ના હોય! મોટી હસ્તીઓ વચ્ચે પણ આવું થાય ખરું, જાણો તો ખરા વિરાટ-અનુષ્કાની પહેલી મુલાકાતમાં શું થયુ હતુ

પહેલી મુલાકાતમાં અનુષ્કા શર્માને જોઈને નર્વસ થઈ ગયા હતા વિરાટ કોહલી, શૂટિંગ દરમિયાન થયું હતું કઈક આવું.

ક્રિકેટ અને ફિલ્મજગતનો સંબંધ ખૂબ જ જૂનો રહ્યો છે. ઘણા જાણીતા ક્રિકેટર બોલીવુડની હસીનાઓને પોતાનું દિલ આપી એમની સાથે લગ્ન કરી ચુક્યા છે. આવી જ એક જોડી ક્રિકેટર વિરાટ કોહલી અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની છે, આ જોડીને લોકો પ્રેમથી વિરુષકા કહીને પણ બોલાવે છે. હાલના દિવસોમાં અનુષ્કા શર્મા પોતાની પ્રેગ્નન્સીના કારણે સતત ચર્ચાઓમાં છે. પણ શું તમે જાણો છો કે ક્રિકેટના મેદાન પર હંમેશા આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથેની એમની પહેલી મુલાકાતમાં ખૂબ જ નર્વસ થઈ ગયા હતા.

image source

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત એક જાહેરાતના શુટીંગ દરમિયાન થઈ હતી. એ સમયે બન્ને એક શેમ્પુની જાહેરાત માટે શૂટિંગ કરી રહ્યા હતા. એ પહેલાં વિરાટ કોહલીએ એક પણ અભિનેત્રી સાથે કામ નહોતું કર્યું. વિરાટ કોહલી જાહેરાતના સેટ પર અનુષ્કા શર્માની સામે ઘણા જ નર્વસ થઈ ગયા હતા.

image source

એક ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે “હું અનુષ્કા શર્માને પહેલી વાર એક શેમ્પુની જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યો હતો. આ શૂટિંગ 3 દિવસ સુધી ચાલ્યું હતું. મારા મેનેજરે જણાવ્યું હતું કે તમારે આ જાહેરાત અનુષ્કા શર્મા સાથે કરવાની છે. એ સાંભળીને હું ખૂબ જ નર્વસ થઈ ગયો હતો. મેં કહ્યું કે એ એક પ્રોફેશનલ એક્ટ્રેસ છે. હું એમની સાથે કઈ રીતે એક્ટિંગ કરી શકીશ. મારા મેનેજરે મને સમજાવ્યું કે બધું સારું જ થશે, સ્ક્રીપટ મજેદાર છે. પણ તો ય હું તો ખૂબ જ નર્વસ હતો.”

image source

વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન અનુષ્કા શર્માએ હિલ પહેરેલી હતી અને એ કારણે એ ખૂબ જ લાંબી લાગી રહી હતી. આ વાત પર વિરાટ કોહલીએ ત્યાં એક જોક ક્રેક કરી દીધો હતો. વિરાટ કોહલીએ કહ્યું કે એ સાંભળીને અનુષ્કા શર્માને અજીબ લાગ્યું અને એ કારણે એ પહેલાં કરતા પણ વધુ નર્વસ થઈ ગયા.

image source

આ જાહેરાતના શુટીંગ દરમિયાન જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દોસ્તી થઈ ગઈ હતી અને પછી બંને એકબીજાને મળવા લાગ્યા હતા. થોડા સમય સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યા અને પછી વર્ષ 2017માં 11 ડિસેમ્બરના રોજ બંનેએ ઇટલીમાં લગ્ન કરી લીધા હતા. એ સમયે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નના ફોટા ખૂબ જ વાયરલ થયા હતા. અને લોકોને વિરાટ અને અનુષ્કાની જોડી પણ ખૂબ જ પસંદ પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ