નવા સંશોધનમાં થયો ખુલાસો, કોરોનાને મ્હાત આપ્યા બાદ દર્દીના શરીરમાં આટલા દિવસ રહે છે એન્ટિબોડી

દેશમાં કોરોનાનો આંક એક કરોડને પાર કરી ગયો છે, હાલમાં રસીકરણ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શું તમે જાણો છો કોરોના ચેપમાંથી સ્વસ્થ થયા પછી, શરીર જે એન્ટિબોડીઝ પેદા કરે છે તે કેટલા દિવસો માટે રહે છે? કે લાંબા સમય સુધી રહે છે? એન્ટિબોડી ક્યારે બને છે? અને કેટલા દિવસો સુધી તે કામ કરે છે? આના વિશે દુનિયાભરમાં સંશોધન થઈ રહ્યું છે. આ જાણવાની કોશીશ કરવામાં આવી રહી છે કે એન્ટિબોડીઝ શરીર કેટલા દિવસ રહે છે અને કેટલો સમય કાર્ય કરતી રહે છે. ભારત સરકાર પણ આ પર નજર રાખી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેઓ આ દુનિયામાં થઈ રહેલા સંશોધન પર પણ નજર રાખી રહ્યા છે અને ભારતમાં પણ આના વિશે સંશોધન કરવામાં આવી રહ્યું છે.

સંશોધન પછી જ કઈક નવી માહિતી સામે આવશે

image source

તો બીજી તરફ આઈસીએમઆર એટલે કે ભારતીય મેડિકલ કાઉન્સિલ પણ આ વિશેની માહિતી એકઠી કરી રહી છે. આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલારામ ભાર્ગવના જણાવ્યા અનુસાર, આ રોગ અને તેની એન્ટિબોડીઝ વિશે વધારે માહિતી નથી, કારણ કે તે ફક્ત 8 મહિના જૂનો છે. સંશોધન પછી જ કઈક નવી માહિતી સામે આવશે. આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે કે કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોમાં કોવિડ-19 સામે લડવાની ઈમ્યુનિટી ઓછામાં ઓછા 8 મહિના સુધી રહે છે.

ઈમ્યુનિટી 8 મહિના સુધી રહી શકે છે

image source

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સંક્રમિતમાં વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી 8 મહિના સુધી રહી શકે છે. આ આધાર પર વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે રસી વ્યક્તિને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે.આ દાવો કોઈ ખુશખબરથી જરાય કમ નથી. આ અગાઉ અનેક સ્ટડીમાં એવો દાવો કરાયો હતો કે કોરોના વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી શરૂઆતના થોડા મહિનામાં જ ખતમ થઈ જાય છે. આવામાં એવી ચિંતા ઉઠી હતી કે લોકો જલદી ફરીથી સંક્રમિત થઈ શકે છે. એક પત્રિકા ‘Science Immunology’માં Monash Universityના વૈજ્ઞાનિકો સહિત અને વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે Disease Resistant System માં સ્પેશિયલ ‘મેમરી B’ કોશિકાઓ આ વાયરસના સંક્રમણને યાદ રાખે છે. દાવો એવો પણ કરાયો છે કે જો કોઈ વ્યક્તિ બીજીવાર કોરોના વાયરસના સંપર્કમાં આવે તો આ એન્ટીબોડી કામ કરે છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસ બાદ એવી જાણકારી મેળવી કે લગભગ 8 મહિના સુધી વ્યક્તિના શરીરમાં AntiBody રહે છે.

25 દર્દીઓના લોહીના નમૂનાની તપાસ

image source

શરીર સંક્રમણની ચપેટમાં આવે ત્યારે આ કોશિકાઓ વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી સક્રિય કરી નાથે છે. જેથી કરીને વાયરસ નિષ્ક્રિય બની જાય છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના 25 દર્દીઓના લોહીના નમૂનાની તપાસ સંક્રમણના ચોથા દિવસથી લઈને 242 દિવસ સુધી કરી હતી. જેમા સંક્રમણના 20 દિવસ બાદ એન્ટીબોડીનું સ્તર સતત ઘટતું ગયું. તમામ દર્દીઓમાં પણ કોશિકા હતી. કોરોના વાયરસના નવા મ્યુટેશન પર સમગ્ર દુનિયામાં દહેશત છે. વૈજ્ઞાનિકો એ તો સ્વીકારી જ રહ્યા છે કે આ એક મોટું જોખમ છે, પરંતુ ફક્ત બીમાર લોકોની સંખ્યા વધવાના મામલે જ તેનાથી ડરવાની જરૂર છે. આ નવા સ્ટ્રેનના કારણે થયેલા મૃત્યુના કેસમાં હજુ સુધી કોઈ સ્પષ્ટ ડેટા સામે આવ્યો નથી.

28 દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે

image source

તો બીજી તરફ કોરોના બાદ એન્ટીબોડી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાના તબીબોએ મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. કોરોનાના એક પણ લક્ષણ સાથે પોઝિટિવ થયેલા દર્દીઓમાં એન્ટીબોડી ડેવલપ થતી હોવાનો દાવો સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા કરાઈ રહ્યો છે. તેમનો દાવો છે કે, કોરોનામાં માત્ર તાવ આવવાથી એન્ટીબોડી ડેવલપ થવાની વાત ભ્રામક છે. 28 દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે, જે ઓછામાં ઓછા ત્રણ માસ સુધી રહે છે. છ માસ બાદ શરીરમાં એન્ટીબોડી ઓછી થાય છે, પણ સક્રિય રહે છે. એક વખત કોરોના સંક્રમિત દર્દી એક વર્ષ બાદ પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવે તો ફરી કોરોના થવાની શક્યતાઓ ખુબ ઓછી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ