04.05.2020 – ટૈરો રાશિફળ : મનને રાહત આપે તેવા સમાચાર મળવાનો અને કાર્યક્ષેત્રમાં કામ વધારનાર દિવસ

ટૈરો રાશિફળ : મનને રાહત આપે તેવા સમાચાર મળવાનો અને કાર્યક્ષેત્રમાં કામ વધારનાર દિવસ

મેષ – Five of Swords

આજનો દિવસ તમારા માટે રાહતનો દિવસ બની શકે છે. તમને કોઈ મિત્ર પાસેથી કેટલીક સારી માહિતી મળશે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા વિવાદો અથવા ગેરસમજોનો અંત આવશે. તમારી કેટલીક જૂની વસ્તુઓને ભુલી આગળ વધવું પડશે. તમારા માટે કામ પર ધ્યાન આપવાનો આ સમય છે. સમય કેટલાક નવા ફેરફાર થવાના સંકેત આપી રહ્યો છે.

વૃષભ – The Moon

આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત હોઈ શકે છે. તમારે તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે પ્રયત્નો વધારવા પણ પડશે. સાવચેત રહો કારણ કે કોઈ તમારો ગેરલાભ પણ લઈ શકે છે. તમારા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરો અને તમારું કાર્ય પ્રામાણિકપણે કરતા રહો. તમારે કોઈ પણ વસ્તુથી વિચલિત થવાની જરૂર નથી. સમયની સાથે સમસ્યાઓ ઉકેલાશે.

મિથુન- The Hanged Man

આજનો દિવસ તમારા માટે કોઈ વિવાદને વધારનાર દિવસ હોઈ શકે છે. તમારે આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારા વિચારોને અન્ય સમક્ષ રજૂ કરો. તેનાથી સમસ્યાઓ સરળ બનશે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો યોગ્ય સમયની રાહ જુઓ. પૂજા અને ધ્યાન કરો.

કેન્સર – The Tower

કોઈ પણ પ્રકારના વિવાદને ટાળીને આગળ વધવાનો આજનો દિવસ છે. કેટલાક કાર્યોની અવગણના કરશો. અંગત જીવન અને કારકિર્દીમાં પ્રગતિની તક મળશે તેનો સંપૂર્ણ લાભ લેવો. જો તમે નોકરી શોધી રહ્યા છો તો આજે સફળતા મળવાની સંભાવનાઓ છે. ધન લાભના યોગ છે.

સિંહ – Justice

આજે તમારો દિવસ એવા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં પસાર થઈ શકે છે જેનું તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં કોઈ ખાસ મહત્વ નથી. આજે તમે વ્યર્થ સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો. જેના કારણે તમારા મનમાં તણાવ વધશે અને તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર થશે.

કન્યા – – Four of Cups

આજે તમને ભાગીદારીમાં કામ કરવા માટે સારી ઓફર મળી શકે છે. જૂના મિત્રોને મળવાનું થશે. આજે જે પણ નિર્ણય કરો તે કાળજીપૂર્વક કરો. આજે કામ પ્રત્યે બેદરકારી ન રાખો. કોઈ નજીકના પ્રિયજનો સાથે આજે કેટલાક મતભેદો થઈ શકે છે. તેથી મન શાંત રાખી દિવસ પસાર કરવો.

તુલા – The Devil

આજના દિવસે તમારે તમારા અહંકારને એક બાજુમાં મુકી રાખવાનો છે અને ઝડપથી તમારા લક્ષ્ય તરફ આગળ વધવાનો છે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારે કેટલીક બાબતોમાં સમાધાન કરવું પડશે. કોઈની વાતને બહુ ગંભીરતાથી ન લો.

વૃશ્ચિક – The High Priestess

આજે તમારી સામે ઘણા બધા વિકલ્પો હશે જેમાંથી કોઈ એકને પસંદ કરી આગળ વધવાનો દિવસ હોઈ શકે છે. આ કામ તમારા માટે મુશ્કેલ અને પડકારરૂપ હોઈ શકે છે. ધ્યાનમાં રાખો કે તમારો નિર્ણય અને તમારી વિચારસરણી લાંબા ગાળાના લાભ માટે હોવી જોઈએ. આજે તમે કોઈ એવી વ્યક્તિને પણ મળી શકો છો જે તમારા વિચારોને ખૂબ પ્રભાવિત કરશે.

ધન – The Emperor

આજનો દિવસ મૂંઝવણભરેલો દિવસ હોઈ શકે છે. કોઈ પણ સંજોગોમાં જ્યારે તમે બધી પરિસ્થિતિઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું હોય ત્યારે જ કોઈ નિર્ણય લો. કોઈ પણ સંજોગોમાં ઉતાવળ કે ગુસ્સે થઈને નિર્ણય લેશો નહીં. તમારા ક્રોધને શાંત રાખવાનો પ્રયત્ન કરો. આજે તમારો આત્મવિશ્વાસ તુટવા ન દેવો.

મકર – The Hermit

આજે નવા લોકોને મળવાનો દિવસ બની શકે છે. તમે કોઈપણ સામાજિક કાર્યમાં સન્માન પ્રાપ્ત કરશો. લોકો તમને તેમના કામમાં સલાહ આપવા માટે બોલાવી શકે છે. કેટલાક લોકો માટે આજનો દિવસ સંબંધોમાં આગળ વધવાનો દિવસ બની શકે છે.

કુંભ – Eight of Swords

આજે તમારે કોઈ નિર્ણય લેવાનો થશે જે થોડી સમસ્યા સર્જી શકે છે. જો કે આ સમસ્યા થોડા દિવસોમાં ઉકેલાય પણ જશે. વાસ્તવિકતાને સ્વીકારો તેનાથી દૂર ભાગવાનો કોઈ અર્થ નથી.કોઈપણ નિર્ણય લીધા પછી તેના માટે અપરાધ ભાવ મનમાં ન રાખો.

મીન – Three of Wands

આજનો દિવસ રસપ્રદ રહેશે. નવી વ્યક્તિઓને મળવાનું થશે, સારા સંબંધો સ્થાપિત થશે. ભૂતકાળની બાબતો પર વધારે ચિંતા ન કરવી. જીવનમાં આવેલી અસ્થિરતા ટુંક સમયમાં દૂર થશે. તમને વધુ સારી તક પ્રાપ્ત થશે. સમયનો લાભ લેવો અને સંયમ રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ