાવ કોરા નથી કરવાના)

૩. હવે આ નિતારેલા મગ અને મઠ ને પાતળા કોટનના કપડાંમાં કાઢવા.

૪. ને તરત એ જ કપડાંમાં બાંધી લેવાના છે.

૫. આ મગ-મઠ બાંધેલું કપડું એક તપેલામાં મુકો અને આ તપેલાને ઢાંકણથી બરાબર બંધ કરીને થોડી ગરમ જગ્યા એ મૂકી દો. લગભગ 24 કલાકમાં તમારા ફણગાવેલા મગ અને મઠ તૈયાર છે.

૫. આ ફણગાવેલા મગ- મઠ તમે કાચા કે બાફીને ઉપયોગમાં લઇ શકો છો.

 

નોંધ:-

8-10 કલાક થીવધુ કઠોળને પલાળવું.

કઠોળને બરાબર ધોઈને જ કપડાંમાં બાંધવું! નહીં તો વાસ આવશે 

ચણા અને રાજમાં જેવા કઠોળને 2 દિવસ જેટલો સમય લાગે છે ફણગાવતા. સાવ કોરા કરશો તો એના ફણગા નહીં ફૂટે. અતિશય પાણી વાળા બાંધશો તો વાસ આવશે, એટલે ખાસ ધ્યાન રાખવું.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.