જોઇ લો VIDEOમાં સના ખાને લગ્નનો 1 મહિનો પુરો થવા પર શું કર્યુ આ ખાસ કામ અને સાસુમાની આપેલી ભેટ પણ….

સના ખાનને મૌલાના અનલ સઇદની બેગમ બન્યે હવે એક મહિનો પુરો થઈ ગયો છે. આ અવસર પર તેણીએ પોતાની એક વિડિયો પોસ્ટ કરી છે. આ વિડિયોમા તેણી મેરેજ સર્ટિફિકેટ પર સાઇન કરતી દેખાઈ રહી છે. વિડિયોની સાથે સાથે સનાએ એક પ્રેમાળ કેપ્શન પણ લખ્યું છે.

હસતા-હસતા જીવન પસાર કરવા માટે માંગી દુઆ

image source

સનાએ પોસ્ટમા લખ્યું છે, ગયા મહિને આજના દિવસે મેં કહ્યું હતું, કુબુલ હૈ. એક મહિનો થઈ ગયો અલહામદુલ્લિલાહ બસ આવી જ રીતે હસતા હસતા આખું જીવન પસાર થઈ જાય. જીવનનો સૌથી સારો નિર્ણય લીધો છે. સનાએ વિડિયોમાં સાસુ દ્વારા ભેટમાં આપેલો દુપ્પટો પહેર્યો છે. તેણીએ લખ્યું છે, મારા સાસુમાએ આ દુપટ્ટો મારા માટે બનાવ્યો છે.

મક્કામાં થઈ હતી મૌલાના અનસ સઈદ સાથે મુલાકાત

image source

સના ખાને 20મી નવેમ્બરે ખૂબ જ ગુપચુપ રીતે સુરતમાં લગ્ન કરી લીધા હતા. તેણીના લગ્નની ખબર એક વિડિયોના વાયરલ થયા બાદ મિડિયામાં આવી હતી. ત્યાર બાદ સનાએ સોશિયલ મડિયા પર પોતાની તસ્વીરો પોસ્ટ કરીને ફેન્સે આ સમાચાર આપ્યા હતા. ત્યાર બાદ સના હનીમૂન પર કશ્મીર ગઈ હતી. ત્યાંથી તેણીએ કેટલીક વિડિયોઝ અને તસ્વીરો પોસ્ટ કરી હતી. તેણીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેની અને અનસની મુલાકાત 2017માં મક્કામાં થઈ હતી. તેણીએ જણાવ્યું કે તેણી ભારત પાછી ફરી રહી હતી તે જ દિવસે તેણીની નાનકડી એવી મુલાકાત અનસ સાથે થઈ હતી.

image source

અનસને તેણીને મુસ્લિમ સ્કોલર તરીકે મળાવવામાં આવ્યા હતા. તેણીએ એ પણ જણાવ્યું હતું કે તે મુફ્તી નથી આલિમ છે. તેણીએ જણાવ્યું કે તેણીએ 2018માં તેમનો કોન્ટેક્ટ કર્યો હતો કારણ કે તેણીને પોતાના ધર્મ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો પૂછવા હતા. ત્યાર બાદ એક વર્ષ બાદ 2020માં અમે ફરીથી કનેક્ટ થયા. મારે હંમેશા ઇસ્લામ વિષે વધારે અને વધારે જાણવું હતું.
છેલ્લા એક મહિનાથી સના ખાન અને મૌલાના અનસ સઇદના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા છે. તેણીએ શોબિઝ છોડ્યાના થોડાક મહિના બાદ સૂરત સ્થિત બિઝનેસમેનન સાથે લગ્ન કરી લીધા. ટ્રોલર્સ સના અને અનસની જોડીને પણ ટ્રોલ કરી રહ્યા છે. અને તે બાબતે પહેલીવાર સનાના પતિ અનસ સઇદે મૌન તોડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

મૌલાના અનસે આ બાબતે જણાવ્યું કે લોકો મને આજે પણ પુછે છે કે મેં એક અભિનેત્રી સાથે લગ્ન કેમ કર્યા, પણ આ ટૂંકા વિચારોવાળા લોકો છે. આ મારું જીવન છે જેના પર તેમણે કમેન્ટ ન કરવી જેઈએ. લોકો એવું વિચારતા હોય કે અમારી જોડી નથી જામતી તો તેવું વિચારવા માટે તેઓ સ્વતંત્ર છે. કારણ કે માત્ર અમે બન્ને જાણીએ છીએ કે અમે એકબીજા માટે કેટલા અનુકુળ છીએ.

સનાના ઇન્ડસ્ટ્રી છોડવા પર ચકિત હતા અનસ

image source

સનાના શોબિઝ છોડવા બાબતે અનસે કહ્યું, મેં ક્યારેય તેણી પર દબાણ નથી કર્યું કે તેણી કોઈ ખાસ રીતે જીવન જીવે. લગભગ 6 મહિના પહેલાં તેણીએ આ જાહેરાત કરી કે તેણી હિજાબ લઈ રહી છે. લોકોને લાગ્યું કે આ મહામારી અને કામ ન હોવાના કારણે છે. પણ તેણી જે કરતી હતી તેનાથી પોતાની જાતને અલગ કરવા માગતી હતી. હું ઇચ્છતો હતો કે તેણી આ બાબતે વિચારવા માટે થોડો સમય લે, પણ તેણીએ નક્કી કરી લીધું હતું. જ્યારે તેણીએ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો ત્યારે હું પોતે શોક્ડ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ