સાપ્તાહિક રાશિફળમાં વાંચી લો આ અઠવાડિયુ તમારા માટે કેવુ રહેશે…

4 મેથી 10 મે સુધીનો સમય 12 રાશિઓ માટે કેવી રીતે થશે પસાર જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

મેષ

આ અઠવાડિયામાં કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. પરંતુ તમારે અણધાર્યા નિર્ણયો લેવા પડી શકે છે. અત્યારે કોઈ ધંધા કે સંપત્તિમાં નાણાં રોકવા માટે યોગ્ય સમય નથી. થોડી રાહ જુઓ. વેપારીઓ માટે અનુકૂળ સમય રહેશે. લક્ષ્ય પર ધ્યાન રાખો અને બદલાતા સંજોગો પ્રત્યે સકારાત્મક વલણ રાખો. પરિવાર સાથે નરમ-ગરમ સમય પસાર થશે. લગ્ન જીવનમાં ખુશી છવાયેલી રહેશે. તમારે ફક્ત તમારા ક્રોધ પર કાબૂ રાખવાની જરૂર છે.

વૃષભ

આ અઠવાડિયે તમારે યોગ્ય પ્લાન કરી આગળ વધવું પડશે તો જ નસીબ તમને સાથ આપશે. આ સમય વ્યવસાય અને કારકિર્દી માટે પ્રતિકૂળ છે. પરંતુ તમને ધન પ્રાપ્ત થાય તેવી પ્રબળ સંભાવના છે. તેથી તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. જેઓ કૌટુંબિક વ્યવસાયમાં છે તેઓ સફળતા પ્રાપ્ત કરી શકશે. જમીન અને સંપત્તિની બાબતોમાં મામલાઓ કાયદાકીય કાર્યવાહી સંભાળીને કરવી. ધન લાભ થશે પરંતુ ખર્ચ સમજી વિચારીને કરશો નહીં તો સ્થિતિ ગડબડ થઈ શકે છે.

મિથુન

આ અઠવાડિયું તમને સાચવીને અને સાવધાનીથી આગળ વધવા સુચન કરે છે. જો તમે ભાગમાં ધંધો કરી રહ્યા છો તો ભાગીદાર સાથેના સંબંધમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું અને જો ગેરસમજ હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. નોકરી પર પણ જોખમ વધી શકે છે તેથી સાવચેત રહો. એકંદરે આ અઠવાડિયું વધુ સારું રહેશે પરંતુ વેપારીઓ માટે થોડું પડકારજનક છે.

કર્ક

સપ્તાહની શરૂઆત સારી રહેશે. કામમાં વધુ વ્યસ્તતા રહેશે. કોઈ પરિવર્તન કરવાની ઇચ્છા મનમાં આવશે પરંતુ તેને હાલ મોકુફ રાખવી લાભકારી રહેશે. અઠવાડિયાના મધ્યભાગ પછી મતભેદ દૂર થશે. સફળતાની સંભાવના પણ વધશે. અટકેલા કામ પૂર્ણ થશે. ઉચ્ચ અધિકારીઓ અને સહકાર્યકરોનો સહયોગ મળશે. જો તમે નોકરી બદલવા માંગો છો તો થોડી રાહ જુઓ કારણ કે નોકરી બદલવા માટે આ યોગ્ય સમય નથી.

સિંહ

આ અઠવાડિયે ધંધો કરનારાઓને અનુકૂળ તક મળશે. ધનની આવક ધીમી પરંતુ યથાવત રહેશે. આવકનાં સ્રોત ઓછા હશે. લાંબાગાળાનું રોકાણ કરતાં પહેલા તમારા હાલના સંજોગો અને તમારી પ્રાથમિકતાઓ નક્કી કરી લેવી. વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં તમારી સમજદારી અને બુદ્ધિ કુશળતાથી લાભ થશે.

કન્યા

જુના અટકેલા કામ આ સપ્તાહમાં સરળતાથી પૂર્ણ કરવાની તક મળશે. તમને પ્રયત્નો કરવાથી નવી તક પણ મળશે. આ સમયે તમારે કાયદાકીય બાબતો પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે અથવા તમારે સરકારી કામકાજમાં પરેશાનીનો સામનો કરી શકો છો. નાણાકીય સ્થિતિ બહુ સારી નહીં રહે. આ બાબતે ખાસ ધ્યાન રાખવું. કેટલાક એવા લોકોને સપ્તાહ દરમિયાન મળવાનું થશે જે ભવિષ્યમાં તમને લાભ કરાવશે.

તુલા

ધન લાભની તકોમાં ઘટાડો થવાની સંભાવના છે. આત્મવિશ્વાસ સાથે કરવામાં આવેલા પ્રયત્નોથી સારી સફળતા મળે તેવી સંભાવના છે. નોકરી અંગે સતર્ક રહેજો નહીં તો જોખમ ઊભું થઈ શકે છે. ખાસ કરીને બેંકિંગ, એકાઉન્ટ્સ, મીડિયા, ફાઇનાન્સ, વગેરે ક્ષેત્ર માટે કામ કરતાં લોકોએ સતર્ક રહેવું. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. દાંપત્યજીવન સુખદ રહેશે.

વૃશ્ચિક

વેપાર સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓ આવશે. નોકરીમાં કામનું ભારણ વધી શકે છે. તમારી યોજનાને પાર પાડવા માટે સખત મહેનત કરવી પડી શકે છે. સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. આ અઠવાડિયામાં ઘરમાં પરેશાની જોવા મળશે. પતિ-પત્નીએ મતભેદ અને ક્રોધને ટાળવો.

ધન

આ અઠવાડિયમાં ધંધા સાથે જોડાયેલા લોકોએ તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે સખત મહેનત કરવી પડી શકે છે. મનને ભટકવા ન દેવું અને ફક્ત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ધંધામાં આવક સારી રહેશે અને નાણાના અભાવે અટવાયેલ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. આર્થિક વ્યવહારમાં વિશેષ કાળજી રાખવી.

મકર

ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. આ અઠવાડિયના અંત સુધીમાં તમે સંજોગોમાં સુધારાનો અનુભવ કરશો. કેટલાક લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી અગાઉથી તૈયારી રાખો અને સાવચેત રહો. નાણાકીય બાબતોના વ્યવહારમાં બીજા પર વિશ્વાસ ન કરો. નાણાકીય બાબતોમાં નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવીની સલાહ પણ લઈ શકાય છે. આમ કરવું હિતાવહ સાબિત થશે.

કુંભ

ભાગીદારો સાથે સુસંગતતા જાળવી રાખવાથી લાભ થવાની સંભાવના છે. પરંતુ અઠવાડિયાના મધ્યમાં ધન સંબંધિત કોઈ પ્રકારનો વિવાદ શક્ય છે. તમારા પ્રયાસ તે વિવાદથી બચવાના હોવા જોઈએ, નહીં તો વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં નવી ટેકનીકનો ઉપયોગ કરીને વાણિજ્ય-વ્યવસાયને નવી દિશા આપવામાં સફળ થશો. આ અઠવાડિયે સારી આવક સાથે આકસ્મિક ખર્ચની પણ સંભાવના છે.

મીન

વ્યવસાયિક દૃષ્ટિકોણથી આ સમય અનુકૂળ અને સારો છે. મીઠી વાણી અને કાર્ય કુશળતાના આધારે તમે લોકોનું કાર્ય કરી શકશો. આર્થિક મોરચે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. પરિવારમાં કોઈ પરેશાની ઊભી થવાની સંભાવના છે. સાવચેત રહેવું પડશે. કોઈ મિત્ર તરફથી તમને આર્થિક મદદ મળી શકે છે. તમે તમારા જીવનસાથીની કારકિર્દી અથવા વ્યવસાય વિશે ચિંતિત રહી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ