દરેક રાશિ પર પડશે શનિની વક્રી ચાલનો પ્રભાવ, જાણો તેના પ્રકોપથી બચવા કયા કરશો ઉપાય

શનિની વક્રી ચાલનો પ્રભાવ પડશે દરેક રાશિ પર, તેના પ્રકોપથી બચવા કરો આ ઉપાય

11 મેથી 29 સપ્ટેમ્બર સુધી શનિ વક્રી ચાલ એટલે કે ઉલટી ચાલ ચાલશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની વક્રી ગતિનું વધારે મહત્વ દર્શાવાયું છે. કારણ કે શનિ દેવ કર્મ અનુસાર જાતકોને વક્રી ગતિમાં ફળ આપે છે.

image source

શનિદેવ કોઈની પણ સાથે અન્યાય કરતા નથી. તેથી જ તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શનિ જ્યારે વક્રીમાંથી માર્ગી થાય છે ત્યારે કેટલીક રાશિ પર સંકટનો ભાર વધારે છે તો કેટલીક રાશિ પર કૃપાદ્રષ્ટિ વરસાવે છે. જો કે શનિની વિપરીત ચાલથી જો કોઈ રાશિના જાતકો પર સંકટ કે સમસ્યા વધવાનું હોય તો તેનો પ્રભાવ હળવો કરવા કે દૂર કરવા માટે રાશિચક્રના આધારે કેટલાક ઉપાયો કરી શકાય છે. આ ઉપાયો દ્વારા શનિનાના પ્રકોપને ઘટાડી શકાય છે.

આ વખતે જ્યારે શનિ માર્ગીમાંથી વક્રી થશે ત્યારે પણ 12 રાશિના જાતકો પણ તેનો પ્રભાવ પડશે. તેવામાં 12 રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ તે જાણી લો અહીં.

મેષ : શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે મહારાજ દશરથ રચિત શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

વૃષભ : તમારે શનિવારે જ્યોતિષની સલાહ અનુસાર નીલમનો રત્ન પંચધાતુ કે અષ્ટધાતુની વીંટીમાં મધ્યમા આંગળીમાં ધારણ કરવો જોઈએ અને શનિ મંત્રનો જાપ કરવો જોઈએ.

મિથુન : તમારે શનિવારનું વ્રત રાખવું જોઈએ અથવા તમે શનિ પ્રદોષને વ્રત પણ રાખી શકો. આ ઉપરાંત શનિવારે કાળા વસ્ત્રો પહેરવાનું ટાળો.

કર્ક : દર શનિવારે લોખંડ અથવા માટીના વાસણમાં સરસવનું તેલ ભર્યા પછી તેમાં તમારી છાયાને જોઈ તેનું દાન કરવું જોઈએ અને શક્ય તેટલી ગરીબોની મદદ કરવી જોઈએ.

સિંહ : તમારે શનિવારે આખા કાળા અડદનું દાન કરવું જોઈએ અને જો શક્ય હોય તો સાંજે પીપળના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડની સાત પરિક્રમા કરવી.

કન્યા : તમારે શનિ પ્રદોષનું વ્રત રાખવું જોઈએ અને શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેમાં આખા અડદના પાંચ દાણા ઉમેરવા જોઈએ.

તુલા : તમારે નીલમનું રત્ન પહેરવું જોઈએ. આ રત્નને શનિવારે મધ્યમા આંગળીમાં પંચધાતુ અથવા અષ્ટધાતુની વીંટીમાં પહેરવું શ્રેષ્ઠ છે.

વૃશ્ચિક : તમારે શનિવારે કીડીને લોટમાં ખાંડ ઉમેરી ખવડાવવું જોઈએ અને કોઈપણ ધાર્મિક સ્થળની સફાઇ કરવાનું કામ કરવું જોઈએ.

ધન : તમારે શનિવારના દિવસે હાથ અથવા પગમાં કાળો દોરા પહેરવો. તેમજ તમે શનિવારે હનુમાનજીની પૂજા પણ કરી શકો છો આમ કરવાથી ખૂબ ફાયદો થશે.

કુંભ : તમે શનિવારે લોઢામાંથી તૈયાર કરેલી વીંટી પહેરશો તો સૌથી વધુ લાભ થશે. જો વીંટી ન હોય તો તમે લોઢાનો નાનકડો ટુકડો કાળા કપડામાં મુકી તેની સિલાઇ કરી ગળામાં પણ પહેરી શકો છો.

મીન : તમારે શનિવારે શુભ શનિ યંત્રની પૂજા કરવી જોઈએ અને શનિવારે ગરીબોમાં દવાઓ જેવી જરૂરી વસ્તુઓ વિતરણ કરવું જોઈએ. તેનાથી લાભ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ