હનુમાન ભક્ત જમાડે છે વાંદરાઓને, દસ વર્ષથી પોતાના હાથે ખવરાવે છે રોટલી…

અમદાવાદનો આ વ્યક્તિ અને તેનો પરિવાર અઠવાડિયે ૫૦૦ જેટલા વાંદરાઓને ૧૭૦૦ જેટલી રોટલી પોતાના હાથે ખવડાવે છે. જાણો આ હનુમાન ભક્તની રસપ્રદ વાત… હનુમાન ભક્ત જમાડે છે વાંદરાઓને, દસ વર્ષથી પોતાના હાથે ખવરાવે છે રોટલી…


કહેવાય છે કે વાંદરાઓ માણસના પૂર્વજો હતા. તેમની વિચાર શક્તિ અને ચાલવાની રીત તેમજ અટકચાળા કરવાની ટેવ વગેરે જોઈને એવું લાગે છે કે આદિમાનવ પહેલાના પણ જમાનામાં ખરેખર માણસ જાતિ અને વાંદરાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ તો હોવો જ જોઈએ. આજના આધુનિક જીવનમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે લોકો પ્રાણીઓના મોબાઈલ કે લેપટોપમાં ફોટોઝ જ જોઈને જ રાજી થતા હોય છે.


લોકોમાં ઝૂમાં જઈને કે વાઇલ્ડ લાઈફ એડવેન્ચર કરીને પ્રાણીઓના જવન વિશે જાણવાની ઇચ્છા બહુ જ ઓછા લોકોને થતી હોય છે. તેમાં પણ કેટલીક શહેરી કે ગામડાંની વસાહતોમાં આજે વાંદરાઓ જોવા તો મળે છે પરંતુ તેઓ એટલો ઉધમ મચાવતા હોય છે કે લોકો તેને જોઈને ભાગદોડ મચાવવા લાગે છે. એમાં જો અમે આપને કહીએ કે કોઈ એક વ્યક્તિ એવો છે કે જે સેંકડો વાંદરાઓને મિત્રની જેમ પાસે બેસાડીને હાથમાં રોટલી આપીને જમાડે છે તો તમને વિશ્વાસ થશે ખરો?

સ્વપ્નિલ સોની નામના અમદાવાદમાં વાંદરાઓને ૧૦ વર્ષથી ખવરાવે છે રોટલીઓ…


અમદાવાદના નરોલ વિસ્તારમાં રહેતા વેપારી સ્વપ્નિલ સોની અને તેમનો પરિવાર આ આનોખું કામ વર્ષોથી કરે છે. છેલ્લા દસ વર્ષથી દર સોમવારે સ્વપ્નિલ સોની અચૂક અમદાવાદના ઓડ ગામમાં આવેલ મેલડી માતાના મંદિર તેમજ ગાય સર્કલથી જતાં અંદરના રિંગ રોડ પાસે આ માનવતા ભર્યું કામ તેમનો પરિવાર પણ સાથ આપે છે. તેઓ વાંદરાઓને પોતાના હાથે પેટ ભરીને રોટલી ખવરાવે છે અને પાણી પણ પોતાના હાથે પણ પીવડાવે છે.

આવું પૂણ્યનું કામ કરવાની પ્રેરણાં મળી કઈરીતે એ જાણવા જેવું છે…


સ્વપ્નિલ સોનીને આ માનવતાભર્યું પૂણ્યનું કામ કરવાની પ્રેરણાં મળી એ પણ એક રસપ્રદ વાત છે. તેઓ આ વિશે જણાવે છે કે એમના ઓડ ગામના એક સ્વજન કે જેઓ નિરોલ ગામના સ્વ રતિલાલ ભાઈ એમની પાસેથી જીવદયાનું પૂણ્યનું કામ કરવાની પ્રેરણા મળી હતી. તેઓ પોતાના જીવનમાં ૪૦ – ૫૦ વર્ષથી બાજરીના રોટલા ખવરાવતા હતા. એકવાર આ રીતે સ્વપ્નિલ ભાઈએ તેમને રસ્તા ઉપર આ રીતે રોટલા ખવરાવતાં જોયા. તેમને પૂછ્યું કે તેઓ શું કરે છે, ત્યારે આખી હકીકત જાણવા મળ્યું ત્યારે નક્કી કર્યું કે હું પણ હનુમાન ભક્ત છું અને આ રીતે વાંદરાઓની સેવા કરીને પૂણ્યનું કામ જરૂર કરીશ. તેમણે પોતાની નૈતિક ફરજ સમજીને આ જવાબદારી ઉપાડી લીધી.

૧૦ વર્ષથી ચાલે છે આ ચીલો…


મનમાં નક્કી કર્યું કે હું પણ હનુમાન ભક્ત છું અને વાંદરાઓની આ રીતે સેવા કરીશ એ વાતને દશ વર્ષ થઈ ગયા. તે લગભગ ૫૦૦ જેટલા વાંદરાઓને જમાડે છે. જેમાં તેઓ બજારેથી ૧૭૦૦ જેટલી રોટલી ખરીદીને લઈ જાય છે.

સ્વપ્નિલ ભાઈની સાથે તેમનો પરિવાર પણ તેમના આ કાર્યમાં આપે છે સાથ…

વાંદરાઓ હવે તેમનાથી આટલા વર્ષો બાદ એટલા ટેવાઈ ગયા છે કે જેવા તેઓ જાય કે તરત જ તેમની આસપાસ આવી જાય છે અને એક એક કરતા એમના હાથમાંથી જ રોટલી લેવા માંડે છે. વાંદરાઓ તેમના હાથમાંથી રોટલીને ઝાડ ઉપર ચડી જાય છે અને તેમના બચ્ચાંઓને પણ આપે છે.

વાંદરાઓ ડર્યા વિના સ્વપ્નિલ ભાઈની પાસે આવે છે અને તેમનો પરિવાર પણ કોઈ ભય વિના વાંદરાઓને રોટલી ખવરાવે છે…


એક લાંબા સમય સુધી સંબંધ બંધાયા બાદ આપણને તેની આદત થઈ જતી હોય છે. એવું જ આ વાંદરાઓ સાથે સ્વપ્નિલ ભાઈ અને તેમનો પરિવાર અનુભવે છે. તેમને જેવા આવતા જુએ કે ખૂબ બધા વાંદરાઓ તેમના માથાં ઉપર, આસપાસ કે બાજુમાં આવીને ગોઠવાઈ જાય છે. હવે તો તેમનો પરિવાર પણ આ બધાંથી ટેવાઈ ગયો છે અને તેઓ પન વાંદરાઓને પોતાના હાથેથી રોટલી ખવરાવીને રાજી થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ