આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે થોડી વાત આપણા દેશના આ અનોખા મંદિરોની…

ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્ત્વ છે. કહેવાય છે કે, તેમણે જ આ બ્રહ્માંડની રચના કરી હતી. તેમની પૂજા અલગ અલગ રૂપોમા કરવામાં આવે છે. લિંગ, શિવ પ્રતિમા, કાળ ભૈરવ વગરે. અર્ધનારીનું રૂપ પણ ભગવાન શિવનું જ પ્રતિક છે. ભગવાન શિવના મંદિરો તેમને દેશના દરેક ભાગમાં મળી જશે. પરંતુ આ મંદિરોમાં કંઈક એવું છે, જેનો ઉલ્લેખ તમને પુરાણો અને હિન્દુ ધર્મ ગ્રંથોમાં મળશે. તેનો મતલબ એ છે કે, આ મંદિર હજારો વર્ષ જૂના છે. કેદારનાથથી રામેશ્વરમ સુધી અંદાજે 7 શિવ મદિરો એવા છે, જેનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં બહુ જ વધુ છે. પરંતુ માન્યતાઓછી અલગ આ મંદિરોમાં એક ખાસ વાત છે. આ સાતેય મંદિરો ભારતના નક્શામાં એક જ સીધી રેખામાં બનેલા છે. આ વાત સમજવા માટે તમારે ભારતના નીચે આપેલા નક્શા તરફ જોવું પડશે.

ધરતીના ભૌગોલિક આધાર પર બનેલા આ સાત મંદિર પંચતત્વ પર આધારિત છે. આ મંદિરો યોગિક વિજ્ઞાનના આધાર પર એવી રીતે બનાવવામાં આવ્યા છે કે, તમામ મંદિર એક સીધી રેખામાં જ બનેલા છે. આ તમામ મંદિર ભૌગોલિક દ્રષ્ટિથી 79°E,41’,54” દેશાંતર રેખા પર સ્થિત છે. જે સાબિત કરે છે કે, હાલના જે વિજ્ઞાન પર આપણને ગર્વ થાય છે, તે પ્રાચીન યોગિક વિજ્ઞાનની સરખામણીમાં 10 ટકા પણ નથી.

1.Kedarnath – Kedarnath Temple (30.7352° N, 79.0669)


કેદારનાથ મંદિર ઉત્તરાખંડનું સૌથી મહત્ત્વૂપૂર્ણ ધાર્મિક સ્થળ છે. તે સમુદ્ર તળથી 11,500 ફીટની ઊંચાઈ પર મંદાકિની નદીની પાસે આવેલું છે.

2.Kaleshwaram – Kaleshwara Mukteeshwara swamy Temple (18.8110, 79.9067)


જંગલોથી ઘેરાયેલું આ સુંદર સ્થાન કરીમનગરથી 130 કિલોમીટર દૂર છે. આ એકમાત્ર એવું મદિર છે, જ્યાં એક જ આધાર પર બે શિવલિંગ મળે છે.

3.Srikalahati – Srikalahasti Temple (13.749802, 79.698410)


શ્રીકાલાહસ્તી આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં સ્થિત તિરુપતિ શહેરની પાસે શ્રીકાલહસ્તી નામના ગામમાં આવેલુ છે. લગભગ 2000 વર્ષોથી આ જગ્યા દક્ષિણ કૈલાશ અથવા દક્ષિણ કાશીના નામથી પ્રખ્યાત છે.

4.Kanchipuram – Ekambareswarar Temple (12.847604, 79.699798)


કાંચીપુરમમાં સેંકડો મંદિરોમાંથી એક સૌથી બેસ્ટ એકામ્બેશ્વરમ શિવમંદિર છે, જે શહેરના ઉત્તર દિશામાં આવેલું છે. 108 શિવમંદિરોમાં તે અગ્રણી છે. આ મંદિર 23 એકરમાં ફેલાયેલું છે. તેના ગોપુરમની ઊંચાઈ 194 ફીટ છે. આ કારણે આ ગોપુરમ અલગ શ્રેણીમાં રાખવામાં આવે છે.

5.Tiruvannamalai – Annamalaiyar Temple (12.231942, 79.067694)


ભારતના તમિલનાડુ રાજ્ય સ્થિત તિરુવન્નમલાઈ એક તીર્થ શહેર છે. લાંબા સમયથી તિરુવન્નમલાઈ અનેક યોગીઓ અને સિદ્ધીઓ સાથે જોડાયેલું રહ્યું છે. અન્નમલઈયર મંદિર આ તિરુવન્નમલઈમાં વસેલું છે, જે અન્નમલઈ પહાડના તરાઈમાં સ્થિત છે.

6. Chidambaram – Nataraja Temple (11.399596, 79.693559)


આ મંદિર ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદરિ છે, જે મંદિરોની નગરી ચિદમ્બરમના મધ્યમાં, પોંડિંચેરીથી દક્ષિણની તરફ 78 કિલોમીટર દૂર આવેલું છે. મંદિરના ઈતિહાસમાં અનેક જિર્ણોદ્ધાર થયા છે. ખાસ કરીને પલ્લવ-ચૌલ શાસકો દ્વારા પ્રાચીન તેમજ પૂર્વ મધ્યયુગીન કાળ દરમિયાન.

7.Rameswaram – Ramanathaswamy Temple(9.2881, 79.3174)


રામેશ્વરમ દક્ષિણ ભારતના તટ પર સ્થિત એક દ્વીપ-શહેર છે, જે હિન્દુઓનું પવિત્ર તીર્થ પણ છે. ઉત્તર ભારતમાં કાશીની જે માન્યતા છે, તે જ દક્ષિણમાં રામેશ્વરમની છે. રામેશ્વરમ એક સુંદર ટાપુ છે, જે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીથી ચારે તરફથી ઘેરાયેલું છે. અહીં રામાયણ સંબંધિત અન્ય ધાર્મિક સ્થળો પણ છે.

આ મંદિરોનુ નિર્માણ હજારો વર્ષો પહેલા થયું હતું. પરંતુ વગર કોઈ સેટેલાઈટ્સની મદદ આ મંદિરો એક સીધી રેખામાં કેવી રીતે બની ગયા હશે. કોણ આ મંદિરો વચ્ચેનું અંતર માપ્યું હશે, કોને આવા મંદિરો બનાવવાના વિચાર આવ્યા હશે, આ બધા જ સવાલોનો જવાબ શોધવો મુશ્કેલ છે. આ મંદિરોનો વિચાર કરનારા વ્યક્તિ વિશે દાદ દેવી પડે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

બધા મિત્રોને શ્રાવણ મહિનાની હાર્દિક શુભેચ્છાઓ…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ