એક ચમચી એલોવેરાનું સેવન કરી શકે છે તમારી અનેક મુશ્કેલીઓનો અંત, જાણો કેવી રીતે?

એલોવેરા વિશે તો બધા લોકો જાણતા હશે. આ એક અત્યંત ગુણકારી ઔષધિય છોડ છે. આ છોડનો ઉપયોગ ઘણી પ્રકારની તકલીફો દૂર કરવા માટે દવાઓમાં થાય છે. એલોવેરાનું સેવન તમને એક નહિ પરંતુ શરીરની અનેક મુશ્કેલીઓથી બચાવી શકે છે. એલોવેરા જેલનો ઉપયોગ ઘણા પ્રકારનાં સૌંદર્ય ઉત્પાદોમાં કરવામાં આવે છે. તેના સિવાય એલોવેરાનાં જ્યૂસનું સેવન કરનાર વ્યકિતનાં શરીરની ઘણા તત્વોની કમી પણ પૂરી થઈ જાય છે.

પળભરમાં દૂર થઈ જશે મુશ્કેલી

જો તમે પણ પોતાને હમેંશા નિરોગી રાખવા ઈચ્છો છો તો રોજ બસ એક ચમચી એલોવેરાનું સેવન કરો. તમારી બધી તકલીફો પળભરમાં દૂર થઈ જશે. આજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એલોવેરા ક્યા-ક્યા રોગો માટે રામબાણ ઈલાજ છે. તેનું સેવન કેવી રીતે કરવું લાભદાયક હોઈ છે.

આ રોગોમાં છે ફાયદાકારક

ગેસની સમસ્યા

જો તમને ગેસની સમસ્યા છે અને તમે તેનાથી ખૂબ પિડિત રહો છો તો હવે ચિંતા કરવાની છોડી દો. તમે એક ચમચી એલોવેરા જ્યૂસમાં ગાયનું ઘી અને સાથે સિંધાલુ મેળવીને પીઓ. તમારી ગેસની તકલીફ દૂર થઈ જશે.

ઉધરસ અને કફ

જો તમે ભયાનક ઉધરસ અને કફથી હેરાન છો તો એલોવેરાના પાનનો એક ટુકડો લઈ તેને ગરમ કરો. ગરમ થઈ ગયા બાદ તેનો ગર કાઢી તેમાં કાળું મરચુ અને સંચળ મેળવી દો. હવે આ મિશ્રણને તમે ચૂસો.

કમરનો દુ:ખાવો

જો તમે કમરનાં દુ:ખાવાની તકલીફથી હેરાન છો તો રોટલી બનાવતા પહેલા લોટમાં એલોવેરા જેલ મેળવીને લોટ બાંધી લો. હવે તેનાથી બનેલી રોટલી ખાવાથી તમારી કમરનો દુ:ખાવો જલ્દીથી જ મટી જશે.

કબજિયાત

કબજિયાતમાં એલોવેરા રામબાણ ઈલાજ છે. એક ચમચી એલોવેરા જેલ લઈ તેમાં ૨ ચમચી એંરડિયુ મેળવો અને તેને રાત્રે સુતા પહેલા પીઓ. આવું કરવાથી તમારી કબજિયાત જલ્દી જ પૂરી રીતથી બરાબર થઈ જશે.

એલોવેરા એક છોડનાં રૂપમાં ઉગાડવામાં આવે છે. આ એક એવો છોડ છે જેનો ઉપયોગ પ્રાચિનકાળથી ચાલતો આવી રહ્યો છે. એલોવેરાનાં ઔષધિય ગુણ એટલા વધારે છે કે જો કોઈ વ્યકિત રોજ નિયમિત એલોવેરાનો ઉપયોગ કરે તો તે સ્વસ્થ રૂપથી પોતાનું જીવન વ્યતિત કરી શકે છે.

પહેલાનાં સમયમાં એલોવેરાનો ઉપયોગ ઔષધિય રૂપમાં કરવામાં આવતો હતો. અને આજનાં સમયમાં ઘણીબધી દવાઓ અને અૌષધિઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરામાં અમુક એવા એસિડ, વિટામીન્સ અને ખનિજ પદાર્થ હોઈ છે જે આપણા શરીરમાંથી ઘણીબધી બિમારીઓ દૂર કરવામાં સક્ષમ હોઈ છે.

એલોવેરાનો ઉપયોગ ભારત જ નહિ પરંતુ ઘણાબધા દેશોમાં ઔષધિય રૂપથી કરવામાં આવે છે. આજનાં સમયમાં એલોવેરાનો સૌથી વધુ ઉપયોગ સૌંદર્ય, જ્યૂસ અને દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. આજનાં સમયમાં આ સૌથી ઉપયોગી છોડ બની ચૂક્યો છે. એલોવેરાને હિન્દીમાં ગ્વારપાઠા અને સંસ્કૃતમાં ધૃતકુમારી કહેવાય છે. આ છોડ રેતાળ માટી અને નદીનાં કિનારે વધારે મળી આવે છે.

એલોવેરાના ઉપયોગ

એલોવેરાનાં ઉપયોગની જો વાત કરવામાં આવે તો મોટાભાગનાં લોકો એલોવેરાનાં છોડનાં રસનું સેવન કરે છે. એલોવેરાનાં રસથી ઘણી પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. આવો તમને વિસ્તારપૂર્વક જણાવીએ એલોવેરા કઈ-કઈ સમસ્યાઓથી આપણને છૂટકારો અપાવી શકે છે.

પાચનક્રિયા માટે સહાયક

જો કોઈ ગેસ બનવાની કે કોઈપણ પ્રકારની પેટ સબંધિત બિમારીથી પિડિત છો તો તમે દરરોજ એલોવેરાનું સેવન કરો. તમારે દરરોજ ૨૦ ગ્રામ એલોવેરા પાઉડર મધમાં મિક્સ કરીને પીવાનો છે. આ ઉપાય જો તમે રોજ કરશો તો તમને ક્યારેય પણ પેટ સબંધિત કોઈપણ તકલીફ નહિ થાય.

ચામડીનાં રોગ માટે મદદરૂપ

એલોવેરા ચામડી સબંધિત બધા રોગોનો રામબાણ ઈલાજ છે. એલોવેરાનાં લાભ એટલા વધારે છે જેનું વ્યાખ્યાન કરવું ખૂબ મુશ્કેલ છે. એલોવેરા મુંહાસા, કરચલી, ડાઘ-ધાબ્બા, નિશાન આ બધી તકલીફો દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ સિધ્ધ થયું છે. એલોવેરા જેલ ત્વચા પર લગાવવાથી ત્વચા સબંધિત દરેક રોગોથી જલ્દી છૂટકારો મળી શકે છે. એલોવેરાનો ચહેરા પર ઉપયોગ કરવાથી ચહેરા પર ચમક અને તાજગી આવે છે.

વજન ઉતારવામાં મદદરૂપ

એલોવેરા આપણા શરીરમાં પાચનશક્તિ વધારે છે. આપણા શરીરમાં વજન વધવાનાં ઘણા કારણ હોઇ છે, પરંતુ એલોવેરામાં અમુક એવા જરૂરી તત્વો હોઈ છે જે આપણું વજન ઓછું કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. એલોવેરાનાં ફાયદા એટલે વધારે છે કે જો કોઈ તેનો રોજ નિયમિત ઉપયોગ કરો તો તે પોતાની ઘણીબધી મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકે છે.

વાળ માટે મદદરૂપ

એલોવેરા વાળ માટે ખૂબ મદદરૂપ હોઈ છે. જો કોઈ વ્યકિતનાં વાળ ઝડપથી ખરી રહ્યા છે તો એલોવેરા તેમના માટે વરદાન સાબિત થઈ શકે છે. વાળ માટે એલોવેરાનો ઉપયોગ પ્રાચિન સમયથી કરવામાં આવી રહ્યો છે. એલોવેરામાં અમુક એવા એંજાઈમ હોઈ છે જે વાળને ખરવાથી અટકાવામાં મદદરૂપ હોઈ છે. આ ના માત્ર વાળ ખરતા અટકાવે છે, પરંતુ તેને મજબૂત અને ચમકદાર અને નવા વાળ ઉગાડવામાં પણ મદદરૂપ થાય છે.

ડાયાબિટીસ માટે સહાયક

એલોવેરાનો પ્રયોગ ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે એલોવેરા એક ઔષધિય ગુણ છે. એલોવેરાનું જ્યૂસ બ્લડ શુગર લેવલ ઓછું કરે છે જેનાથી ડાયાબિટીસની તકલીફ ઓછી થવા લાગે છે. અને સતત આ જ્યૂસનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસની તકલીફ બિલકુલ મટી જાય છે.

એલોવેરા બજારમાં ખૂબ સરળતાથી વાજબી ભાવમાં ઉપલબ્ધ હોઈ છે. પરંતુ બજારમાં મળતી એલોવેરા જેલ અને જ્યૂસ લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ઘણી પ્રકારની પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે જેનાથી એલોવેરાનાં અમુક ઔષધિય ગુણ ઓછા થઈ જાય છે. એટલે જો આપણે ઘર પર ઉગાડેલા એલોવેરાનો પ્રયોગ કરીએ તો આ આપણા માટે ખૂબ જ લાભદાયક સિધ્ધ થઈ શકે છે. એલોવેરાનો પ્રયોગ આપણે નિમ્ન પ્રકારથી કરી શકીએ છીએ.

એલોવેરાનાં જ્યૂસનાં રૂપમાં

એલોવેરાનો પ્રયોગ આપણે જ્યૂસનાં રૂપમાં કરી શકીએ છીએ. એલોવેરા જ્યૂસ ખૂબ કડવો હોઈ છે, પરંતુ આ આપણા શરીર માટે એટલો જ લાભદાયક પણ હોઈ છે. આ જ્યૂસ બજારમાં આસાનીથી ઉપલબ્ધ હોઈ છે અને આપણે આ જ્યૂસ ઘર પર પણ સરળતાથી બનાવી શકીએ છીએ.

એલોવેરા જ્યૂસ બનાવવાની વિધિ

એલોવેરા જ્યૂસ આપણે ઘર પર ખૂબ જ સરળતાથી બનાવી શકીએ છીએ. એલોવેરા જ્યૂસ બનાવવા માટે તમે એલોવેરાનાં પાનને ચારે તરફથી છીલી લો અને તેના અંદરનો જેલી પદાર્થ અલગ એકઠ્ઠો કરી લો. બાકીનાં વધેલા પદાર્થ ફેંકી દો. હવે બે ચમચી જેલમાં એક કપ પાણી મેળવીને જ્યૂસરમાં નાખીને જ્યૂસ કાઢી લો.

એલોવેરા જેલના રૂપમાં

એલોવેરાનો પ્રયોગ તમે જેલના રૂપમાં પણ કરી શકો છો. ચહેરા પગ ડાઘ-ધાબ્બા, કરચલીઓ અને ત્વચા સબંધિત બધી તકલીફોનો એલોવેરા જેલ રામબાણ ઈલાજ છે. આ જેલ આસાનીથી બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ જો આ ઘરનો પ્રયોગ કરવામાં આવે તો વધારે લાભદાયક સિધ્ધ થશે.

એલોવેરા જેલ બનાવવાની વિધિ

એલોવેરા જેલ બનાવવાની વિધિ એલોવેરા જ્યૂસ બનાવવાથી પણ સરળ છે. એલોવેરા છીણીને તેનો જેલી પદાર્થ કાઢી લો અને ત્યારબાદ તે જેલીની સારી રીતે પેસ્ટ બનાવી લો. પેસ્ટ બનાવ્યા બાદ તમે તેને પોતાના ચહેરા પર ઉપયોગ કરી શકો છો.

એવું નથી કે એલોવેરાનાં ફક્ત ફાયદા જ ફાયદા છે. હા આપણે આ કહી શકીએ છીએ કે એલોવેરાનાં ફાયદા સામે એલોવેરાના નુક્સાન ખૂબ ઓછા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ